Surti Plaza Recipe in Gujarati | સુરતી પ્લાઝા

0
537
Surti Plaza Recipe. Gujarati Surti Plaza Recipe. Gujarati Fast Food Recipe. Gujarati Cuisine.
Surti Plaza Recipe Photo.

Surti Plaza Recipe in Gujarati | સુરતી પ્લાઝા.

સુરતી પ્લાઝા (Surti Plaza Recipe) એ વધુ એક ગુજરાતની ફેમસ એવી ફાસ્ટ ફૂડ રેસીપી છે જે સુરતની ખુબજ વખણાતી એવી વાનગી છે. આ સુરતી પ્લાઝા એ મુખ્યત્વે મેંદો, વટાણા અને અન્ય મસાલાઓના મિશ્રણ માંથી બનાવવામાં આવે છે જે ખુબજ સ્વાદિષ્ટ અને મસાલેદાર તેવા છે. ગુજરાતી ઘૂઘરાને થોડા ઘણા મળતા આવતા એવા આ સુરતી પ્લાઝા સુરતની લગભગ તમામ રેક્ડીઓમાં અને રસ્તા પર જોવા મળી જાય છે. આજે આપણે આ સુરતી પ્લાઝા ઘર પર બનાવતા શીખીશું.

Surti Plaza Recipe. Gujarati Surti Plaza Recipe. Gujarati Fast Food Recipe. Gujarati Cuisine.
Surti Plaza Recipe Photo.

આ સુરતી પ્લાઝા બનાવવામાં ઘણાજ સરળ છે અને આ રેસિપીમાં ઉપયોગ કરાયેલી તમામ સામગ્રીઓ પણ ઘરેલું એવીજ છે. જેથી આપ કોઈ પણ સમયે આ ફાસ્ટ ફૂડ રેસીપી ઘર પર આસાનીથી બનાવી શકો છો. આ ગુજરાતી વાનગી ને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે અને ભોજન સમયે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી શકાય છે. જેમાં બાળકો તો આ વાનગીને જોઇને જ ખુશ ખુશાલ થઇ જશે. તો ચાલો મિત્રો જોઈએ સુરતી પ્લાઝા બનાવવાની રીત.

સુરતી પ્લાઝા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧ કપ લીલા બાફેલા વટાણા અને લીલી બાફેલી તુવેર(green peas and peagon peas).
  • ૪ ચમચી ટોમેટો કેચપ(tomato ketchup).
  • ૪ ચમચી બેસન સેવ(besan sev).
  • ૧ ચમચી આદું-લસણની પેસ્ટ(ginger chili paste).
  • ૧ ચમચી ખાંડ(sugar).
  • ૨ ચમચી સુકેલું અને છીણેલું નારીયેલ(dry and grated coconut).
  • ૨ ચમચી તેલ(oil).
  • ૧/૨ ચમચી જીરું(cumin seeds).
  • ચપટી હીંગ(asafetida).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૪ ચમચી આમચૂર પાવડર(amchur powder).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • તળવા માટે તેલ(oil).
  • કોથીમીર(coriander leaves).

સુરતી પ્લાઝા બનાવવાની રીત;

  • સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો, જયારે જીરું ફૂટવા લાગે ત્યારે તેમાં હીંગ, અને આદું લસણની પેસ્ટ નાંખી ૩૦ સેકન્ડ સાંતળો.
  • હવે તેમાં બાફેલા લીલા વટાણા અને લીલી તુવેર નાંખી તેને થોડાક છુંદી, બધુજ મિક્ષ કરી લો. હવે હળદર પાવડર, આમચૂર પાવડર, ખાંડ, લીંબુનો રસ અને નમક નાંખી બધુજ મિક્ષ કરી લો.
  • હવે તેમાં સુકેલું નારીયેલ અને કોથમીર નાંખી બધુજ મિક્ષ કરી લો. અને બહાર કાઢી લઇ ઠંડુ પાડવા દો.
  • હવે મેંદાના બાંધેલા લોટમાંથી એક પૂરી બનાવી ૧-૨ ચમચી તૈયાર કરેલ મસાલો ભરી, તેના પર બીજી પૂરી મૂકી, સરખી રીતે દબાવી તેને ચોરસ ટુકડામાં કાપી લો.
  • હવે તેને બધીજ બાજુ દબાવી આ રીતે બધાજ સુરતી પ્લાઝા તૈયાર કરી લો. હવે તળવા માટે તેલ લઇ બધાજ પ્લાઝા ગોલ્ડન બ્રાઉન થિયા ત્યાં સુધી તળી લો.
  • હવે તેને બે ભાગમાં કાપી લઇ તેના પર ટોમેટો કેચપ લગાવી અને થોડીક સેવ મૂકી તૈયાર કરી લો. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ ટોમેટો કેચપ અને કોથમીર સાથે ગાર્નીશ કરો.

Surti plaza recipe in gujarati(સુરતી પ્લાઝા)

How to make surti plaza.
Course: Fast Food
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • કપ લીલા બાફેલા વટાણા અને લીલી બાફેલી તુવેર green peas and peagon peas
  • ચમચી ટોમેટો કેચપ tomato ketchup
  • ચમચી બેસન સેવ besan sev
  • ચમચી આદું-લસણની પેસ્ટ ginger chili paste
  • ચમચી ખાંડ sugar
  • ચમચી સુકેલું અને છીણેલું નારીયેલ dry and grated coconut
  • ચમચી તેલ oil
  • ૧/૨ ચમચી જીરું cumin seeds
  • ચપટી હીંગ asafetida
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૪ ચમચી આમચૂર પાવડર amchur powder
  • ચમચી કોથમીર coriander leaves
  • તળવા માટે તેલ oil
  • કોથીમીર coriander leaves

Instructions