Sevai Upma Recipe in Gujarati | સેવઈ ઉપમા | Semiya Upma

0
1121
Sevai Upma Recipe in Hindi, Sevaiya Upma Recipe, Semiya Upma Recipe, Vermicelli Upma Recipe, How to Make Sevai Upma Recipe, Indian Breakfast Recipe.
Sevai Upma Recipe in Hindi Photo.

Sevai Upma Recipe in Gujarati | સેવઈ ઉપમા | Semiya Upma.

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે અમે આપના માટે એક ખુબજ હેલ્થી અને સ્વાદિષ્ટ એવી ઉપમા રેસીપી લાવ્યા છીએ, જેનું નામ છે સેવઈ ઉપમા (Sevai Upma Recipe). સામાન્ય રીતે આ ઉપમા ડીશ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ ફેમસ એવી ડીશ છે, જે સવારમાં નાસ્તાના સમયે સર્વ કરવામાં આવે છે. આ ઉપમા સાઉથ ઇન્ડિયાના લોકો ખુબજ પસંદ કરે છે અને અવાર-નવાર ઘર પર સવારના સમયે બનાવતા હોઈ છે. આ ઉપમા બનાવવા માટે મુખત્વે સેવ, ડુંગળી, ટામેટા, કેપ્સીકમ અને ગાજરની જરૂરિયાત પડે છે. આ તમામ હેલ્થી શાકભાજીઓ અને સેવની મદદથી એક હેલ્થી અને સ્વાદિષ્ટ ડીશ તૈયાર કરી શકાય છે અને સર્વ કરી શકાય છે.

Sevai Upma Recipe in Hindi, Sevaiya Upma Recipe, Semiya Upma Recipe, Vermicelli Upma Recipe, How to Make Sevai Upma Recipe, Indian Breakfast Recipe.
Sevai Upma Recipe Photo.

આપ સેવઈ ઉપમા આપના પરિવારજનો, બાળકો અને મેહમાનો માટે બનાવી શકો છો. તેઓને આ ઉપમા ચોક્સ્સ્પણે પસંદ આવશે. કોઈ તેહવાર હોઈ કે પાર્ટી, આપ આ સેવઈ ઉપમા ખુબજ ઓછા સમયમાં બનાવીને તમામ લોકોને સર્વ કરો શકો છો. આપ નાસ્તા માટે પણ આ ઉપમા બનાવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ સેવઈ ઉપમા બનાવવાની રીત.

સેવઈ ઉપમા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૫૦ ગ્રામ રવાની સેવ(sooji sev).
  • ૩ ચમચી સમારેલ ડુંગળી(onion).
  • ૩ ચમચી સમારેલ ટામેટા(tomato).
  • ૨ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum).
  • ૨ ચમચી સમારેલ ગાજર(carrot).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી મેથી(mustard seeds).
  • ૧ ચમચી અડદની દાળ(urad daal).
  • ૨ ચમચી મગફળીના બી(ground nut).
  • ૩-૪ ચમચી લીલી મરચી(green chili).
  • ૭-૮ લીંબડાના પાંદ(curry leaves).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૩ ચમચી તેલ(oil).

સજાવટ માટે:

  • થોડી કોથમીર(corinader leaves).

સેવઈ ઉપમા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરી, તેમાં સેવ ઉમેરી ૨-૩ મિનીટ સુધી મધ્યમ આંચ પર શેકી લો. ધ્યાન રાખો કે સેવ તેનો કલર બદલે નહી, તેથી તેને સતત હલાવતા રહો.
  • હવે તેને એક બાઉલમાં લઇ લો. હવે તે જ કડાઈમાં ૨ ચમચી તેલ નાખો. તેમાં બીને નાંખી થોડી મીનીટો સુધી શેકી લો. ત્યારબાદ તેને બાઉલમાં લઇ લો.
  • હવે તેમાં મેથી અને અડદની દાળ નાંખી તેને ફૂટવા લાગે ત્યારબાદ તેમાં લીલી મરચી, લીંબડાના પાંદ નાંખી તેને થોડી વાર સાંતડો. હવે તેમાં ગાજર નાંખી થોડી વાર સાંતડો.
  • હવે તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સીકમ નાંખી બધીજ સામગ્રીઓને થોડી વાર પકાઓ. હવે તેમાં નમક, શેકેલી સેવ, થોડું પાણી નાંખી ઢાંકી દઈ સેવ પાકી જાય ત્યાં સુધી પકાઓ.
  • તેને દરેક મીનીટે હલાવતાં રહો જેથી તે બળે નહી. જયારે સેવ સરખી રીતે પાકી જાય ત્યારે તેમાં તળેલા બી નાંખી સેવઈ ઉપમાને સર્વિંગ પ્લેટમાં લઇ, કોથમીર વડે સજાવી સર્વ કરો.

Sevai Upma Recipe in Gujarati | સેવઈ ઉપમા | Semiya Upma

Sevai upma recipe in gujarati.
Course: Breakfast
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૫૦ ગ્રામ રવાની સેવ sooji sev
  • ચમચી સમારેલ ડુંગળી onion
  • ચમચી સમારેલ ટામેટા tomato
  • ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
  • ચમચી સમારેલ ગાજર carrot
  • ચમચી મેથી mustard seeds
  • ચમચી અડદની દાળ urad daal
  • ચમચી મગફળીના બી ground nut
  • ૩-૪ ચમચી લીલી મરચી green chili
  • ૭-૮ લીંબડાના પાંદ curry leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • થોડી કોથમીર coriander leaves

Instructions