Rice Panki Recipe in Gujarati | રાઈસ પાનકી | Gujarati Recipes

0
618
Panki Recipe in Hindi, Rice Panki Recipe, Quick Panki Recipe, How to Make Panki, Gujarati Breakfast Recipe, Indian Snacks Recipe.
Panki Recipe in Hindi Photo.

Rice Panki Recipe in Gujarati | રાઈસ પાનકી | Gujarati Recipes.

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે એક પ્રોટીન અને ન્યુટ્રીશન થી ભરપુર એવી ડીશ બનાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે રાઈસ પાનકી (Rice Panki Recipe). આ ડીશ વધુ પડતી પ્રખ્યાત નથી પરંતુ, ખાસ કરીને ગુજરાતમાં આ ડીશ સવારના નાસ્તામાં લેવામાં આવે છે. સવારના નાસ્તામાં આ રાઈસ પાનકી અત્યંત સ્વાદિષ્ટ અને યમ્મી એવી લાગે છે અને સાથોસાથ ખુબજ પ્રોટીનથી ભરપુર એવી સામગ્રીઓમાંથી બનાવવામાં આવતી હોવાથી આખો દિવસ એનર્જી પણ મળી રહે. આ રાઈસ પાનકી ચોખા, અડદની દાળ અને અન્ય મસાલાઓ માંથી બનાવવામાં આવે છે અને આ ડીશમાં કેળાના પાંદનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Rice Panki Recipe, Panki Recipe, Gujarati Panki Recipe, Gujarati Snacks Recipe, Breakfast Recipe.
Rice Panki Recipe Photo.

નીચે આપેલી રીત અને સામગ્રીઓની મદદથી આપ એક સુંદર નાસ્તો આપના બાળકો અને પરિવારજનો માટે બનાવી શકો છો. ખુબજ આસનીથી બની જાય તેવો નાસ્તો આપના બાળકોને પણ ભાવશે. ન કેવળ આસાનીથી બની જશે, પરંતુ ખુબજ ટૂંક સમયમાં જ રાઈસ પાનકી તૈયાર થઇ જશે. તો ચાલો મિત્રો, જોઈએ રાઈસ પાનકી બનાવવાની રીત.

રાઈસ પાનકી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ ચોખાનો લોટ(rice flour).
  • ૧ કપ અડદ દાળનો લોટ(urad daal).

અન્ય સામગ્રીઓ:

  • ૧૦-૧૨ કેળાના પાંદ(banana leaves).
  • ૧ ચમચી આદું-લસણની પેસ્ટ(ginger-chili paste).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • તેલ જરુર અનુસાર(oil).

રાઈસ પાનકી બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ બન્ને લોટને બાઉલમાં લઇ તેમાં જરૂર અનુસાર નમક, જીરું અને જરૂર અનુસાર પાણી નાંખી એક બેટર તૈયાર કરી લો. ધ્યાન રાખો કે એ લોટ ઢોસા જેવો જ હોવો જોઈએ.
  • હવે આ બેટરને ૧ કલાક સુધી એકબાજુ મૂકી સેટ થવા દો. ૧ કલાક બાદ તેમાં કોથમીર, આદું-મરચાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લો. હવે કેળાના પાંદને તેલ વડે બન્ને બાજુ ગ્રીસ કરી તે પાંદને નોન-સ્ટીક તવા પર મુકો.
  • હવે આ પાંદ પર ૧-૨ ચમચી બેટર રેડી બધી બાજુ ફેલાવી દો. ધ્યાન રાખો આ પડ થોડું પાતળું હોવું જોઈએ. આપ આ બેટર કેળાના પાંદની સાઈઝ પ્રમાણે પણ નાંખી શકો છો.
  • હવે આ બેટર ઉપર બીજું કેળાનું પાંદ મૂકી વજનથી દબાવી દો, જેથી તે સરખી રીતે ચોંટી જાય અને ત્યાબાદ તેને થોડી મીનીટો માટે પકાઓ.
  • એકબાજુ પકાવ્યા બાદ તેને બીજી બાજુ પણ તે જ રીતે પકાવી લો. પાંદ પર લગાવેલ તેલ પાનકીને પકવવા માટે પુરતું છે, પરંતુ જો તે સરખી રીતે ન પાકે તો આપ વધુ તેલ પણ લગાવી શકો છો.
  • હવે પાનકીને ચેક કરી લો. ચેક કરવા માટે તેના પર રાખેલ ઉપરનું પાંદ હટાવી લો. જો પાંદ ખુબજ સરળતાથી નીકળી જાય તો તે તૈયાર છે નહી તો તેને થોડી વધુ વાર પકાઓ. આ રીતે બધીજ પાનકી બનાવી સર્વ કરો.

Rice Panki Recipe in Gujarati | રાઈસ પાનકી | Gujarati Recipes

How to make rice panki at home.
Course: Breakfast
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • કપ ચોખાનો લોટ rice flour
  • કપ અડદ દાળનો લોટ urad daal
  • ૧૦-૧૨ કેળાના પાંદ banana leaves
  • ચમચી આદું-લસણની પેસ્ટ ginger-chili paste
  • ચમચી જીરું cumin seeds
  • ચમચી કોથમીર coriander leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • તેલ જરુર અનુસાર oil

Instructions