Vaal Nu Shaak Recipe in Gujarati | વાલ નું શાક.
નમસ્તે મિત્રો આજે આપણે વધુ એક હેલ્થી એવી ડીશ શીખીશું જેનું નામ છે વાલ નું શાક (Vaal Nu Shaak). આપણે સૌ જાણીએ છીએ કે વાલ એ શરીર માટે કેટલા હેલ્થી છે કારણકે તેમાં ઘણી એવી માત્રામાં પ્રોટીન રહેલા હોઈ છે. આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ અન્ય શાકની સરખામણીએ બનાવવામાં પણ ઘણો ઓછો સમય લાગશે. આપ આ શાક આપના પરિવારજનો, બાળકો અને મિત્રો માટે પણ બનાવી શકો છો. ઉપરાંત આ શાકને ફક્ત રોટલી અને ભાત સાથે પણ સર્વ શકો છે જેથી આ શાકની સાથે બીજું કઈ બનાવવાની જરૂર નહી પડે.

ગુજરાતી ઘરોમાં આ શાક સામાન્ય રીતે ઘણી વખત બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત ગુજરાતી રાંધણકલામાં ગોળનો ઉપયોગ તમામ રેસિપીમાં થતો હોવાથી આ શાકમાં પણ ગોળનો ઉપયોગ કરાયેલ છે. જેથી તેને સ્વાદ વધુ ટેસ્ટફૂલ લાગે. તો ચાલો મિત્રો જોઈએ વાલનું શાક બનાવવાની રીત.
વાલનું શાક બનાવવા માટેની આવ્શ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ વાલના દાણા (Vaal Beans).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી અજમો(ajwain).
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(kashmiri red chili powder).
- ૧/૨ ચમચી હીંગ(asafetida).
- ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૨ ચમચી ચણાનો લોટ(gram flour).
- ૧ ચમચી ગોળ(jiggery).
- લીંબુનો રસ અડધો ચમચી(lemon juice).
- ૩ ચમચી તેલ(oil).
સજાવટ માટે:
- થોડી તાજી કોથમીર(coriander leaves).
વાલનું શાક બનાવવા માટેની રીત:
- વાલના દાણાને ૬-૭ કલાક સુધી પલાળી, ૬-૭ કલાક બાદ પાણી નીતાંરી તેમાં નમક નાંખી પ્રેસર કુકરમાં ૨ સીટી પડી લો. હવે તેમાંથી પાણી નીતરી, નીતારેલા પાણીને પણ એકબાજુ મૂકી દો.
- હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ મૂકી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં અજમો ઉમેરો, અજમો ફૂટવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
- તેમાં ચણાનો લોટ, હળદર પાવડર, તીખું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી બધાજ મસાલાઓ મિક્ષ કરી લો.હવે ગેસ ચાલુ કરી તેમાં વાલના દાણા ઉમેરી તેને મિક્ષ કરી પાણી ઉમેરો કે જેમાં વાલના દાણા બાફવામાં આવેલ હતા.
- હવે ગ્રેવી ચેક કરી લો અને તેમાં નમક ઉમેરો. તેમાં ગોળ ઉમેરી મિક્ષ કરી લો. તેને ઢાંકી દઈ ૬-૭ મિનીટ સુધી પકાઓ. ૬-૭ મિનીટ બાદ તેમાં લીંબુનો રસ ઉમેરી, ઢાંકી દઈ ૨ મિનીટ માટે પકાઓ.
- ૨ મિનીટ બાદ ગેસ બંધ કરી શાક સર્વિંગ પ્લેટમાં લઇ કોથમીરથી સજાવી રોટલી અથવા ભાત સાથે સર્વ કરો.
Vaal Nu Shaak Recipe in Gujarati | વાલ નું શાક
How to make Lima beans curry/Vaal nu shaak at home.
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૧૦૦ ગ્રામ વાલના દાણા lima beans
- અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી અજમો ajwain
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર kashmiri red chili powder
- ૧/૨ ચમચી હીંગ asafetida
- ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
- નમક સ્વાદ અનુસાર salt
- ૨ ચમચી ચણાનો લોટ gram flour
- ૧ ચમચી ગોળ jiggery
- લીંબુનો રસ અડધો ચમચી lemon juice
- ૩ ચમચી તેલ oil
- સજાવટ માટે:
- થોડી તાજી કોથમીર coriander leaves
Instructions