Tindora Cutlet Recipe in Gujarati | ટીંડોરા કટલેટ | Indian Snacks.
હેલ્લો ફ્રેન્ડ્સ, ટીંડોરા કટલેટ (Tindora Cutlet) રેસીપી એ અગાઉના દિવસનું ઘર પર પડેલુ ટીંડોરામાંથી બનતા શાકમાંથી બનાવવામાં આવેલ એક હેલ્થી રેસીપી છે. નામ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ ટીંડોરામાંથી પણ કટલેટ બનાવી શકાય છે અને આ કટલેટ ખુબજ હેલ્થી કટલેટમાંની એક કટલેટ હોઈ છે. ટીંડોરા અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, જેમ કે ટીંડોરા, ટીંડોળા, થીન્ડલા વગેરે….. મોટા ભાગના લોકો ઘર પર ફક્ત તેનું શાક જ બનાવતા હોઈ છે, કારણકે તેમાંથી બહુજ ઓછા પ્રમાણમાં કોઈ સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. પરંતુ નીચે દર્શાવેલ રેસીપીની મદદથી આપ ઘર પર ટીંડોરામાંથી એક સ્વાદિષ્ટ કટલેટ બનાવી શકો છો.

ગૃહિણીઓ હમેશા ઘર પર વધેલા શાકમાંથી કઈક નવીન બનાવવાનું ઇચ્છતી હોઈ છે, જેથી આપ આ રેસીપીની મદદથી ટીંડોરાના શાકને એક લાજવાબ કટલેટમાં રૂપાંતરિત કરી શકો છો. આ કટલેટ આપ ઝડપથી અને ખુબજ ઓછી સામગ્રીઓની મદદથી બનાવી શકો છો. ઉપરાંત, ટીંડોરા કટલેટ બનાવવાની તમામ સામગ્રીઓ ખુબજ ઘરેલું છે. તો ચાલો મિત્રો જોઈએ ટીંડોરા કટલેટ બનાવવાની રીત.
ટીંડોરા કટલેટ બનાવવા માટેની સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ વધેલા ટીંડોરાનું શાક(tindora curry).
- ૩ ચમચી બાફેલ બટાટા(potatoes).
- ૨ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(onion).
અન્ય સામગ્રીઓ:
- ૧.૨ ચમચી ગરમ મસાલો(garam masala).
- ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧ ચમચી ચાટ મસાલો(chaat masala).
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
- ડ્રાઈ બ્રેડ ક્રમબ અથવા તાજું બ્રેડ ક્રમબ જરૂર અનુસાર(dry bread crumb or fresh bread crumb).
- ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર(coriander leaves).
- નમક સ્વાદ અનુસાર(salt).
- કટલેટ તળવા માટે તેલ(oil).
સજાવટ માટે:
- મીઠી ચટની(sweet chutney).
ટીંડોરા કટલેટ બનાવવાની રીત:
- સૌ પ્રથમ ટીંડોરાના શાકને એક બાઉલમાં લઇ તેમાં સ્મેશ કરેલા બટાટા, નમક જરૂર અનુસાર ઉમેરી, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, ડુંગળી, આદું-લસણ-મરચાંની પેસ્ટ અને કોથમીર જરૂર અનુસાર ઉમેરો.
- હવે તેમાં બ્રેડ ક્રમબ ઉમેરી બધાજ મસાલાઓ હાથ વડે મિક્ષ કરી લો. ધ્યાન રાખો કે મિક્ષ્ચર એકદમ સુકું હોવું જોઈએ. હવે મિક્ષ્ચર તૈયાર છે.
- હવે થોડું મિક્ષ્ચર હાથમાં લઇ તેને કટલેટનો શેપ આપી દો. આ રીતે બધીજ કટલેટ બનાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બધીજ કટલેટને એક પછી એક એમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- હવે કટલેટને સર્વિંગ પ્લેટમાં લઇ ગરમા ગરમ તમારી મનપસંદ ચટની સાથે સર્વ કરો.
Tindora Cutlet Recipe in Gujarati | ટીંડોરા કટલેટ | Indian Snacks
Ingredients
- ૧ કપ વધેલા ટીંડોરાનું શાક tindora curry
- ૩ ચમચી બાફેલ બટાટા potatoes
- ૨ ચમચી ઝીણી સમારેલ ડુંગળી onion
- ૧.૨ ચમચી ગરમ મસાલો garam masala
- ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
- ડ્રાઈ બ્રેડ ક્રમબ અથવા તાજું બ્રેડ ક્રમબ જરૂર અનુસાર dry bread crumb or fresh bread crumb
- ૧ ચમચી ઝીણી સમારેલ કોથમીર coriander leaves
- નમક સ્વાદ અનુસાર salt
- કટલેટ તળવા માટે તેલ oil
- મીઠી ચટની sweet chutney
Instructions