Stuffed Kachori Idli Recipe in Gujarati | સ્ટફડ કચોરી | Idli Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે એક તદ્દન નવીન અને સ્વાદિષ્ટ એવી ફાસ્ટ ફૂડ રેસીપી શીખવા જઈ રહ્યા છીએ. આ ફાસ્ટ ફૂડ રેસીપી એ સ્ટફડ ઈડલી કચોરીની (Stuffed Kachori Idli Recipe) છે, જે સ્વાદમાં એકદમ લાજવાબ અને ટેસ્ટી એવી છે. આપ ખુબજ આસાનીથી અને સરળતાથી આ કચોરી ઈડલી જાતે ઘર પર બનાવી શકો છો. સ્ટફડ કચોર ઈડલી બનાવવી ખુબજ સરળ છે. આપ કોઈ પણ સમયે આવશ્યક સામગ્રીઓની મદદથી આપના પરિવારજનો અને બાળકો માટે કચોરી ઈડલી બનાવી શકો છો. બાળકોને તો આ ફાસ્ટ ફૂડ જોઇને જ મજ્જા પડી જશે.

જો આપ સાઉથ ઇન્ડિયન વાનગીઓ ખાવાના શોકીન હોઈ, તો આપ આ વાનગી ચોક્કસપણે પસંદ પડશે. સ્ટફડ કચોરી ઈડલી બનાવવા માટે આપને ઈડલી માટેની ખીરું, તાજું નારિયેળનું ખમણ, આદું-લસણ-મરચાંની પેસ્ટ વગેરે… જેવી સામગ્રીઓની જરૂર પડશે. આપ બાળકોને લંચબોક્ષમાં પણ કચોરી ઈડલી આપી શકો છો. આપ આ ઈડલી સાથે નારીયેલ ચટની પણ સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ સ્ટફડ કચોરી ઈડલી બનાવવાની રીત.
સ્ટફડ કચોરી ઈડલી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- જરૂર અનુસાર ઈડલીનું ખીરું(idli batter).
- ૫૦ ગ્રામ તુવેર દાળ(split red gram).
- ૧ ચમચી છીણેલ તાજું નારીયેલ(grated coconut).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ(ginger-garlic-chili paste).
- ૧ ચમચી વરીયાળી(fennel seeds).
- ૧ ચમચી તલ(sesame seeds).
- ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder)
- ૧ ચમચી ખાંડ(sugar)
- ૧/૨ ચમચી લીંબુનો રસ(lemon juice)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૧ ચમચી તેલ(oil)
સજાવટ માટે:
- તાજી નારિયેળની ચટની(coconut chutney)
સ્ટફડ કચોરી ઈડલી બનાવવાની રીત:
- સૌ પ્રથમ કડાઇ ગરમ થવા મૂકી, તેમાં તલ, વરીયેલી નાંખી તેને ત્ડ્તડવા દો. ત્યારબાદ તેમાં આદું-લસણ-મરચાણ પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો.
- હવે તેમાં ક્રશ કરેલ તુવેર દાળ, હળદર પાવડર, નમક, ખાંડ નાંખી થોડું પાણી ઉમેરો. ત્યારબાદ તુવેર દાળ સરખી રીતે પાકી જાય ત્યાં સુધી તેને પકાવો.
- હવે તેમાં તાજું નારિયેળનું ખમણ અને લીંબુનો રસ ઉમેરી મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરી આ સ્ટફીંગને બાઉલમાં લઇ લો અને એકબાજુ ઠંડું થવા મૂકી દો.
- જયારે સ્ટફીંગ ઠંડું થઇ જાય ત્યારે તેમાંથી નાની સાઈઝની ટીક્કી બનાવી લો. હવે ઈડલી મોલ્ડ તેલ વડે ગ્રીસ કરી, તેમાં ઈડલીનું ખીરું ઉમેરી દરેક પર ટીક્કી મુકો.
- હવે ફરીથી થોડું ખીરું ઉમેરી આ મોલ્ડને ઢાંકી દઈ ઈડલીને ૧૦-૧૨ મિનીટ સુધી પકાઓ. ૧૦-૧૨ મિનીટ બાદ ગેસ બંધ કરી દો અને મોલ્ડને સ્ટીમર માંથી બહાર કાઢી લો. તેને થોડી વાર માટે ઠંડું પડવા દો.
- હવે સ્ટફડ કચોરી ઈડલીને અન-મોલ્ડ કરી તેને તાજી નારિયેળની ચટની સાથે સર્વ કરો.
Stffued Kachori Idli Recipe in Gujarati | સ્ટફડ કચોરી | Idli Recipe
Ingredients
- જરૂર અનુસાર ઈડલીનું ખીરું idli batter
- ૫૦ ગ્રામ તુવેર દાળ split red gram
- ૧ ચમચી છીણેલ તાજું નારીયેલ grated coconut
- ૧ ચમચી આદું-લસણ-મરચાની પેસ્ટ ginger-garlic-chili paste
- ૧ ચમચી વરીયાળી fennel seeds
- ૧ ચમચી તલ sesame seeds
- ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧ ચમચી ખાંડ sugar
- ૧/૨ ચમચી લીંબુનો રસ lemon juice
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી તેલ oil
- તાજી નારિયેળની ચટની coconut chutney
Instructions
- સૌ પ્રથમ એક કડાઇ ગરમ થવા મૂકી, તેમાં તલ, વરીયેલી નાંખી તેને ત્ડ્તડવા દો. ત્યારબાદ તેમાં આદું-લસણ-મરચાણ પેસ્ટ નાંખી થોડી વાર સાંતડો.
- હવે તેમાં ક્રશ કરેલ તુવેર દાળ, હળદર પાવડર, નમક, ખાંડ નાંખી થોડું પાણી ઉમેરો. ત્યારબાદ તુવેર દાળ સરખી રીતે પાકી જાય ત્યાં સુધી તેને પકાવો.
- હવે તેમાં તાજું નારિયેળનું ખમણ અને લીંબુનો રસ ઉમેરી મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરી આ સ્ટફીંગને બાઉલમાં લઇ લો અને એકબાજુ ઠંડું થવા મૂકી દો.
- જયારેસ્ટફીંગ ઠંડું થઇ જાય ત્યારે તેમાંથી નાની સાઈઝની ટીક્કી બનાવી લો. હવે ઈડલી મોલ્ડ તેલ વડે ગ્રીસ કરી, તેમાં ઈડલીનું ખીરું ઉમેરી દરેક પર ટીક્કી મુકો.