Vadhela Bhat na Thepla Recipe in Gujarati | વધેલા ભાત ના થેપલા.
નમસ્તે મિત્રો, સામાન્ય રીતે મોટા ભાગની ગૃહિણીઓ અગાઉના દિવસનું વધેલું રાંધણ જવા દેવા કરતા બીજા દિવસે તેમાંથી એક અલગ ડીશ તૈયાર કરવાનું પસંદ કરતી હોઈ છે. આજે અમે આપના માટે તેવી જ લેફ્ટઓવર રાઈસ માંથી બનતી એક વાનગી શીખવીશું. જેનું નામ છે વધેલા ભાત ના થેપલા (Vadhela Bhat na Thepla Recipe). આ રાઈસ થેપલા આપ અગાઉના દિવસના વધેલા ભાતમાંથી આસાનીથી બનાવી શકો છો અને ભાત એક એવ વસ્તુ છે કે જે અવાર-નવાર બનાવવામાં આવતા હોઈ છે અને અવાર-નવાર વધતા હોઈ છે. જેથી તેને રી-યુસ કરવાનો પ્રશ્ન પણ ઉદ્ભવતો હોઈ છે. આ રેસીપીની મદદથી આપ વધેલા ભાતનો એક સરસ રીતે રી-યુસ કરી શકો છો.

આ એક એવી રેસીપી છે જેમાં તમામ ઘરેલું સામગ્રીઓનોજ ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી બધીજ સામગ્રીઓ ઘર પર જ આસાનીથી ઉપલબ્ધ થઇ જશે. ઉપરાંત આ થેપલાંને બ્રેકફાસ્ટ સમયે, ડીનર સમયે કે ભોજન સમયે એમ ગમ્મે ત્યારે લઇ શકાય છે જેથી આપ કોઈ પણ સમયે આ ડીશ બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ભાતમાંથી બનતા થેપલા ની રીત.
વધેલા ભાતના થેપલા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨ કપ વધેલા ભાત(leftover rice).
- ૫૦ ગ્રામ બાજરીનો લોટ(millet flour).
- ૫૦ ગ્રામ ચણાનો લોટ(gram flour).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી ગોળ(વૈકલ્પિક)(jaggery).
- ૧ ચમચી દહીં(curd).
- ૧ ચમચી આચાર મસાલા(achar masala).
- ૧ ૧/૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ(ginger-chili paste).
- ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧ ચમચી અજમો(ajwain).
- ૧ ચમચી તલ(sesame seeds).
- નમક સ્વાદ અનુસાર(salt).
- તેલ જરૂર અનુસાર(oil).
વધેલા ભાત ના થેપલા બનાવવાની રીત:
- એક મોટો બાઉલ લઇ તેમાં ભાત, બાજરીનો લોટ, ચણાનો લોટ, હળદર પાવડર, નમક, આચાર મસાલો, ગોળ, દહીં, તલ, અજમો, આદું-મરચાંની પેસ્ટ ઉમેરી તેમાંથી લોટ બાંધી લો.
- હવે આખા લોટમાંથી નાના સાઈઝના એકસરખા બોલ્સ બનાવી લો. હવે એક પ્લાસ્ટીકની શીટ લઇ તેને તેલ વડે ગ્રીસ કરી લો. હવે એક બોલ લઇ તેને શીટ ની એકદમ વચ્ચેના ભાગે મુકો.
- હવે એક બીજી શીટ લઇ તેને પણ તેલ વડે ગ્રીસ કરી બોલ પર મુકો. હવે વેલણની મદદથી તેને ધીમે ધીમે ગોળ રોટલી ની જેમ વણી લો. ધ્યાન રાખો કે તે રોટલીના પ્રમાણમાં થોડું જાડું હોવું જોઈએ નહી તો તે તૂટી જશે.
- હવે તવાને ગેસ પર મૂકી તેને તેલ થી ગ્રીસ કરી લો અને એક રોટીને તવા પર મુકો. આ રોટીને બન્ને બાજુ તેલ લગાવી તળી લો. આ રીતે બધીજ રોટી બનાવી સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.
Vadhela Bhat na Thepla Recipe in Gujarati | વધેલા ભાત ના થેપલા
Ingredients
- ૨ કપ વધેલા ભાત leftover rice
- ૫૦ ગ્રામ બાજરીનો લોટ millet flour
- ૫૦ ગ્રામ ચણાનો લોટ gram flour
- ૧ ચમચી ગોળ વૈકલ્પિક(jaggery)
- ૧ ચમચી દહીં curd
- ૧ ચમચી આચાર મસાલા achar masala
- ૧ ૧/૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ ginger-chili paste
- ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧ ચમચી અજમો ajwain
- ૧ ચમચી તલ sesam seeds
- નમક સ્વાદ અનુસાર salt
- તેલ જરૂર અનુસાર oil
Instructions