Rawa upma recipe in gujarati(રવા ઉપમા)

0
543
Rawa Upma Recipe Gujarati. Upma Recipe. Vegetable Upma Recipe.
Rawa Upma Recipe in Hindi Photo.

Rawa upma recipe gujarati (રવા ઉપમા)

રવા ઉપમા (Rawa Upma Recipe Gujarati) એ ખુબજ પ્રખ્યાત એવી દક્ષીણ ભારતીય વાનગી છે. કે જે સવારના સમયે અથવાતો અલ્પાહાર તરીકે સંધ્યા સમયે પણ લઇ શકાય છે. અલગ અલગ શહેરોમાં રવા ઉપમા બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે. રવા ઉપમા બનાવવાની રીત સરળ અને સહેલી ની સાથે બધીજ સામગ્રીઓ ઘરોમાં આસાનીથી મળી જાય છે. આ સ્વાદિષ્ટ વાનગી બાળકો થી લઇ ને વૃધ્ધો સુધી બધા માટે યોગ્ય છે. મોટા પ્રમાણમાં શાકભાજીના થતાં ઉપયોગને કારણે આ વાનગી આરોગ્યની દ્રષ્ટીએ ઉતમ વાનગી છે. તો ચાલો મિત્રો જલ્દીથી બનાવીએ રવા ઉપમા.

Rawa Upma Recipe Gujarati. Upma Recipe. Vegetable Upma Recipe.
Rawa Upma Recipe in Hindi Photo.

રવા ઉપમા (Rawa Upma Recipe Gujarati) બનાવવા માટેની સામગ્રી

  • ૧ કપ રવો(semolina)
  • ૧ સમારેલી ડુંગળી(onion)
  • ૧ સામાન્ય કદનું ગાજર(carrot)
  • ૧/૪ કપ તાજા વટાણા(fresh peas)
  • ૧ નાનું ટમેટું(વૈકલ્પિક)

અન્ય સામગ્રીઓ

  • ૨ સમારેલ લીલા મરચા(green chilies)
  • ૧ ઇંચ સમારેલ આદું(ginger)
  • ૧/૨ સમારેલ કેપ્સીકમ(capsicum)
  • ૧/૨ તેલ(oil) અથવા ઘી(ghee)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૨ ૧/૨ ચમચી તેલ(oil)
  • ૧ ચમચી રાઈ(mustard seeds)
  • ૧ ચમચી અડદ ની દાળ(urad dal)
  • ૧ ચમચી ચણા દાળ(chana dal)
  • ૧-૨ લાલ મરચું(red chilies)
  • ચપટી હીંગ(asafetida)
  • લીમડો(curry leaves)

સજાવટ માટે

  • થોડી કોથમીર(coriander leaves)
  • તમારી મનપસંદ ચટણી(chutney)

રવા ઉપમા (Rawa Upma Recipe Gujarati) બનાવવાની રીત

  • સૌ પ્રથમ રવો ગરમ થય જાય ત્યાં સુધી શેકી નાખો.  ત્યારબાદ શાકભાજીઓને સારી રીતે કાપી લઇ એકબાજુ મૂકી દો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો જયારે રાઈ ફૂટવા લાગે ત્યારે તેમાં અડદની દાળ, ચણાદાળ, લાલ મરચું, હીંગ અને લીમડો નાખો .
  • જયારે અડદની દાળ અને ચણા દાળ બ્રાઉન થય જાય ત્યારે તેમાં સમારેલી ડુંગળી નાખો. હવે ડુંગળી બ્રાઉન થય જાય ત્યારે તેમાં આદું અને લીલા મરચા નાખો અને સારી રીતે મિક્ષ કરી લો.
  • હવે કડાઈને ઢાંકી ૨-૩ મિનીટ સુધી પકાવો. હવે તેમાં ૨ કપ પાણી અને સ્વાદ અનુસાર નમક નાંખી તેને બાફવા મૂકી દો.
  • જયારે તે બફાવા લાગે ત્યારે તેમાં ઘી ઉમેરો. હવે તેમાં રવો નાંખી સતત હલાવો જેથી તેમાં ગાંઠો ના બને.
  • હવે ગેસ ધીમો કરો, કડાઇને ઢાંકી પાકવા દો. જયારે બધુજ પાણી શોષાય જાય ત્યારે તેને સારી રીતે મિક્ષ કરી લો .હવે ફરીથી ઢાંકી દો અને ૫-૬ મિનીટ માટે ધીમા ગેસે પાકવા દો.
  • વચ્ચે વચ્ચે હલાવતાં રહો. હવે સ્વાદિષ્ટ રવા ઉપમા તૈયાર છે. તો થોડી કોથમીર ભભરાવી તેને  ગરમાગરમ તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

Rawa upma recipe in gujarati(રવા ઉપમા)

rawa upma is a popular, vegetarian breakfast dish,made from semolina. it is very healthy dish because it contains lots of vegetables.
Prep Time10 mins
Cook Time20 mins
Total Time30 mins
Course: Breakfast
Cuisine: Indian
Servings: 30 mins
Author: Geetanjali kolvekar saini

Ingredients

  • કપ રવો semolina
  • સમારેલી ડુંગળી onion
  • સામાન્ય કદનું ગાજર carrot
  • ૧/૪ કપ તાજા વટાણા fresh peas
  • નાનું ટમેટું વૈકલ્પિક
  • સમારેલ લીલા મરચા green chilies
  • ઇંચ સમારેલ આદું ginger
  • ૧/૨ સમારેલ કેપ્સીકમ capsicum
  • ૧/૨ તેલ oil અથવા ઘી(ghee)
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૨ ૧/૨ ચમચી તેલ oil
  • ચમચી રાઈ mustard seeds
  • ચમચી અડદ ની દાળ urad dal
  • ચમચી ચણા દાળ chana dal
  • ૧-૨ લાલ મરચું red chilies
  • ચપટી હીંગ asafetida
  • લીમડો curry leaves
  • થોડી કોથમીર coriander leaves
  • તમારી મનપસંદ ચટણી chutney

Instructions

  • સૌ પ્રથમ રવો ગરમ થય જાય ત્યાં સુધી શેકી નાખો. ત્યારબાદ શાકભાજીઓને સારી રીતે કાપી લઇ એકબાજુ મૂકી દો .
  • હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો જયારે રાઈ ફૂટવા લાગે ત્યારે તેમાં અડદની દાળ, ચણાદાળ, લાલ મરચું, હીંગ અને લીમડો નાખો.
  • જયારે અડદની દાળ અને ચણા દાળ બ્રાઉન થય જાય ત્યારે તેમાં સમારેલી ડુંગળી નાખો. હવે ડુંગળી બ્રાઉન થય જાય ત્યારે તેમાં આદું અને લીલા મરચા નાખો અને સારી રીતે મિક્ષ કરી લો.
  • હવે કડાઈને ઢાંકી ૨-૩ મિનીટ સુધી પકાવો. હવે તેમાં ૨ કપ પાણી અને સ્વાદ અનુસાર નમક નાંખી તેને બાફવા મૂકી દો.
  • જયારે તે બફાવા લાગે ત્યારે તેમાં ઘી ઉમેરો. હવે તેમાં રવો નાંખી સતત હલાવો જેથી તેમાં ગાંઠો ના બને.
  • હવે ગેસ ધીમો કરો, કડાઇને ઢાંકી પાકવા દો જયારે બધુજ પાણી શોષાય જાય ત્યારે તેને સારી રીતે મિક્ષ કરી લો. હવે ફરીથી ઢાંકી દો અને ૫-૬ મિનીટ માટે ધીમા ગેસે પાકવા દો .
  • વચ્ચે વચ્ચે હલાવતાં રહો. હવે સ્વાદિષ્ટ રવા ઉપમા તૈયાર છે તો થોડી કોથમીર ભભરાવી તેને ગરમાગરમ તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.