Go Back

Paneer starter recipe in gujarati(પનીર સ્ટાર્ટર)

How to make paneer starter/paneer pakoda.
Course: starter
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • ૩૦૦ ગ્રામ પનીર paneer
  • કપ બેસન અથવા ચણાનો લોટ gram flour
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી ધાણા પાવડર coriander powder
  • ચમચી વરીયાળી પાવડર fennel seeds powder
  • ૩/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચપટી હીંગ asafetida
  • નમક સ્વાદ અનુસાર salt
  • કોથમીરની ચટની coriander chutney
  • થોડો ચાટ મસાલો chaat masala
  • તળવા માટે તેલ oil
  • પાણી water
  • સજાવટ માટે:
  • લીલી ચટની green chutney
  • ટોમેટો કેચપ tomato ketchup

Instructions

  • સૌ પ્રથમ પનીરના ક્યુબમાં ચપ્પુ વડે થોડી જગ્યા બનાવી લો. તેની અંદર કોથમીરની ચટની અને ચાટ મસાલો ભરી દો.
  • એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં ધાણા પાવડર, વરીયાળી પાવડર, લાલ મરચું પાવડર, હીંગ અને નમક ઉમેરો. બધીજ વસ્તુઓ સરખી રીતે મિક્ષ કરી, જરૂર અનુસાર પાણી ઉમેરી એક બેટર તૈયાર કરી લો.
  • ધ્યાન રાખો કે બેટર વધુ પડતું પાતળું કે ઘટ્ટ ન બની જાય. એક કડાઈમાં પકોડા તળવા માટે તેલ કાઢી લો.
  • બધાજ પનીર ક્યુબ્સને બેટરમાં રગદોળી એક પછી એક તળવા માટે મુકો. ચકાસણી કરી લો કે તેલ વધુ પડતું ગરમ ણ હોઈ.
  • બધાજ પકોડાને મધ્યમ તાપમાન પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે બધાજ પકોડાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ થોડો ચાટ મસાલો છાંટી, લીલી ચટની અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો.