સૌ પ્રથમ ચોખા અને ચણાની દાળને એક બાઉલમાં લઇ તેમાં દહીં અને પાણી ઉમેરી સરખી રીતે મિક્ષ કરી, ૧-૨ કલાકનો રેસ્ટ આપી દો. ૧-૨ કલાક પછી તેમાં નમક, ગોળ, હળદર પાવડર, આદું-લસણ-મરચાંની પેસ્ટ, કોથમીર અને અજમો નાંખી મિક્ષ કરી લો.
હવે આયરન તવાને ગેસ પર ગરમ કરો, ગરમ થઇ જાય ત્યારે તેમાં ૧ ચમચી તેલ નાંખી તેને પણ ગરમ થવા દો. હવે તેમાં રાઈ અને તલ નાંખી તેને ફૂટવા દો. તે ફૂટવા લાગે કે તરતજ બેટરને તેમાં રેડી દો.
ધ્યાન રાખો કે હાંડવો એક ઇંચ લાંબો અને પિઝ્ઝા જેટલો ઘટ્ટ બને. હવે તેને ઢાંકી દઈ, મધ્યમ ધીમા તાપમાન પર પકાઓ. ૧૦ મિનીટ બાદ તેના પર તલ છાંટી, ૧ ચમચી તેલ નાંખી તેને ફેરવી દો.
૧૦ મિનીટ બાદ ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.