કોકમ ચટની બનાવવા માટે સૌ પ્રથમ કોકમને નવશેકા પાણીમાં ૫ મિનીટ સુધી પલાળો. ૫ મિનીટ બાદ તેને મિક્ષ્ચર જારમાં નાંખી, તેમાં ૨-૩ ચમચી જેટલો ગોળ અને નમક ઉમેરી, સરખી રીતે બ્લેન્ડ કરી લો. આ રીતે કોકમ ચટની તૈયાર કરી લો.
હવે લીલી ચટની બનાવવા માટે સૌ પ્રથમ લીલા મરચા, લીંબુનો રસ, નમક, ૧ ચમચી જેટલું પાણી મિક્ષ્ચર જારમાં નાંખી બ્લેન્ડ કરી લો. આ રીતે લીલી ચટની બનાવી લો.
હવે પૂરી બનાવવા માટે મેંદાના લોટને એક બાઉલમાં લઇ તેમાં ઘઉંનો લોટ, નમક અને તેલ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો અને તેને ૫ મિનીટ માટે એકબાજુ મૂકી દો.
હવે કડાઈમાં તેલ ગરમ કરી, બાંધેલા લોટમાંથી પૂરી વણી લો. આ પૂરી ને ગરમ તેલમાં તળી લો. ત્યારબાદ રગડો બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ડુંગળી નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો.
હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો. હવે તેમાં નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બાફેલા લીલા વટાણા, થોડું પાણી ઉમેરી બધાજ મસાલાઓ મિક્ષ કરી લો.
લીલા વટાણાને સ્મેશરની મદદથી સ્મેશ કરી તેને ૫ મિનીટ સુધી પકાઓ. ૫ મિનીટ બાદ ગેસ બંધ કરી દો. હવે રગડો પણ તૈયાર છે.
હવે સૌ પ્રથમ પ્લેટમાં પૂરી લઇ, દરેક પુર પર રગડો નાખો. ત્યારબાદ તેના પર કોકમ ચટની અને લીલી ચટની નાખો. હવે તેના પર થોડો ચાટ મસાલો છાંટો.
હવે તેના પર ડુંગળી અને બેસન સેવ મૂકી સુરતી આલું પૂરી સર્વ કરો.