Sago Salty Snack Recipe in Gujarati | સાગો સોલ્ટી સ્નેક રેસીપી

0
367
Sago Salty Snack Recipe, Sabudana Namkeen Recipe, Sago Namkeen Recipe, Indian Fasting Recipe, Indian Vrat Recipes, Indian Snacks Recipe.
Sago Salty Snack Recipe Photo.

Sago Salty Snack Recipe in Gujarati | સાગો સોલ્ટી સ્નેક રેસીપી.

નમસ્તે મિત્રો, આજે આપણે વધુ એક નવરાત્રી સ્પેસીઅલ ખાસ વ્રત માટેની રેસીપી શીખીશું જેનું નામ છે સાગો સોલ્ટી સ્નેક (Sago Salty Snack Recipe). આ સ્નેક ખુબજ લાઈટ વેઇટ અને હેલ્થી એવો છે કારણકે આ રેસિપીમાં મુખ્ય સામગ્રી તરીકે આરોગ્યપ્રદ ગણાતા એવા મખાના અને સાબુદાણાનો ઉપયોગ કરાયો છે. ઉપરાંત બદામ અને બીનો પણ ઉપયોગ કરાયો છે. વ્રત માટેની બહુ ઓછી એવી ડીશોમાંની આ એક ડીશ છે જે એક વખત અચૂકપણે આજ્માવવા જેવી છે.

Sago Salty Snack Recipe, Sabudana Namkeen Recipe, Sago Namkeen Recipe, Indian Fasting Recipe, Indian Vrat Recipes, Indian Snacks Recipe.
Sago Salty Snack Recipe Photo.

આ ડીશને આપ ન  કેવળ વ્રત માટે પરંતુ એક હેલ્થી ડીશ તરીકે આપના બાળકોની સામે પ્રસ્તુત કરવા માટે પણ એક શ્રેષ્ટ ઉપાય છે. ખુબજ ટૂંક સમયમાં તૈયાર થઇ જતી આ ડીશ બનાવવી ખુબજ સરળ છે જેથી કરીને આપ કોઈ પણ સમયે આ ડીશ ટ્રાઈ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ સાગો સોલ્ટી સ્નેક બનાવવાની રીત.

સાગો સોલ્ટી સ્નેક બનાવવાની રીત:

મુખ્ય સામગ્રીઓ:

  • ૨૦૦ ગ્રામ સાબુદાણા(sago)
  • થોડા મખાના(makhana)
  • ૫૦ ગ્રામ બદામ(almonds)
  • ૫૦ ગ્રામ મગફળીના બી(peanut)

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી જેટલી કીસમીસ(raisin)
  • નારિયેળના ૮-૧૦ નાના ટુકડા(dry coconut)
  • ૧/૪ ચમચી મરી પાવડર(black pepper)
  • ૨ ચમચી દળેલી ખાંડ(powdered sugar)
  • શીન્ધાળું નમક(rock salt)
  • તળવા માટે તેલ(oil)

સાગો સોલ્ટી સ્નેક બનાવવા માટેની રીત:

  • સાબુદાણામાં ૧ ચમચી જેટલું પાણી ઉમેરો. તેને ૫-૭ મિનીટ માટે એકબાજુ મૂકી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં બદામ નાંખી તળી લઇ એક પ્લેટમાં કાઢી લો.
  • હવે તે જ તેલ માં મખાનાને તળી લો અને પ્લેટમાં કાઢી લો. હવે તે જ તેલમાં સુકા નારિયેળના ટુકડાને ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
  • હવે સાબુદાણાને થોડા ગરમ તેલમાં તળી લો અને પ્લેટમાં કાઢી લો. હવે આ બધીજ સામગ્રીઓને એક મોટા બાઉલમાં લઇ લો. તેમાં કીસમીસ, મરી પાવડર, સિંધાલુ મીઠું અને દળેલી ખાંડ ઉમેરી મિક્ષ કરી લો અને સર્વ કરો.

Sago salty snack recipe in gujarati(સાગો સોલ્ટી સ્નેક રેસીપી)

How to make sago salty snack.
Course: Snack
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • ૨૦૦ ગ્રામ સાબુદાણા sago
  • થોડા મખાના makhana
  • ૫૦ ગ્રામ બદામ almonds
  • ૫૦ ગ્રામ મગફળીના બી peanut
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી જેટલી કીસમીસ raisin
  • નારિયેળના ૮-૧૦ નાના ટુકડા dry coconut
  • ૧/૪ ચમચી મરી પાવડર black pepper
  • ચમચી દળેલી ખાંડ powdered sugar
  • શીન્ધાળું નમક rock salt
  • તળવા માટે તેલ oil

Instructions