Street Food Style Dahi Puri Recipe in Gujarati | દહીં પૂરી

0
273
Dahi Puri Recipe, How to Make Dahi Puri, Home Made Dahi Puri, Quick Dahi Puri Recipe, Indian Fast Food Recipe, Indian Street Food Recipe. Street Food Style Dahi Puri Recipe.
Dahi Puri Recipe Photo.

Street Food Style Dahi Puri Recipe in Gujarati | દહીં પૂરી.

નમસ્તે મિત્રો, દહીં પૂરી (Street Food Style Dahi Puri) પણ એક ખુબજ પ્રખ્યાત અને રસ્તા પરની તમામ લારીએ મળી જતો નાસ્તો છે. જે ઘણા બધા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. આ દહીં પૂરીનું નામ જ તેનો પરિચય આપી જાય છે. જેમ કે દહીંપૂરી- દહીં અને પુરીનું મિશ્રણ. આ પુરીમાં ન કેવળ દહીંનો પરંતુ તેનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ કરવા અલગ-અલગ ચટણીઓ અને મસાલાઓનો ઉપયોગ કરાયો છે. જેથી આ દહીં પૂરી એકદમ ટેસ્ટી અને ચટપટી વાનગીમાં રૂપાંતરિત થઇ જાય. આપ જો બહારનું ભેળસેળ યુક્ત ખાવા કરતા ઘર નું કઈક હેલ્થી અને ટેસ્ટી ફાસ્ટફૂડ ખાવા ઇચ્છતા હો, તો ઘર પર આ દહીં પૂરી આસાનીથી બનાવી શકો છો.

Dahi Puri Recipe, How to Make Dahi Puri, Home Made Dahi Puri, Quick Dahi Puri Recipe, Indian Fast Food Recipe, Indian Street Food Recipe.
Street Food Style Dahi Puri Recipe Photo.

આ દહીં પૂરીને આપ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો, નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો અને રાતના સમયે મુખ્ય ડીશ તરીકે પણ સર્વ કરી શકો છો. બાળકોને તો આ દહીં પૂરી ચોક્કસપણે પસંદ પડશે. ઉપરાંત મોટાઓને પણ આ ટેસ્ટી નાસ્તો પસંદ પડશે. આ દહીં પૂરી નીચ્ચે આપેલ સામગ્રીઓ અને રીતની મદદથી ખુબજ આસાનીથી ઘર પર બનાવી શકાઈ છે. તો ચાલો મિત્રો, જોઈએ દહીં પૂરી બનવવાની રીત.

દહીં પૂરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • 10-12 પાણીપુરીની પૂરી(puris of pani puri).
  • ૨ ચમચી દહીં(sweet curd).

અન્ય સામગ્રીઓ:

  • ૨ નાના બાફેલા બટાટા(boiled potatoes).
  • ૨ ચમચી કાળા ચણા(black chana).
  • ૨ ચમચી સમારેલ ડુંગળી(onion).
  • લીલી ચટની જરૂર અનુસાર(green chutney).
  • ગોળ-આંબલીની ચટની(jaggery-tamrind chutney).
  • લસણ વાળી ચટની જરૂર અનુસાર(garlic red chutney).
  • ૧ ચમચી ચાટ મસાલો(chaat masala)..
  • ૧/૨ ચમચી સંચર(rock salt).
  • બેસન સેવ જરૂર અનુસાર(besan sev).

સજાવટ માટે:

  • થોડી કોથમીર(coriander leaves).

દહીં પૂરી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બાફેલા બટાટા, બાફેલા ચણા, ડુંગળી, ચાટ મસાલો, સંચરને બાઉલમાં લઇ મિક્ષ કરી લો. હવે પૂરીને એક પ્લેટમાં લઇ લો અને તેમાં નાના કાણા પાડી લો.
  • હવે આ પુરીમાં બટાટા વાળું મિશ્રણ ઉમેરો. હવે તેની ઉપર થોડી બેસન સેવ મુકો. તેના પર લાલ ચટની, લીલી ચટની, ગોળ-આંબલીની ચટની મુકો.
  • હવે તેના પર ઘણું બધું દહીં રેડી તેને કોથમીર વડે સજાવી સર્વ કરો.

Street Food Style Dahi Puri Recipe in Gujarati | દહીં પૂરી

How to make dahi puri at home.
Course: Fast Food
Cuisine: Indian
Author: Rakesh prajapti

Ingredients

  • 10-12 પાણીપુરીની પૂરી puris of pani puri
  • ચમચી દહીં sweet curd
  • નાના બાફેલા બટાટા boiled potatoes
  • ચમચી કાળા ચણા black chana
  • ચમચી સમારેલ ડુંગળી onion
  • લીલી ચટની જરૂર અનુસાર green chutney
  • ગોળ-આંબલીની ચટની jaggery-tamrind chutney
  • લસણ વાળી ચટની જરૂર અનુસાર garlic red chutney
  • ચમચી ચાટ મસાલો chaat masala
  • ૧/૨ ચમચી સંચર rock salt
  • બેસન સેવ જરૂર અનુસાર besan sev
  • થોડી કોથમીર coriander leaves

Instructions

  • સૌ પ્રથમ બાફેલા બટાટા, બાફેલા ચણા, ડુંગળી, ચાટ મસાલો, સંચરને બાઉલમાં લઇ મિક્ષ કરી લો. હવે પૂરીને એક પ્લેટમાં લઇ લો અને તેમાં નાના કાણા પાડી લો.
  • હવે આ પુરીમાં બટાટા વાળું મિશ્રણ ઉમેરો. હવે તેની ઉપર થોડી બેસન સેવ મુકો. તેના પર લાલ ચટની, લીલી ચટની, ગોળ-આંબલીની ચટની મુકો.
  • હવે તેના પર ઘણું બધું દહીં રેડી તેને કોથમીર વડે સજાવી સર્વ કરો.