Veg Mayo Sauce Recipe in Gujarati | વેજ મેયો સોસ | Mayonnaise Sauce

0
41
Veg Mayo Sauce Recipe, Mayo Sauce Recipe, Eggless Mayo Sauce Recipe, How to Make Eggless Mayo Sauce at Home, Quick Mayo Sauce Recipe, No Fire Recipe.
Veg Mayo Sauce Recipe Photo.

Veg Mayo Sauce Recipe in Gujarati | વેજ મેયો સોસ | Mayonnaise Sauce.

હેલ્લો ફ્રેન્ડ્સ, વેજ મેયો સોસ (Veg Mayo Sauce Recipe) એ એક એવો સોસ છે, જે સામાન્ય રીતે બધાજ લોકોને સેન્ડવીચ સાથે કે અન્ય કોઈ વાનગીઓ સાથે ખાવો ગમતો હોઈ છે. આ મેયો સોસ સામાન્ય રીતે બજારમાંથી તૈયાર મળી જાય કે, જેમાં ઇંડાનો પણ ઉપયોગ કરતો હોઈ છે. પરંતુ આજે આપણે એગલેસ મેયો સોસ બનાવતા શીખીશું, જે ખુબજ સરળ અને આસાન છે. ઘર પર ખુબજ ઝડપથી અને સ્વાદિષ્ટ વેજ મેયો સોસ બનાવી શકાય છે, જે ખાસ કરીને બાળકોને પસંદ હોઈ છે. આપ આ વેજ મેયો સોસ ઘર બનાવીને તેમને લંચબોક્ષમાં પણ સેન્ડવીચ સાથે આપી શકો છો.

Veg Mayo Sauce Recipe, Mayo Sauce Recipe, Eggless Mayo Sauce Recipe, How to Make Eggless Mayo Sauce at Home, Quick Mayo Sauce Recipe, No Fire Recipe.
Veg Mayo Sauce Recipe Photo.

વેજ મેયો સોસ ઘર પર ખુબજ સામાન્ય સામગ્રીઓ દ્વારા બનાવી શકાય છે. વેજ મેયો સોસ બનવવા માટે આપને મીઠું દહીં, ક્રીમ, ઓલીવ ઓઈલ અને અન્ય કેટલીક સામગ્રીઓની જરૂર પડશે. આ એક સંપૂર્ણ વેજ મેયો સોસ રેસીપી છે, જે આપ નીચે દર્શાવેલ રીતેને અનુસરીને ઘર પર બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ વેજ મેયો સોસ બનાવવાની રીત.

વેજ મેયો સોસ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ તાજું અને મીઠું દહીં(fresh and sweet hung curd).
  • ૨ ચમચી ફ્રેશ ક્રીમ(fresh cream).
  • ૨ ચમચી ઓલીવ ઓઈલ(olive oil).

અન્ય સામગ્રીઓ:

  • ૧/૨ ચમચી મરી પાવડર(black pepper).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ખાંડ જરૂર અનુસાર(sugar).
  • ૧/૨ ચમચી વિનેગર(vinegar).
  • ૧/૨ ચમચી મિક્ષ હેર્બ્સ(mix herbs).

વેજ મેયો સોસ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક મસલીન કાપડ લઇ, તેમાં દહીં નાંખી તેને કિચન સિન્કમાં ટાંગી રાખો. જેથી વધારાનું પાણી નીતરી જાય.
  • તેને ૩૦ મિનીટ સુધી કિચન સિન્કમાં ટાંગી રાખો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઇ લો.
  • તેમાં બધીજ સામગ્રીઓ ઉમેરી દો અને તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી આપને એક ક્રીમી અને ઘટ્ટ ટેક્ષચર ન મળે.
  • તો હોમમેડ વેજ મેયો સોસ રેડી છે. આપ આ સોસમાં ગાર્લિક પાવડર, ચીલી ફ્લેક્ષ અને તાજા ફુદીના જેવા ફ્લેવર્સ ઉમેરી શકો છો.

Veg Mayo Sauce Recipe in Gujarati | વેજ મેયો સોસ | Mayonnaise Sauce

Veg mayo sauce recipe in gujarati.
Course: sauce
Cuisine: Indian
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • કપ તાજું અને મીઠું દહીં fresh and sweet hung curd
  • ચમચી ફ્રેશ ક્રીમ fresh cream
  • ચમચી ઓલીવ ઓઈલ olive oil
  • ૧/૨ ચમચી મરી પાવડર black pepper
  • નમક સ્વાદ અનુસાર salt
  • ખાંડ જરૂર અનુસાર sugar
  • ૧/૨ ચમચી વિનેગર vinegar
  • ૧/૨ ચમચી મિક્ષ હેર્બ્સ mix herbs

Instructions