Soya Chunks nu Shaak Recipe in Gujarati | સોયા ચ્ન્ક્સ નું શાક.
આપણે સૌ જાણીએ છીએ કે સોયા એ પ્રોટીનથી ભરપુર અને અન્ય પણ ઘણા બધા ગુણધર્મ ધરાવે છે. આ એક કરી રેસીપી (Soya Chunks nu Shaak) અથવા સાઈડ દિશ છે જેમાં ડુંગળી, ટામેટા અને અન્ય મસાલાઓની ગ્રેવીની મદદથી આ શાક ને અલગ જ સ્વાદિષ્ટ સ્વાદ આપવામાં આવ્યો છે. આ શાક ન કેવળ બાળકોને પરંતુ મોટા અને વૃદ્ધોને પણ પસંદ પડે તેવું છે. ખાવામાં ખુબજ હેલ્થી હોવાથી આપ આપના રોજીંદા મેન્યુમાં પણ આ શાકને એડ કરી શકો છો. કારણકે સામાન્ય રીતે રોટી અને ફુલકા સાથે કઈક નવીન શાક બનાવવાનો પ્રશ્ન દરેક ગૃહિણીઓને નડતો હોઈ છે. તો શાક આપની મુશ્કેલી તરતજ હલ કરી દેશે.

આ શાક બનાવવું ખુબજ સહેલું છે. આ શાકને આપ આપની ઘરેલું સામગ્રીઓની મદદથી ઘર પર આસાનીથી બનાવી શકો છો. ધ્યાન રાખો કે હમેશા સારી કવોલીટીના સોયા ચ્ન્ક્સ વાપરવા. જેથી ટેસ્ટ પણ જળવાય રહે અને હેલ્થ પણ. તો ચાલો મિત્રો જોઈએ સોયા ચ્ન્ક્સ ગ્રેવી કરી બનાવાવની રીત.
સોયા ચ્ન્ક્સ નું શાક (Soya Chunks nu Shaak) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૫૦ ગ્રામ સોયા ચ્ન્ક્સ(soya chunks).
- ૩ ચમચી સોયા ગ્રાન્યુલ્સ(soya granules).
- ૧ મધ્યમ કદનું સમારેલ ટમેટું(tomato).
- ૫૦ ગ્રામ વ્હીપ કરેલ દહીં(whipped curd).
- ૨ મધ્યમ કદની તળેલી ડુંગળી(fried onions).
- ૧ ચમચી દહીં(curd).
- ૪-૫ કાજુ(cashew nut).
અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી આદું-લસણની પેસ્ટ(ginger-garlic paste).
- ૩ ચમચી એલચી(cardamom).
- ૧ જાવીનત્રી(myristica fragrance).
- ૩ ચમચી તેલ અથવા ઘી(oil and ghee).
- ૧ ઇંચ એલચી સ્ટીક(cardamom stick).
- ૩-૪ મરી(black pepper).
- ૩ લવીંગ(cloves).
- ૧ બાદિયાન(star anise).
- ૧ તમાલ પત્ર(bay leaf).
- ૧ કાળી એલચી(black cardamom).
- ૧/૨ હળદર પાવડર(turmeric powder).
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(kashmiri red chili powder).
- ૧ ચમચી ધાણા પાવડર(coriander powder).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૧ ચમચી ગરમ મસાલો(garam masala).
સજાવટ માટે:
- ૨ સુકા લાલ મરચા(dry red chilies).
- થોડી તળેલી ડુંગળી(fried onions).
સોયા ચ્ન્ક્સ નું શાક (Soya Chunks nu Shaak) બનાવવાની રીત:
- સૌ પ્રથમ સોયા ચ્ન્ક્સને થોડા ગરમ કરેલા પાણીમાં નાંખી નમક ઉમેરી, ૧૦-૧૫ મિનીટ માટે એકબાજુ મૂકી દો. હવે સોયા ગ્રાન્યુઅલ્સને પણ થોડા ગરમ કરેલા પાણીમાં ઉમેરી ૧૦-૧૫ મિનીટ સુધી એકબાજુ મૂકી દો.
- ૧૦-૧૫ મિનીટ બાદ સોયા ચ્ન્ક્સ અને સોયા ગ્રાન્યુઅલ્સ્ને પાણીમાંથી બહાર કાઢી હાથ વડે દબાવી પાણી નીતારી લો અને બન્નેને જુદા જુદા બાઉલમાં કાઢી લો.
- હવે કડાઈમાં તેલ ગરમ કરી, સોયા ચ્ન્ક્સને તળી લઇ એક બાઉલમાં કાઢી લો. હવે મિક્ષ્ચર જાર લઇ તેમાં તળેલી ડુંગળી, કાજુ, ૧ ચમચી દહીં ઉમેરી બધુજ બ્લેન્ડ કરી લો.
- હવે ઘી અને તેલ બન્નેને કડાઈમાં ગરમ કરી તેમાં લીલી એલચી, જાવીન્ત્રી, તમાલ પત્ર, લવીંગ, બાદિયાન, મરી અને કાળી એલચી ઉમેરો. આ બધાજ મસાલાઓ ઉમેરતી વખતે ધ્યાન રાખો કે ગેસ ધીમો રાખો જેથી મસાલાઓ બળે નહી અને સરસ સુગંધ મુકે.
- હવે તેમાં વ્હીપ કરેલ દહીં ઉમેરી, ગેસ ધીમો કરી નાખો અને તેને ઢાંકી દઈ, ત્યાં સુધી પકાઓ કે જ્યાં સુધી દહીં તેલ છોડવા લાગે. હવે તેમાં આદું-લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, નમક ઉમેરી બધાજ મસાલાઓ સાથે મિક્ષ કરી થોડી વાર પકાઓ.
- હવે તેમાં દહીં, આગાઉ બનાવેલ તળેલી ડુંગળીની પેસ્ટ અને સોયા ગ્રાન્યુઅલ્સ ઉમેરી થોડી વાર સુધી પકાઓ. હવે તેમાં સોયા ચ્ન્ક્સ, ટામેટા અને જરૂર અનુસાર પાણી ઉમેરી ઢાંકી દઈ, ગ્રેવી તેલ છોડવા લાગે ત્યાં સુધી પકાઓ.
- જયારે ગ્રેવી તેલ છોડવા લાગે ત્યારે ઢાંકણ ખોલી ગરમ મસાલો ઉમેરી ઢાંકી દઈ ફરીથી ૧ મિનીટ સુધી પકાઓ. ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી શાકને સર્વિંગ પ્લેટમાં લઇ તળેલી ડુંગળી અને સુકા લાલ મરહ વડે સજાવી સર્વ કરો.
Soya Chunks nu Shaak Recipe in Gujarati | સોયા ચ્ન્ક્સ નું શાક
Ingredients
- ૫૦ ગ્રામ સોયા ચ્ન્ક્સ soya chunks
- ૩ ચમચી સોયા ગ્રાન્યુલ્સ soya granules
- ૧ મધ્યમ કદનું સમારેલ ટમેટું tomato
- ૫૦ ગ્રામ વ્હીપ કરેલ દહીં whipped curd
- ૨ મધ્યમ કદની તળેલી ડુંગળી fried onions
- ૧ ચમચી દહીં curd
- ૪-૫ કાજુ cashew nut
- ૨ ચમચી આદું-લસણની પેસ્ટ ginger-garlic paste
- ૩ ચમચી એલચી cardamom
- ૧ જાવીનત્રી myristica fragrance
- ૩ ચમચી તેલ અથવા ઘી oil and ghee
- ૧ ઇંચ એલચી સ્ટીક cardamom stick
- ૩-૪ મરી black pepper
- ૩ લવીંગ cloves
- ૧ બાદિયાન star anise
- ૧ તમાલ પત્ર bay leaf
- ૧ કાળી એલચી black cardamom
- ૧/૨ હળદર પાવડર turmeric powder
- ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૨ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર kashmiri red chili powder
- ૧ ચમચી ધાણા પાવડર coriander powder
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી ગરમ મસાલો garam masala
- ૨ સુકા લાલ મરચા red chili
- થોડી તળેલી ડુંગળી fried onions
Instructions