Semolina Halwa Recipe in Gujarati | રવાનો હલવો

0
319
Semolina Halwa Recipe. Sooji Halwa Recipe. Indian Sweet Recipe. Indian Halwa Recipe.
Semolina Halwa Recipe Photo.

Semolina Halwa Recipe in Gujarati | રવાનો હલવો.

રવા હલવો (Semolina Halwa Recipe) એ ભારતીય રાંધણકલાનો ખુબજ પ્રખ્યાત એવો હલવો છે જે અન્ય મીઠાઈઓ અથવા હલવાની સરખામણીમાં ખુબજ ઓછો સમય લે છે અને સ્વાદ પણ એકદમ ઉત્તમ હોઈ છે. આ હલવો બનાવવા માટે મુખ્યત્વે રવો, ખાંડ અને ઘી નો ઉપયોગ થાય છે જે બજારોમાં ખુબજ આસાનીથી ઉપલબ્ધ હોઈ છે. સામાન્ય રીતે ભારતીય પરંપરામાં કોઈ પણ ખાસ પ્રસંગે કે તેહવાર પર કઈક મીઠું બનાવવાનો રીવાજ હોઈ છે તો આપ આ હલવો તેવાજ કોઈ ખાસ પસંગે વિના વિચાર્યે બનાવી શકો છો. કારક કે આ હલવો બનાવવો પણ સરળ અને સ્વાદિષ્ટ પણ છે.

Semolina Halwa Recipe. Sooji Halwa Recipe. Indian Sweet Recipe. Indian Halwa Recipe.
Semolina Halwa Recipe Photo.

આપ આ હલવો આપના મેહમાનોને પણ સર્વ કરી શકો છો. ઘણા મંદિરો કે અન્ય કોઈ જગ્યાએ આ હલવો પ્રશાદ તરીકે પણ આપવા માં આવતો હોઈ છે. આ હલવાને ઘણી જગ્યાએ રવાના શીરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપ અમારા સરળ નિયમોનું અનુસરણ કરીને આ હલવો જાતેજ ઘર પર બનાવી શકશો.

રવાનો હલવો બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

  • ૧/૨ કપ રવો(semolina)
  • ૧/૨ કપ ખાંડ(sugar)

અન્ય સામગ્રી:

  • ૧/૩ કપ ચોખ્ખું ઘી(pure ghee)
  • ૧૦-૧૨ કીસમીસ(raisin)
  • ૨ ચમચી બદામ પાવડર(almond powder)
  • ૧/૪ ચમચી એલચી પાવડર(cardamom powder)
  • ૬-૭ કેસરના તાંતળા(saffron)
  • ૧.૫ કપ પાણી(water)

સજાવટ માટે:

  • ૫-૭ બદામની કતરણ(grated almond)

રવાનો હલવો બનાવવાની રીત:

  • સૌ પ્રથમ પાણી ગરમ કરી, બીજા ગેસ પર ઘી ગરમ કરો. ઘીમાં રવો ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતડો. જયારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાંથી અડધો કપ પાણી બહાર કાઢી લઇ એક બાજુ મૂકી દો.
  • વધારાના પાણીમાં ખાંડ ઉમેરી, ખાંડ ઓગળે ત્યાં સુધી પકાવો. ધખાસ ધ્યાન રાખો કે ખાંડ ઓગળે ત્યારે તેને હલવો નહી, નહી તો ખાંડ તળિયે બેસી જશે. જયારે ખાંડ ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  • જયારે રવો શેકાય જાય ત્યારે ત્યારે તેમાં કેસર ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં ખાંડ વાળું પાણી ધીમે ધીમે ઉમેરો.
  • હવે ફેરીથી ગેસ ચાલુ કરી, તેમાં બદામનો પાવડર, કીસમીસ, એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લો. હવે તેને ઢાંકી દઈ ૧-૨ મિનીટ સુધી પકાવો. ત્યારબાદ તેમાં અડધો કપ અથવા જરૂર અનુસાર પાણી ઉમેરો.
  • હવે ગેસ બંધ કરી, ૨ મિનીટ માટે ઢાંકેલુંજ રેહવા દો. હવે ફરીથી ગેસ ચાલુ કરી, ૧૫-૨૦ સેકન્ડ સુધી પાકવા દો. હલાવવાનું ચાલુજ રાખો.
  • ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ બદામની કતરણ ઉમેરી સર્વ કરો.

Semolina halwa(રવાનો હલવો)

How to make sooji ka halwa/semolina halwa/sooji shira.
Course: sweet
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • ૧/૨ કપ રવો semolina
  • ૧/૨ કપ ખાંડ sugar
  • અન્ય સામગ્રી:
  • ૧/૩ કપ ચોખ્ખું ઘી pure ghee
  • ૧૦-૧૨ કીસમીસ raisin
  • ચમચી બદામ પાવડર almond powder
  • ૧/૪ ચમચી એલચી પાવડર cardamom powder
  • ૬-૭ કેસરના તાંતળા saffron
  • ૧.૫ કપ પાણી water
  • સજાવટ માટે:
  • ૫-૭ બદામની કતરણ grated almond

Instructions