૨ ચમચી તેલને કડાઈમાં ગરમ કરી,તેમાં જીરું, લવીંગ, મરી પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, વરીયાળી પાવડર, હીંગ અને લાલ મરચું પાવડર ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
હવે ટામેટાની પ્યુરી ઉમેરી, બધુજ મિક્ષ કરી ઢાંકી દો અને ૧ મિનીટ માટે મધ્યમ ગેસ પર પકાવો. હવે તેમાં કાજુની પ્યુરી ઉમેરો, મિક્ષ કરો અને ઢાંકી દઈ વધારાની ૧ મિનીટ માટે પકાઓ.
હવે તેમાં વ્હીપ્પડ ક્રીમ ઉમેરી (થોડું સજાવટ માટે બચાવી રાખો) મિક્ષ કકરી લો અને ઢાંકી દઈ ૩-૪ મિનીટ માટે મધ્યમ તાપમાન પકાઓ.
હવે તેમાં ગરમ મસાલો, એલચી પાવડર, ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમરી, તેને ઊંચા તાપ પર તે ઉકળવા લાગે ત્યાં સુધી પકાઓ.
જયારે ગ્રેવી ઉકળવા લાગે ત્યારે ગેસ ધીમો કરી, પનીરના ક્યુબ્સ હળવેથી ઉમેરો જેથી તે તૂટે નહી. હવે તેને ઢાંકી દઈ ૧-૨ મિનીટ માટે ધીમા ગેસ પર પકાઓ.
હવે કસૂરી મેથીને હાથ વડે ક્રશ કરી ગ્રેવીમાં ઉમેરો અંને મિક્ષ કરી લો. સાથોસાથ ખાંડ અને નમક પણ ઉમેરો. તેને ૧-૨ મિનીટ માટે ધીમા-મધ્યમ તાપમાન પર પકાઓ.
હવે ગેસ બંધ કરી શાહી પનીરને સર્વિંગ પ્લેટમાં લઇ ક્રીમથી સજાવી સર્વ કરો.