Go Back

Sevai Upma Recipe in Gujarati | સેવઈ ઉપમા | Semiya Upma

Sevai upma recipe in gujarati.
Course: Breakfast
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૫૦ ગ્રામ રવાની સેવ sooji sev
  • ચમચી સમારેલ ડુંગળી onion
  • ચમચી સમારેલ ટામેટા tomato
  • ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
  • ચમચી સમારેલ ગાજર carrot
  • ચમચી મેથી mustard seeds
  • ચમચી અડદની દાળ urad daal
  • ચમચી મગફળીના બી ground nut
  • ૩-૪ ચમચી લીલી મરચી green chili
  • ૭-૮ લીંબડાના પાંદ curry leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • થોડી કોથમીર coriander leaves

Instructions

  • સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરી, તેમાં સેવ ઉમેરી ૨-૩ મિનીટ સુધી મધ્યમ આંચ પર શેકી લો. ધ્યાન રાખો કે સેવ તેનો કલર બદલે નહી, તેથી તેને સતત હલાવતા રહો.
  • હવે તેને એક બાઉલમાં લઇ લો. હવે તે જ કડાઈમાં ૨ ચમચી તેલ નાખો. તેમાં બીને નાંખી થોડી મીનીટો સુધી શેકી લો. ત્યારબાદ તેને બાઉલમાં લઇ લો.
  • હવે તેમાં મેથી અને અડદની દાળ નાંખી તેને ફૂટવા લાગે ત્યારબાદ તેમાં લીલી મરચી, લીંબડાના પાંદ નાંખી તેને થોડી વાર સાંતડો. હવે તેમાં ગાજર નાંખી થોડી વાર સાંતડો.
  • હવે તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સીકમ નાંખી બધીજ સામગ્રીઓને થોડી વાર પકાઓ. હવે તેમાં નમક, શેકેલી સેવ, થોડું પાણી નાંખી ઢાંકી દઈ સેવ પાકી જાય ત્યાં સુધી પકાઓ.
  • તેને દરેક મીનીટે હલાવતાં રહો જેથી તે બળે નહી. જયારે સેવ સરખી રીતે પાકી જાય ત્યારે તેમાં તળેલા બી નાંખી સેવઈ ઉપમાને સર્વિંગ પ્લેટમાં લઇ, કોથમીર વડે સજાવી સર્વ કરો.