Go Back

Puran Podi Recipe in Gujarati | પુરણ પોળી

How to make Puran poli at home.
Course: sweet
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • કપ ઘઉંનો બાંધેલો લોટ wheat flour dough.
  • કપ ચણા દાળ chana dal.
  • ૧/૨ કપ ગોળ jaggery.
  • ચમચી એલચી પાવડર cardamom powder.
  • ચોખ્ખું ઘી pure ghee.

Instructions

  • સૌ પ્રથમ બાફેલી ચણા દાળને એક નોન-સ્ટીક કડાઈમાં લઇ, ગેસ શરુ કરી તેમાં ગોળ ઉમેરો. ચણા દાળ અને ગોળ મિક્ષ થઇ જાય ત્યારે તેમાં ૧ ચમચી ઘી ઉમેરો.
  • જયારે મિક્ષ્ચર કડાઇમાંથી છુટ્ટું પડવા લાગે તો તેનો મતલબ છે કે મિક્ષ્ચર તૈયાર છે. હવે તેમાં એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરી મિક્ષ્ચર થોડી મીનીટો માટે ઠંડુ પડવા દો.
  • હવે બાંધેલો ઘઉંનો લોટ લઇ તેમાંથી નાના બોલ્સ બનાવી લો. હવે તેમાંથી ક બોલ લઇ તેને પૂરી કે રોટલીની જેમ વણી લો. હવે તેની વચ્ચે સ્ટફીંગ મૂકી બધીજ બાજુથી વાળી લો.
  • હવે તેને ફરીથી પુરીની જેમ વણી લો. આ રીતે બધીજ પુરણ પોળી તૈયાર કરી લો. હવે ગેસ પર તવાને ગરમ કરી તેના પર પૂરણ પોળી મુકો.