Go Back

Pinwheel Samosa Recipe in Gujarati | પીન્વ્હીલ સમોસા | Indian Snacks

Pinwheel samosa recipe in gujarati.
Course: snacks
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૨૦૦ ગ્રામ બાફેલ બટાટા boiled potatoes
  • ૨-૩ ચમચી બાફેલ લીલા વટાણા green peas
  • કપ બાંધેલો મેંદાનો લોટ all purpose flour
  • ૨-૩ ચમચી મેંદાનો લોટ all purpose flour
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ચમચી રાઈ mustard seeds
  • ચમચી આમચૂર પાવડર amchur powder
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • તળવા માટે તેલ oil

Instructions

  • સૌ પ્રથમ એક કડાઈમાં ૧ ચમચી જેટલું તેલ ગરમ કરી, તેમાં રાઈ નાંખી તેને ત્ડ્તડવા દો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો.
  • હવે ગેસ ધીમો કરી તેમા હળદર પાવડર, નમક, લાલ મરચુ પાવડર, બાફેલા બટાટા અને લીલા વટાણા ઉમેરો.
  • હવે ગેસ બંધ કરી તેમાં આમચૂર પાવડર ઉમેરી બધાજ મસાલાઓ મિક્ષ કરી લો અને આ સ્ટફીંગને ઠંડું પડવા મૂકી દો.
  • હવે બાંધેલા મેંદાના લોટમાંથી નાના બોલ્સ બનાવી તેને પૂરી અથવા રોટલીની જેમ વણી લો. હવે એક પૂરી લઇ તેમાં વચ્ચે સ્ટફીંગ મૂકી તેનો ટાઈટ રોટ વાડી લો. આ રીતે બધા પીન્વ્હીલ સમોસા બનાવી લો.
  • હવે આ સમોસાને ૧-૨ ઇંચ જેટલા લાંબા ટુકડામાં કાપી લો. આ રીતે ગોળ શેપના પીન્વ્હીલ સમોસા બનાવી લો. હવે આ પીન્વ્હીલ સમોસા પર પાણી લગાવી, તેના પર થોડો મેંદાનો લોટ છાંટી દો.
  • હવે તેને ૨-૩ મિનીટ સુધી એકબાજુ મૂકી દો, જેથી લોટ તેના પર સરખી રીતે ચોંટી જાય. હવે કડાઈમાં તેલ ગરમ મૂકી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે ત્યારે તેમાં સમોસા ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
  • હવે પીન્વ્હીલ સમોસાને તળી લઇ સર્વિંગ પ્લેટમાં લઇ લો અને ગરમા ગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.