Sev Khamani Recipe in Gujarati | Surti Sev Khamani | સેવ ખમણી

0
1040
Surti Sev Khamani Recipe, Sev Khamani Recipe, Gujarati Sev Khamani Recipe, Instant Sev Khamani Recipe, Gujarati Snacks Recipe.
Surti Sev Khamani Recipe Photo.

Sev Khamani Recipe in Gujarati | Surti Sev Khamani | સેવ ખમણી

સેવ ખમણી (Sev Khamani Recipe) એ સુરતનું ખુબજ પોપ્યુલર એવું ગુજરાતી ફરશાણ છે. આ ફરશાણ સુરતમાં ખુબજ વખણાતી હોવાથી આ સેવ ખમણીને સુરતી સેવ ખમણી પણ કહે છે. આ રેસીપીનું નામ જ તેનો પરિચય આપવા માટે પુરતું છે કારણકે આ રેસીપીમાં તેના નામની જેમ જ સેવ અને ખમણનો ઉપયોગ કરાયેલ છે. જેથી તે ખાવામાં ખુબજ લાઈટ અને ટેસ્ટી લાગે છે. જે બાળકોને પણ ખુબજ પસંદ પડશે. ઉપરાંત વૃધ્ધો પણ ખાઈ શકે છે. આ સેવ ખમણીનો સ્વાદ તેમાં ઉપયોગ કરાયેલ ચટની પર પણ કરે છે. જેટલી ચટની સ્વાદિષ્ટ તેટલી જ સેવ ખમણી પણ સ્વાદિષ્ટ.

Surti Sev Khamani Recipe, Sev Khamani Recipe, Gujarati Sev Khamani Recipe, Instant Sev Khamani Recipe, Gujarati Snacks Recipe.
Surti Sev Khamani Recipe Photo.

જે લોકો સવારના સમયે ખુબજ લાઈટ ખાવાનું પસંદ કરતા હોઈ તે લોકો માટે આ નાસ્તો એકદમ શ્રેષ્ટ વિકલ્પ છે અને ઇવનિંગ લંચ તરીકે પણ આ નાસ્તો લઇ શકાય છે. આ સેવ ખમણી ઘર પર બનાવવી ખુબજ સરળ અને ઝડપી છે. ખુબજ ઝડપથી આપ આ લંચ તૈયાર કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ સેવ ખમણી બનાવવાની રીત.

સેવ ખમણી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

ખમણી માટેની આવશ્યક સામગ્રીઓ:

  • ૧ કપ ચણાનો લોટ(gram flour).
  • ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ(ginger-chili paste).
  • ૨ ચમચી ખાંડ(sugar).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧/૪ કપ લીંબુના ફૂલ(citric acid).

તડકા માટેની સામગ્રીઓ:

  • ૧ ચમચી રાઈ(mustard seeds).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧ ચમચી તલ(sesame seeds).
  • ૧ ચમચી ખાંડ(sugar).
  • ૧/૮ ચમચી લીંબુના ફૂલ (citric acid).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૩ ચમચી તેલ(oil).

સજાવટ માટેની સામગ્રીઓ:

  • ૧ ચમચી સુકા કીસમીસ(dry raisins).
  • ૧ ચમચી ટુટી-ફ્રૂટી(tutti-fruity).
  • ૧ ચમચી ઝીણું ખમણેલું નારીયેલ(sliced coconut).
  • નાયલોન સેવ જરૂર અનુસાર(nylon sev).
  • થોડી કોથમીર(coriander leaves).

ચટની માટેની સામગ્રીઓ:

  • ચણા દાળ ખમણના ૪-૫ કટકા(chana dal khaman).
  • ૩ ચમચી કોથમીર(coriander leaves).
  • ૩ ચમચી તાજું નારીયેલ(fresh coconut).
  • ૧ લીંબુનો રસ(lemon juice).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૨ ચમચી ખાંડ(sugar).
  • પાણી જરૂર અનુસાર(water).
  • ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ(ginger-chili paste).
  • ૩-૪ લસણની કરી(garlic cloves).

સેવ ખમણી બનાવવાની રીત:

  • ચટની બનાવવા માટે એક મિક્ષ્ચર જારમાં ચણા દાળ ખમણના કટકા, કોથમીર, તાજું નારીયેલ, લીંબુનો રસ, નમક, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, લસણની કરી અને પાણી ઉમેરો.
  • હવે આ બધાંજ મસાલાઓને ગ્રાઈન્ડ કરી ચટનીને એક બાઉલમાં કાઢી લઇ એકબાજુ મૂકી દો. હવે ચણાના લોટને એક બાઉલમાં લઇ તેમાં નમક, ખાંડ, લીંબુના ફૂલ, અને પાણી નાંખી આ મિશ્રણને ૩૦ મિનીટ સુધી એકબાજુ મૂકી દો.
  • આ બેટર ઢોકળાના બેટર જેવું હોવું જોઈએ. ૩૦ મિનીટ બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ નાંખી ગ્રીસ કરેલી સ્ટીમરની પ્લેટમાં નાંખી ૧૦-૧૫ મિનીટ સુધી પકાઓ.
  • ૧૦-૧૫ મિનીટ બાદ આ ખમણીના મિશ્રણને બહાર લઇ ઠંડું પડવા દો. જયારે મિશ્રણ ઠંડું પડી જાય ત્યારે તેમાંથી ૪-૫ કટકા ચટણી માટે રાખી લો અને બાકીના મિશ્રણને થોડું-ઘણું ક્રશ કરી લો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું , રાઈ, તલ ઉમેરી તેને ફૂટવા દો. જયારે તે ફૂટવા લાગે ત્યારે તેમાં ૪ ચમચી પાણી, લીંબુના ફૂટ અને ખાંડ ઉમેરો. જયારે તડકા માટેનું પાણી ઉકળવા લાગે ત્યારે તરતજ તેને ખમણી પર રેડી દો.
  • હવે તેને ૨ મિનીટ સુધી પકાઓ. ૨ મિનીટ બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ લો. હવે તેને પર પેહલા નાયલોન સેવ, ટુટુ-ફ્રૂટી, સુકી કીસમીસ, નારિયેળનું છીણ, અને કોથમીર વડે સજાવી સર્વ કરો.

Sev Khamani Recipe in Gujarati | Surti Sev Khamani | સેવ ખમણી

How to make Sev khamani at home.
Course: snacks
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ખમણી માટેની આવશ્યક સામગ્રીઓ:
  • કપ ચણાનો લોટ gram flour
  • ચમચી આદું-મરચાંની પેસ્ટ ginger-chili paste
  • ચમચી ખાંડ sugar
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧/૪ કપ લીંબુના ફૂલ citric acid
  • તડકા માટેની સામગ્રીઓ:
  • ચમચી રાઈ mustard seeds
  • ચમચી જીરું cumin seeds
  • ચમચી તલ sesame seeds
  • ચમચી ખાંડ sugar
  • ૧/૮ ચમચી લીંબુના ફૂલ citric acid
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • સજાવટ માટેની સામગ્રીઓ:
  • ચમચી સુકા કીસમીસ dry raisin
  • ચમચી ટુટી-ફ્રૂટી tutti-fruity
  • ચમચી ઝીણું ખમણેલું નારીયેલ sliced coconut
  • નાયલોન સેવ જરૂર અનુસાર nylon sev
  • થોડી કોથમીર coriander leaves
  • ચટની માટેની સામગ્રીઓ:
  • ચણા દાળ ખમણના ૪-૫ કટકા chana dal khaman
  • ચમચી કોથમીર coriander leaves
  • ચમચી તાજું નારીયેલ fresh coconut
  • લીંબુનો રસ lemon juice
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી ખાંડ sugar
  • પાણી જરૂર અનુસાર water
  • ચમચી આદું-મરચાંની પેસ્ટ ginger-chili paste
  • ૩-૪ લસણની કરી garlic cloves

Instructions