એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું અને મેથીના દાણા નાંખી ફૂટવા લાગે ત્યારે હીંગ ની સાથે ડુંગળી નાખો. ડુંગળી સોફ્ટ બની જાય ત્યારે તેમાં આદું-લસણની પેસ્ટ નાંખી ૧ મિનીટ સુધી સાંતડો.
હવે તેમાં ટામેટા નાંખી ટામેટા સોફ્ટ બને ત્યારબાદ તેમાં હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, નમક, ધાણા અને જીરું પાવડર નાખો.
બધાજ મસાલાઓને મિક્ષ કરી ૩૦ મિનીટ સુધી પકાવો. હવે તેમાં જરૂર અનુસાર પાણી નાંખી થોડી મીનીટો માટે પકાવો. હવે તેમાં પાપડ નાંખી ૧ મિનીટ માટે પકાવો.
હવે તેમાં દહીં નાંખી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં મસાલા બુંદી નાંખી ૨ મિનીટ માટે મધ્યમ તાપમાન પર પકાવો. હવે ગેસ બંધ કરી તેને એક પ્લેટમાં કાઢી લો.
તેને તળેલા પાપડ, મસાલા બુંદી અને કોથમીર વડે સજાવી રોટલી સાથે સર્વ કરો.