Veg Patties Recipe in Gujarati(વેજ પેટીસ રેસીપી)
હેલ્લો ફ્રેન્ડ્સ, લગભગ તમામ લોકોએ બટાટામાંથી બનાવેલ પેટીસ ખાધીજ હશે પણ જો પેટીસ સ્વાદિષ્ટ હોવાની સાથે જો અરોગ્કારક હોઈ તો મ્જ્જાજ પડી જઈ ને!!!… આ પેટીસ તેમાનીજ એક સ્વાદિષ્ટ પેટીસ છે કે જેનું નામ છે વેજ પેટીસ અને વેજ પેટીસ (Veg Patties Recipe) નું ફક્ત નામ જ તેનો પરિચય આપવામાં કાફી છે કે જે શાકભાજીઓ અને અન્ય સામગ્રીઓ માંથી બનાવવામાં આવી છે.

ખુબજ નવીન અને સ્વાદિષ્ટ એવી આ વેજ પેટીસ બનાવવા માટે મુખ્યત્વે બટાટા, તુવેર અને અન્ય સામગ્રીઓનો ઉપયોગ કરાયો છે. આ પેટીસને આપ ટોમેટો કેચપ, લીલી ચટણી અથવાતો લાલ ચટણી સાથે પણ સર્વ કરો શકો છો. બર્થડે પાર્ટી હોઈ કે અન્ય કોઈ ખાસ પ્રસંગ, તમે આ પેટીસ આસાનીથી અને ટૂંક સમયમાંજ બનાવી શકો છો. તો ચાલો મિત્રો, જલ્દીથી બનાવીએ વેજ પેટીસ.
વેજ પેટીસ બનાવવા માટેની સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૪ મોટા, બાફેલા અને છુન્દેલા બટાટા(potato)
- ૧૦૦ ગ્રામ ક્રશ કરેલ લીલી તુવેરના દાણા(green toor)
- ૧ કપ બ્રેડનો ભુક્કો(bread crumbs)
અન્ય સામગ્રીઓ:
- ૩ ચમચી તેલ(oil)
- ૨ ચમચી સુકાઈ ગયેલ નારીયેલ પાવડર(coconut powder)
- ૧ ચમચી ગરમ મસાલો(garam masala)
- ૧ ચમચી ખાંડ(sugar)
- ૨ ચમચી સમારેલ કોથમીર(coriander leaves)
- ૧ ચમચી કીસમીસ(raisins)
- ૧ ચમચી જીરું(cumin seeds)
- ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
- ૧ ચમચી લવીંગ અને તજનો ભુક્કો(clove and cinnamon powder)
- ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ(ginger-chili paste)
- ૧ ચમચી તલ(sesame seeds)
- ૧ ચમચી મરી પાવડર(pepper powder)
- નમક સ્વાદ અનુસાર(salt)
- તળવા માટે તેલ(oil)
સજાવટ માટેની સામગ્રીઓ:
- ટોમેટો કેચપ અથવા તમારી મનપસંદ ચટણી
વેજ પેટીસ બનાવવાની રીત:
- સૌ પ્રથમ ૩ ચમચી તેલ ગરમ કરી તેમાં આખું જીરું, લવીંગ અને તજનો ભુક્કો, આદું મરચાંની પેસ્ટ નાંખી સાંતળી લો. હવે તેમાં તલ નાંખી થોડી મીનીટો માટે પકાવો.
- હવે તેમાં લીલી તુવેરના દાણા નાંખી મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ, નારીયેલ પાવડર, ગરમ મસાલો, કીસમીસ, કોથમીર અને નમક નાંખી સરખી રીતે મિક્ષ કરી લો અને થોડી વાર પાક્યા બાદ ગસ બંધ કરી ઠંડુ પડવા દો.
- હવે એક મોટું બાઉલ લઇ તેમાં બાફેલા અને છુન્દેલા બટાટા નાંખી તેમાં બ્રેડ નો ભુક્કો, સ્વાદ અનુસાર નમક અને મરી પાવડર નાંખી મિક્ષ કરી લો.
- હવે સ્ટફિંગમાંથી એકસરખા કદનાં બોલ્સ બનાવી લો. ત્યારબાદ હાથ પર થોડું તેલ લગાવી, થોડુક બટાટાનું મિશ્રણ લો અને તેમાંથી પાતળું લેયર બનાવો. આ પાતળા લેયરની વચ્ચે સ્ટફિંગનું બોલ મૂકી બધીજ બાજુ થી કવર કરી લો.
- ત્યારબાદ તળવા માટે તેલ ગરમ કરી બધીજ પેટીસ લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને બહાર કાઢી લઇ, ટોમેટો કેચપ અથવા અન્ય ચટણી સાથે સર્વ કરો.
Veg patties recipe in gujarati(વેજ પેટીસ રેસીપી)
Veg patties is an amazing, tempting snack come from Indian continent.
Servings: 55 mins
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૪ મોટા બાફેલા અને છુન્દેલા બટાટા(potato)
- ૧૦૦ ગ્રામ ક્રશ કરેલ લીલી તુવેરના દાણા green toor
- ૧ કપ બ્રેડનો ભુક્કો bread crumbs
- અન્ય સામગ્રીઓ:
- ૩ ચમચી તેલ oil
- ૨ ચમચી સુકાઈ ગયેલ નારીયેલ પાવડર coconut powder
- ૧ ચમચી ગરમ મસાલો garam masala
- ૧ ચમચી ખાંડ sugar
- ૨ ચમચી સમારેલ કોથમીર coriander leaves
- ૧ ચમચી કીસમીસ raisins
- ૧ ચમચી જીરું cumin seeds
- ૧ ચમચી લીંબુનો રસ lemon juice
- ૧ ચમચી લવીંગ અને તજનો ભુક્કો clove and cinnamon powder
- ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ ginger-chili paste
- ૧ ચમચી તલ sesame seeds
- ૧ ચમચી મરી પાવડર pepper powder
- નમક સ્વાદ અનુસાર salt
- તળવા માટે તેલ oil
- સજાવટ માટેની સામગ્રીઓ:
- ટોમેટો કેચપ અથવા તમારી મનપસંદ ચટણી
Instructions