Sabudana Sev Na Pulao | સાબુદાણા સેવના પુલાઉ | Vermicelli Pulao

0
295
Vermicelli Pulao Recipe, Sevai Pulao Recipe, Semiya Pulao Recipe, How to Make Vermicelli Pulao, Homemade Vermicelli Pulao Recipe, Indian Pulao Recipe, Indian Breakfast Recipe, South Indian Cuisine.
Vermicelli Pulao Recipe Photo.

Sabudana Sev Na Pulao | સાબુદાણા સેવના પુલાઉ | Vermicelli Pulao.

હેલ્લો ફ્રેન્ડ્સ, અમે આપના માટે એક સુંદર એવી હેલ્થી બ્રેકફાસ્ટ રેસીપી લાવ્યા છીએ, જેનું નામ છે સાબુદાણા સેવના પુલાઉ (Sabudana Sev Na Pulao). આપ સૌ કોઈએ ભાતમાંથી બનતા પુલાઉ અનેક જગ્યાઓ પર ખાધાજ હશે, તે પછી હોટલ હોઈ કે ઘર. પરંતુ આજે અમે આપના માટે એક અલગ અને સ્વાદિષ્ટ એવા પુલાઉ રેસીપી લાવ્યા છીએ. આ પુલાઉ મુખ્યત્વે સાબુદાણાની સેવ માંથી બનાવવામાં આવ્યા છે. તેમાં ઘણા બધા શાકભાજીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી આ ડીશને એક હેલ્થી બ્રેકફાસ્ટ ડીશ પણ કહી શકાય. આ પુલાઉ નાનાથી મોટા સુધીના તમામ લોકોને પસંદ પડે તેવી છે.

Vermicelli Pulao Recipe, Sevai Pulao Recipe, Semiya Pulao Recipe, How to Make Vermicelli Pulao, Homemade Vermicelli Pulao Recipe, Indian Pulao Recipe, Indian Breakfast Recipe, South Indian Cuisine. Sabudana Sev Na Pulao.
Sabudana Sev Na Pulao Recipe Photo.

સાબુદાણા પુલાઉ ઘર પર ખુબજ ઝડપથી અને આસાનીથી બનાવી શકાય છે. નીચે આપેલ સાબુદાણા સેવ પુલાઉ બનાવવાની રીતની મદદથી આપ ખુબજ ઝટપટ અને સ્વાદિષ્ટ એવી બ્રેકફાસ્ટ ડીશ ઘર પર બનાવી શકો છો. બાળકો મોટે ભાગે શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા, પરંતુઆપ આ પુલાઉ બાળકોના નાસ્તામાં પણ આપી શકો છો, કારણકે આ તમામ એવી ગુણકારી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, જોઈએ સાબુદાણા સેવના પુલાઉ બનાવવાની રીત.

સાબુદાણા સેવના પુલાઉ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૫૦ ગ્રામ સાબુદાણાની સેવ(semolina vermicelli).
  • ૪ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(onion).
  • ૨ ચમચી સમારેલ ગાજર(carrots).
  • ૨ ચ્ચ્મ્હી સમારેલ કેપ્સીકમ(capsicum).
  • ૨ ચમચી સમારેલ કોબીજ(cabbage).
  • ૨ ચમચી સમારેલ ટામેટા(tomato).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ચમચી પુલાઉ મસાલો(pulao masala).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • ૨ ચમચી સુકા લાલ મરચા(dry red chilies).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૩ ચમચી તેલ(oil).

સાબુદાણા સેવના પુલાઉ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં સેવ નાંખી તેને ૨ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર શેકી લો. તેમાં ૨-૩ કપ પાણી અને નમક નાખો.
  • આ સેવ ૮૦% જેટલી પાકી જાય ત્યાં સુધી પકાઓ. ત્યારબાદ તેને ચાળી લો અને વધારાનું પાણી નીતરી લો. ત્યારબાદ તેને ઠંડી થવા એક બાજુ મૂકી દો.
  • હવે એક કડાઈમાં ૨ ચમચી જેટલું તેલ ગરમ કરી, તેમાં સુકા લાલ મરચા નાખો. તેને થોડી વાર સુધી એમાં શેકી બહાર કાઢી લો. હવે તે જ તેલમાં ડુંગળી નાંખી તે પારદર્શક થઇ જાય ત્યાં સુધી પકાઓ.
  • હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ, ગાજર, નાંખી થોડી વાર માટે સાંતળો. હવે તેમાં કોબીજ, કેપ્સીકમ નાંખી તેને પણ થોડી વાર સુધી પકાઓ.
  • હવે તેમાં ટામેટા નાંખી થોડી વાર પકાઓ. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, પુલાઉ મસાલો નાંખી તેને મિક્ષ કરી લો. હવે તેમાં આગાઉ બનાવેલ સેવ નાંખી સરખી રીતે ટોસ કરો. તેને થોડી વાર પકાઓ.
  • જયારે પુલાઉ સરખી રીતે પાકી જાય ત્યારે ગેસ બંધ કરી લો અને એક બુમા કાઢી તેને અન-મોલ્ડ કરી સુકા લાલ મરચા વડે સજાવી સર્વ કરો.

Sabudana Sev Na Pulao | સાબુદાણા સેવના પુલાઉ | Vermicelli Pulao

Sabudana sev na pulau/ Sabudana sev pulau/ veg pulao recipe in gujarati.
Course: Breakfast
Cuisine: Indian
Author: Rakesh Prajapati

Ingredients

  • ૫૦ ગ્રામ સાબુદાણાની સેવ semolina vermicelli
  • ચમચી ઝીણી સમારેલ ડુંગળી onion
  • ચમચી સમારેલ ગાજર carrots
  • ચ્ચ્મ્હી સમારેલ કેપ્સીકમ capsicum
  • ચમચી સમારેલ કોબીજ cabbage
  • ચમચી સમારેલ ટામેટા tomato
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી પુલાઉ મસાલો pulao masala
  • ચમચી કોથમીર coriander leaves
  • ચમચી સુકા લાલ મરચા dry red chilies
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil

Instructions