Soya Wadi Nu Shaak Recipe in Gujarati | સોયા વડી નું શાક.
સોયા ચ્ન્ક્સ એ પ્રોટીન મેળવવા માટેનો ખુબજ સારો એવો સ્ત્રોત છે ઉપરાંત ઘણા બધા અન્ય પણ ફાયદાકારક ગુણધર્મ ધરાવે છે. આ સોયા વડી નું શાક (Soya Wadi nu Shaak) સ્વાદમાં પણ ઓછુ સ્પાઈસી હોવાથી નાના થી માંડીને મોટા સુધીના તમામ લોકો ખાઈ શકે છે. સ્વાદમાં પણ આ શાક એકદમ સ્વાદિષ્ટ એવું હોઈ છે. જેથી કરીને ટેસ્ટની સાથે હેલ્થ પણ જળવાય રહેશે. આ શાક બધા લોકો ઘર પર ઓછુ બનાવતા હોઈ છે. પરંતુ આ શાક જો ચોક્કસ પદ્ધતિથી અને સ્વાદિષ્ટ રીતે બનવવામાં આવે તો આપ આપના રોજીંદા મેન્યુમાં પણ ઉમેરી શકો છો.

આ શાક બનાવવું ખુબજ સહેલું છે. આ શાક બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ પણ ઘરેલું છે. આ શાકને આપ લંચ અને ડીનર એમ બન્ને સમયે સર્વ કરી શકો છો. આ શાકને રોટલી અથવા અન્ય કો બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો. આ શાક બનવવાની રીત ખુબજ સરળ છે. તો ચાલો મિત્રો જોઈએ સોયા વડી કરી બનવવાની રીત.
સોયા વડી કરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૫૦ ગ્રામ સોયા ચ્ન્ક્સ(soya chunks).
- ૨ મધ્યમ કદની સમારેલી ડુંગળી(onion).
- ૧ મોટું સમારેલું ટમેટું(tomato).
- ૩ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી જીરું(cumin seeds).
- ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧/૨ ચમચી ધાણા પાવડર(coriander powder).
- ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૨-૩ ચમચી તેલ(oil).
સોયા ચ્ન્ક્સ વડી કરી બનાવાવની રીત:
- સૌ પ્રથમ એક બાઉલમાં થોડું ગરમ પાણી લઇ, તેમાં નમક અને સોયા ચ્ન્ક્સ ઉમેરી ઢાંકી દઈ, તેને ૧૫-૨૦ મિનીટ માટે એકબાજુ મૂકી દો, જેથી સોયા ચ્ન્ક્સ પાણીને શોષી લે અને સોફ્ટ બની જાય.
- ધ્યાન રાખો કે સોયા ચ્ન્ક્સ સારી કવોલીટીના હોઈ. કારણકે સાદા સોયા ચ્ન્ક્સ પાણીમાં ઓગળી જશે અથવા તો સોફ્ટ નહી બને. ૧૦-૧૫ મિનીટ બાદ સોયા ચ્ન્ક્સને પાણીમાંથી બહાર કાઢી લો. તેને હાથ વડે દબાવી વધારાનું પાણી કાઢી લો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરી બધાજ સોયા ચ્ન્ક્સને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આ સોયા ચ્ન્ક્સને પ્લ્તમાં કાઢી લઇ એકબાજુ મૂકી દો.
- હવે એક મિક્ષચર જારમાં ૧ ઇંચ આદુના ૩ ટુકડા, ૧૦-૧૨ લસણની કરી, ૧ સમારેલ ડુંગળી, ૨-૩ ચમચી પાણી ઉમેરી બ્લેન્ડ કરી લો અને પેસ્ટ બનાવી લો.
- હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું ઉમેરી ફૂટવા દો. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી, ડુંગળી પારદર્શક બની જાય ત્યાં સુધી પકાઓ.
- હવે તેમાં આદું-લસણ-ડુંગળીની પેસ્ટ અને નમક નાંખી તે તેલ છોડવા લાગે ત્યાં સુધી પકાઓ. જયારે ગ્રેવી તેલ છોડવા લાગે ત્યારે તેમાં નમક, હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ટામેટા નાંખી બધાજ મસાલાઓને થોડી વાર પકાઓ.
- હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી અને ત્યારબાદ સોયા ચ્ન્ક્સ ઉમેરી મિક્ષ કરી લો. ગેસ ધીમો કરી ઢાંકી દઈ, ૩-૪ મિનીટ સુધી તેને પકાઓ. ૩-૪ મિનીટ બાદ ઢાંકણ ખોલી તેમાં ગરમ મસાલો ઉમેરી ઢાંકી દઈ, ૧ મિનીટ સુધી પકાઓ.
- ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી શાકને સર્વિંગ પ્લેટમાં લઇ રોટલી અથવા રાઈસ સાથે સર્વ કરો.
Soya Wadi Nu Shaak Recipe in Gujarati | સોયા વડી નું શાક
How to make Soya wadi curry at home.
Ingredients
- ૫૦ ગ્રામ સોયા ચ્ન્ક્સ soya chunks
- ૨ મધ્યમ કદની સમારેલી ડુંગળી onion
- ૧ મોટું સમારેલું ટમેટું tomato
- ૩ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
- ૧ ચમચી જીરું cumin seeds
- ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
- ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
- નમક સ્વાદ અનુસાર salt
- ૨-૩ ચમચી તેલ oil
Instructions