Rice and Dal Khichdi Recipe in Gujarati |રાઈઝ એન્ડ દાળ ખીચડી.
ખીચડી એક એવું ભોજન છે કે જે ભારતના લગભગ તમામ ઘરોમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતી ઘરોમાં અવાર-નવાર ડીનર સમયે બનાવવામાં આવે છે. આજે અમે આપના માટે ગુજરાતની ખુબજ પ્ર્ખાય્ત અને ભારતભરમાં પ્રસિદ્ધ એવી વાનગી લાવ્યા છીએ જેનું નામ છે ખીચડી (Rice and Dal Khichdi Recipe). નામ તો આપ સૌએ ઘણી બધી વખત સાંભળ્યુંજ હશે. પરંતુ આજે અમે તે વાનગી ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટેનો નુસ્ખો લાવ્યા છીએ. જે તમોને ગુજરાતી સ્ટાઈલ ખીચડીનો પૂરે પૂરો અનુભવ આપવશે.

આ ખીચડી બનાવવા માટે ફક્ત રાઈઝ, મગની દાળ અને અન્ય રોજીંદા મસાલાઓનીજ જરૂર પડે છે જે લગભગ તમામ ભારતીય ઘરોમાં ઉપલબ્ધ્જ હોઈ છે. ઉપરાંત ફક્ત ૧૫ મીનીટની અંદરજ બની જતી હોવાથી આપ કોઈ પણ સમયે આ ખીચડી બનાવી શકો છો. તો ચાલો મિત્રો બનાવીએ ગુજરાતની પ્રખ્યાત એવી ખીચડી.
રાઈઝ એન્ડ દાળ ખીચડી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૫૦ ગ્રામ ચોખા(rice)
- ૫૦ ગ્રામ અડધી મગની દાળ(split mung beans)
અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી હીંગ(asafetida)
- ૨ ગ્લાસ પાણી(water)
- ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
- નમક સ્વાદ અનુસાર(salt)
રાઈઝ એન્ડ દાળ ખીચડી બનાવવાની રીત:
- પ્રેસર કુકરમાં ૨ ગ્લાસ પાણીમાં હળદર અને નમક નાંખી, ગેસ પર મૂકી ગરમ કરો.
- જયારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં મગની દાળ અને રાઈઝ નાખો.
- પ્રેસર કુકરને બંધ કરી ૩ સીટી પડવા દો. ૩ સીટી પડ્યા બાદ ગેસ બંધ કરી દઈ, ખીચડીને એમજ પ્રેસર કુકરની વરાળ પર બફાવા દો.
- હવે પ્રેસર કુકરનું ઢાંકણ ખોલી, હીંગ ઉમેરી બધુજ મિક્ષ કરી લો.
- તો ગુજરાતની ખુબજ પ્રખ્યાત એવી ખીચડીને બાઉલમાં કાઢી લઇ, બટાટાના શાક સાથે સર્વ કરો.
Rice and dal khichdi recipe(રાઈઝ એન્ડ દાળ ખીચડી)
How to make easy and gujarati style khichadi.
Servings: 17 mins
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૫૦ ગ્રામ ચોખા rice
- ૫૦ ગ્રામ અડધી મગની દાળ split mung beans
- અન્ય સામગ્રીઓ:
- ૧/૨ ચમચી હીંગ asafetida
- ૨ ગ્લાસ પાણી water
- ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
- નમક સ્વાદ અનુસાર salt
Instructions