Vrat Ni Thali Recipe in Gujarati | ઉપવાસ માટેની થાળી | Fasting Recipe

0
627
Vrat ki Thali Recipe, How to Make Vrat ki Thali, Homemade Vrat ki Thali Recipe, How to Cook Vrat Ki Thali, Upvas Thali Recipe, Indian Fasting Recipe, Vrat Recipes, Main Course Recipe. Vrat Ni Thali Recipe
Vrat ki Thali Recipe Photo.

Vrat Ni Thali Recipe in Gujarati | ઉપવાસ માટેની થાળી | Fasting Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, ઘણા લોકો ઉપવાસ દરમ્યાન કઈક નવીન અને સ્વાદિષ્ટ બનાવવાનું ઇચ્છતા હોઈ પરંતુ ઘણી ઓછી એવી વાનગીઓ હોઈ છે કે જે ઉપવાસ દરમ્યાન ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ બનાવી શકાય. ઉપરાંત મોટા ભાગની રેસીપીસ સ્નેક રેસીપીસ જ હોઈ છે, જેથી આજે અમે આપના માટે ન ફક્ત સ્નેક રેસીપી, પરંતુ ઉપવાસ દરમ્યાન ભોજન સમયે લઇ શકાય તેવી આખી થાળી માટેની રેસીપી (Vrat ni Thali) લાવ્યા છીએ. જેમાં પૂરી, શાક અને રાયતા નો પણ સમાવેશ કરાયો છે. આ થાળી આપ વ્રતના સમયે ખુબજ ઝડપથી અને આસાનીથી બનાવી શકો છો.

Vrat ki Thali Recipe, How to Make Vrat ki Thali, Homemade Vrat ki Thali Recipe, How to Cook Vrat Ki Thali, Upvas Thali Recipe, Indian Fasting Recipe, Vrat Recipes, Main Course Recipe.
Vrat Ni Thali Recipe Photo.

ભારત તેહવારોથી ભરેલો દેશ હોવાથી અવાર-નવાર અનેક તેહવારો આવતા હોઈ છે અને ઘણા લોકોને આ તેહવારોમાં ઉપવાસ કરવાનું પણ પસંદ હોઈ છે. આ ઉપવાસ સમયે આપ આ થાળી કોઈની પણ મદદ વગર ઘર પર સરળતાથી બનાવી શકો છો. આ થાળી બનાવવા માટે આપને કુટ્ટુ નો લોટ, સિંગારા નો લોટ, દહીં, બટાટા, કેળા અને અન્ય કેટલીક સામગ્રીઓની જરૂર પડશે. તો ચાલો મિત્રો જોઈએ વ્રત માટેની થાળી બનાવવાની રીત.

વ્રત માટેની થાળી બનાવવા આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧.૨૫ કપ કુટ્ટુ લોટ(kuttu flour)
  • ૧/૪ કપ સિંગારાનો લોટ(singhara flour)
  • ૧ કપ દહીં9curd0
  • ૫-૬ બાફેલ બટાટા(potatoes)
  • ૧ કેળું(banana)

અન્ય સામગ્રીઓ:

  • ૧/૪ ચમચી કાળી મરીનો પાવડર(black pepper powder)
  • ૧ ચપટી એલચી પાવડર(cardamom powder)
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds)
  • ૧ ઝીણું સમારેલ મરચું(green chili)
  • ૧ ઇંચ સમારેલ આદું(ginger)
  • ૧૧/૨ ચમચી દળેલી ખાંડ(powdered sugar)
  • થોડી સમારેલ કોથમીર(coriander leaves)
  • સીન્ધાળું નમક(rock salt)
  • ૧ ચમચી તેલ અથવા ઘી(oil or ghee)
  • પૂરી તળવા માટે તેલ(oil)

વ્રત માટેની થાળી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ દહીંમાં ખાંડ ઉમેરી એકબાજુ મૂકી દો. હવે એક મોટા બાઉલમાં બન્ને લોટ લઇ તેમાં ૧ બટાટુ છીણી લો. હવે તેમાં સિંધાલુ મીઠું ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે તેમાં થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો અને એકબાજુ મૂકી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, બટાટાને નાના ટુકડાઓમાં કાપી લો.
  • જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું, મરી પાવડર, આદું, મરચા ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં બટાટા ઉમેરી મિક્ષ કરો. ત્યારબાદ તેમાં નમક, કોથમીર ઉમેરી મિક્ષ કરો.
  • આ બટાટાની ગ્રેવીને થોડી વાર સુધી પકાવી ગેસ બંધ કરી દો અને આ ગ્રેવીને એકબાજુ મૂકી દો. હવે પૂરી બનવવા માટે બાંધેલા લોટમાંથી નાના બોલ્સ બનાવી તેને સુકા લોટમાં રગદોળી તેને વણી લો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી બધીજ પૂરી એક પછી એક તળી લો. બધીજ પૂરી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  • હવે રાઈતા બનાવવા માટે અગાઉ મિક્ષ કરેલા દહીં અને ખાંડના મિક્ષ્ચરને સરખી રીતે મિક્ષ કરી લો. હવે તેમાં કાપેલ કેળું અને એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો.
  • હવે એક થાળી લઇ તેમાં બટાટાની ગ્રેવી મૂકી, પૂરી અને રાઈતા સાથે સર્વ કરો.

Vrat Ni Thali Recipe in Gujarati | ઉપવાસ માટેની થાળી | Fasting Recipe

Vrat ki thali recipe in gujarati.
Course: Main
Cuisine: Indian
Author: Neelima Mittal

Ingredients

  • ૧.૨૫ કપ કુટ્ટુ લોટ kuttu flour
  • ૧/૪ કપ સિંગારાનો લોટ singhara flour
  • કપ દહીં9curd0
  • ૫-૬ બાફેલ બટાટા potatoes
  • કેળું banana
  • ૧/૪ ચમચી કાળી મરીનો પાવડર black pepper powder
  • ચપટી એલચી પાવડર cardamom powder
  • ૧/૨ ચમચી જીરું cumin seeds
  • ઝીણું સમારેલ મરચું green chili
  • ઇંચ સમારેલ આદું ginger
  • ૧૧/૨ ચમચી દળેલી ખાંડ powdered sugar
  • થોડી સમારેલ કોથમીર coriander leaves
  • સીન્ધાળું નમક rock salt
  • ચમચી તેલ અથવા ઘી oil or ghee
  • પૂરી તળવા માટે તેલ oil

Instructions