Sev Tomato Gravy Recipe in Gujarati | સેવ ટમેટો

0
226
Sev Tomato Gravy Recipe, Sev Tomato Curry Recipe, Sev Tamatar ki Subzi Recipe, Sev Tameta nu Shaak Recipe, Gujarati Curry Recipe.
Sev Tomato Gravy Recipe Photo.

Sev Tomato Gravy Recipe in Gujarati | સેવ ટમેટો.

નમસ્તે મિત્રો,આજે આપણે વધુ એક અત્યંત ટેસ્ટી કરી રેસીપી શીખીશું જેનું નામ છે સેવ ટમેટો ગ્રેવી (Sev Tomato Gravy Recipe) કરી. આ શાક ગુજરાત અને રાજસ્થાન એમ બને રાજ્યોનું અત્યંત પ્રસિદ્ધ એવી શાક છે જે સામાન્ય રીતે રોટલા, પરોઠા અને રોટલી સાથે સર્વ કરવામાં આવે છે. આ શાક બનાવવાની રીત ઘણીજ ટૂંકી અને અત્યંત સરળ એવી છે. ગુજરાતી ઘરોમાં આ શાક ઘર પર અવાર-નવાર બનાવવામાં આવતું હોઈ છે. ઉપરાંત કોઈ પણ ખાસ પ્રસંગે કે પછી તેહ્વારો પર પણ બનાવવામાં આવે છે.

Sev Tomato Gravy Recipe, Sev Tomato Curry Recipe, Sev Tamatar ki Subzi Recipe, Sev Tameta nu Shaak Recipe, Gujarati Curry Recipe.
Sev Tomato Gravy Recipe Photo.

આ શાક બનાવવા માટે ઉપયોગ માં લેવામાં આવેલ તમામ સામગ્રીઓ ખુબજ સરળતાથી ઉપલબ્ધ થઇ જાય તેવી છે અને રીત પણ ઘણી સરળ છે. મેહ્માનોની સામે સર્વ કરવા માટે પણ આ શાક એક ઉત્તમ વિકલ્પ છે. આ શાકનો સ્વાદ પણ ખટમીઠો હોવાથી લગભગ તમામ લોકોને પસંદ પડે છે. સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ આ શાક હેલ્થી પણ છે. તો ચાલો મિત્રો જોઈએ સેવ ટોમેટો ગ્રેવી બનાવવાની રીત.

સેવ ટમેટો ગ્રેવી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૪૦૦ ગ્રામ ટામેટા(tomatoes).
  • ૧૦૦ ગ્રામ રતલામી સેવ(ratlami sev).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી વરીયાળી(fennel seeds).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧-૨ ગોળ(jaggery).
  • ૧/૨ ચમચી શાહી ગરમ મસાલો(shahi garam masala).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૩ ચમચી તેલ(oil).

સેવ ટમેટો ગ્રેવી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ટામેટાને ધોઈ તેને સરખા ટુકડાઓમાં કાપી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું અને વરીયાળી નાંખી ફૂટવા દો.
  • હવે તેમાં સમારેલા ટામેટા ઉમેરી મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, નમક, ગોળ ઉમેરી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો.
  • તેને ઢાંકી દઈ ૨-૩ મિનીટ માટે પકાઓ. ૨-૩ મિનીટ બાદ તેમાં શાહી ગરમ મસાલો ઉમેરી, ઢાંકી દઈ ૧ મિનીટ સુધી પકાઓ. ૧ મિનીટ બાદ ઢાંકણ ખોલી તેમાં રતલામી સેવ ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે તેને વધુ ૧ મિનીટ માટે પકાઓ. સેવ ઉમેર્યા બાદ બધુજ વધારાનું પાણી શોસાય જશે અને શાક ઘટ્ટ બની જશે. હવે ૧ મિનીટ બાદ ગેસ બંધ કરી શાકને સર્વિંગ પ્લેટમાં લઇ રોટલી અથવા રાઈસ સાથે સર્વ કરો.

Sev Tomato Gravy Recipe in Gujarati | સેવ ટમેટો

How to make sev tomato gravy at home.
Course: Curries
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૪૦૦ ગ્રામ ટામેટા tomatoes.
  • ૧૦૦ ગ્રામ રતલામી સેવ ratlami sev.
  • ચમચી વરીયાળી fennel seeds.
  • ચમચી જીરું cumin seeds.
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder.
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder.
  • ૧-૨ ગોળ jaggery.
  • ૧/૨ ચમચી શાહી ગરમ મસાલો shahi garam masala.
  • નમક સ્વાદ અનુસાર salt.
  • ચમચી તેલ oil.

Instructions