Go Back

Mix veg cheese balls recipe(મિક્ષ વેજ ચીસ બોલ્સ)

Mix veg cheese balls is an exclusive recipe made from mix veggies and cheese, which defines it as a healthy snack.
Prep Time15 mins
Cook Time10 mins
Total Time25 mins
Course: Snack
Cuisine: Indian
Servings: 25 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

 • મુખ્ય સામગ્રીઓ:
 • ૧/૨ કપ છીણેલું ગાજર
 • ૧/૨ કપ કઠોળ
 • ૧/૨ કપ લીલા વટાણા
 • નાના બાફેલા અને છુન્દેલા બટાટા
 • ૧/૨ કપ પનીર
 • ચમચી ચીસ
 • અન્ય સામગ્રીઓ:
 • ચમચી કોર્ન ફ્લોર
 • ૧/૪ કપ મેંદો
 • સમારેલ લીલું મરચું
 • ચમચી સમારેલ કોથીમીર
 • ૧/૪ કપ દૂધ
 • ચમચી જીરું
 • ચમચી ગરમ મસાલો
 • ચપટી બેકિંગ સોડા
 • જરૂર અનુસાર બ્રેડનો ભુક્કો
 • નમક સ્વાદ અનુસાર
 • તળવા માટે તેલ
 • સજાવટ માટે
 • ટોમેટો સોસ અથવા ચીલી સોસ

Instructions

 • બધીજ શાકભાજીઓને સોફ્ટ બની ત્યાં સુધી નમક નાંખી બાફી લો. ત્યારબાદ બાફેલા બટાટાની છાલ ઉતારી બધીજ શાકભાજીઓ મિક્ષ કરી છુંદો કરી લો.
 • હવે તેમાં પનીર, સમારેલા લીલા મરચા અને કોથમીર ઉમેરી મિક્ષ કરો. હવે તેમાં જરૂર અનુસાર નમક, જીરા પાવડર, ગરમ મસાલો, મેંદો, બેકિંગ સોડા ઉમેરી ફરીથી મિક્ષ કરી લો અને સરસ લોટ તૈયાર કરી લો.
 • હવે ચીસ ના નાના ટુકડા કરી લો અને લોટમાંથી નાના બોલ્સ બનાવી લો. ત્યારબાદ ચીસને બોલ ની એકદમ વચ્ચે મૂકી દો. દરેક બોલને દુધમાં ડુબોડી બધી બાજુ બ્રેડનું ભુક્કો લગાવી દો.
 • ત્યારબાદ ફરીથી બોલને દુધમાં ડુબોડી બ્રેડના ભૂક્કામાં ફેરવી દો. હવે બોલ્સને ૧૦-૧૫ મિનીટ માટે ફ્રીઝરમાં મૂકી દો.
 • હવે બધાજ બોલ્સને ગોલ્ડન બ્રાઉન થઇ ત્યાં સુધી તળી લો અને બહાર કાઢી ચીલી સોસ અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.