Veg Fingers Recipe in Gujarati | વેજ ફીન્ગર્સ રેસીપી.
વેજ ફીન્ગર્સ (Veg Fingers Recipe) એ એક અત્યંત સ્વાદિષ્ટ અને ચિલ્ડ્રન સ્પેસીઅલ રેસીપી છે જે ન ફક્ત બાળકો દ્વારા પરંતુ બધીજ ઉમરના વ્યક્તિઓની મનપસંદ ડીશ છે. આ ડીશ ઘણા બધા શાકભાજીઓના મિશ્રણ દ્વારા બનાવવામાં આવતી હોવા ખુબજ હેલ્થી પણ છે સાથોસાથ ટેસ્ટી પણ છે. બાળકો સામાન્ય રીતે, શાકભાજીઓ પસંદ ન કરતા હોવાથી તેનાથી દુર રેહતા હોય છે. પરંતુ આ ડીશ તેમને શાકભાજીઓ ખવડાવવા માટેનો સૌથી શ્રેષ્ટ ઉપાય છે.

આ ડીશમાં મુખ્ય સામગ્રી તરીકે શાકભાજીઓ જેવા કે બટાટા, કોબીજ, ડુંગળી, ગાજર અને કેપ્સીકમ ઉપરાંત અન્ય સામગ્રીનો ઉપયોગ કરાયો છે જે ખુબજ સરળતાથી બજારમાં ઉપલબ્ધ છે. તેથી આપ કોઈ પણ સમયે વેજ ફીન્ગર્સ ઘર પર આસાનીથી બનાવી શકો છો. આ ડીશ એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરવા માટે પણ એક શ્રેષ્ટ ઉપાય છે.
વેજ ફીન્ગર્સ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨ બાફેલા અને મેશ કરેલા બટાટા((mashed potatos)
- ૩ ચમચી સમારેલ કોબીજ(cabbage)
- ૨ ચમચી સમારેલ ડુંગળી(onions)
- ૨ ચમચી સમારેલ ગાજર(carrots)
- ૨ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum)
અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste)
- ૧ ચમચી સોયા સોસ(soya sauce)
- ૧ ચમચી વિનેગાર(vinegar)
- ચપટી હીંગ(asafetida)
- ૩-૪ ચમચી ડ્રાય બ્રેડ ક્ર્મબ્સ(bread crumbs)
- ૨-૩ ચમચી કોર્ન ફ્લોર(corn flour)
- ૧ ચમચી તેલ(oil)
- નમક સ્વાદ અનુસાર(salt)
- તળવા માટે તેલ(oil)
સજાવટ માટે:
- સોયા ચીલી સોસ(soya sauce)
વેજ ફીન્ગર્સ બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી તેને ૧ મિનીટ સુધી સાંતળો. હવે તેમાં સમારેલ કેપ્સીકમ, ગાજર, ડુંગળી અને કોબીજ નાંખી થોડી વાર માટે સાંતળો.
- હવે તેમાં સોયા સોસ, આજીનો મોટો, નમક અને વિનેગર નાંખી ૧-૨ મિનીટ માટે ઊંચા તાપમાન પર મિક્ષ્ચર ને સાંતળો. ધ્યાન રાખો કે શાકભાજીઓ ક્રન્ચી જ રેહવી જોઈએ.
- હવે શાકભાજીઓના મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. તેને થોડી વાર માટે ઠંડુ પડવા દો. જયારે મિશ્રણ ઠંડુ પડી જાય ત્યારે તેમાં બટાટા ઉમેરી મિક્ષ કરી લો.
- હવે તેમાંથી થોડાક મિશ્રણને હથેળીમાં લઇ તેને ફિંગર જેવો શેપ આપી દો. આ રીતે મિશ્રણમાંથી ફીન્ગર્સ બનાવી લો.
- હવે દરેક વેજી ફિંગર પર સરખી રીતે કોર્ન ફ્લોર છાંટી દો. જો કોર્ન સરખી રીતે નહી લાગે તો તે તળવા સમયે તુટવા લાગશે. હવે તેલને ગરમ કરી દર વખતે ૨-૩ વેજી ફીન્ગર્સ નાંખી તે બહારથી ગોલ્ડન બ્રાઉન થઇ જાય સુધી તળી લો.
- આ રીતે બધાજ વેજી ફીન્ગર્સને સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ, તેને સોયા સોસ સાથે સર્વ કરો.
- સોયા સોસ બનાવવા માટે એક બાઉલમાં ૧ ચમચી સોયા સોસ લો. તેમાં ૧ ચમચી ચીલી સોસ, ૧ ચમચી વિનેગર, ૧ ચમચી ખાંડ અને ૧ ચમચી પાણી ઉમેરી મિક્ષ કરી લો અને અંતે શેકેલ તલ ઉમેરો.
Veg fingers recipe in gujarati(વેજ ફીન્ગર્સ રેસીપી)
How to make Chinese Veg fingers at home.
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૨ બાફેલા અને મેશ કરેલા બટાટા (mashed potatos
- ૩ ચમચી સમારેલ કોબીજ cabbage
- ૨ ચમચી સમારેલ ડુંગળી onions
- ૨ ચમચી સમારેલ ગાજર carrots
- ૨ ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
- અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
- ૧ ચમચી સોયા સોસ soya sauce
- ૧ ચમચી વિનેગાર vinegar
- ચપટી હીંગ asafetida
- ૩-૪ ચમચી ડ્રાય બ્રેડ ક્ર્મબ્સ bread crumbs
- ૨-૩ ચમચી કોર્ન ફ્લોર corn flour
- ૧ ચમચી તેલ oil
- નમક સ્વાદ અનુસાર salt
- તળવા માટે તેલ oil
- સજાવટ માટે:
- સોયા ચીલી સોસ soya sauce
Instructions