Go Back

Mix Kathol Na Paratha | મિક્ષ કઠોળના પરોઠા | Indian Paratha Recipe

Mix Kathol na Protha recipe.
Course: Breakfast
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • કપ મેંદા અને ઘઉંનો બાંધેલો લોટ kneaded dough of all purpose flour and wheat flour
  • ચમચી બાફેલ અડદ black gram
  • ચમચી બાફેલ વટાણા peas
  • ચમચી બાફેલ મઠ moth beans
  • ચમચી ફણગાવેલ અને બાફેલ મગ mung beans
  • ચમચી સ્મેશ કરેલા બટાટા potatoes
  • ચમચી તેલ oil
  • ચમચી ઝીણી સમારેલ ડુંગળી chopped onions
  • ચમચી ઝીણા સમારેલ ટામેટા chopped tomatoes
  • ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ ginger-garlic-chili paste
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
  • ચમચી ચાટ મસાલો chaat masala
  • ચમચી ઝીણી સમારેલ કોથમીર coriander leaves
  • પરોઠા શેકવા માટે ઘી અથવા તેલ oil or ghee
  • થોડી મીઠી ચટની sweet chutney
  • થોડું દહીં curd

Instructions

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાંખી તે પારદર્શક બની જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં આદું-લસણ-મરચાની પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો. હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ.
  • હવે તેમાં બાફેલ અડદ, ફણગાવેલ મગ, મઠ અને વટાણા નાખો. ત્યારબાદ તેમાં સ્મેશ કરેલા બટાટા નાખો અને મિક્ષ કરી લો.
  • ત્યારબાદ તેમાં નમક, હળદર પાવડર, ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં ચાટ મસાલો, કોથમીર ઉમેરી ફરીથી આ સ્ટફીંગને મિક્ષ કરી લો.
  • હવે ગેસ બંધ કરી એ સ્ટફીંગને બાઉલમાં કાઢી લો અને એકબાજુ મૂકી દો. હવે બાંધેલા લોટમાંથી નાન બોલ્સ બનાવી તેમાંથી મોટી રોટલી વણી લો.
  • હવે તેની વચ્ચે સ્ટફીંગ મૂકી તેની બધીજ કિનારી ભેગી કરી લો અને ફરીથી એક મોટું પરોઠું વણી લો. આ રીતે બધાજ પરોઠા બનાવી લો.
  • હવે ગેસ પર તવાને ગરમ કરી પરોઠાને બન્ને બાજુ શેકી લો. ત્યારબાદ તેના પર તેલ અથવા ઘી લગાવ સરખી રીતે શેકી લો.
  • બધાજ પરોઠા શેકી લીધા બાદ પરોઠાને ત્રિકોણ શેપમાં કાપી લો અને મીઠી ચટની અને દહીં સાથે સર્વ કરો.