Rawa Pakoda Recipe in Gujarati | રવા પકોડા | Indian Fritters Recipe.
હેલ્લો ફ્રેન્ડ્સ, આપ સૌએ અવાર-નવાર ઘર પર કે બહાર રસ્તાઓ પર પકોડા ખાધા હશે. આજકાલ પકોડાઓની અનેક પ્રકારની ફ્લેવર્સ વાળી વેરાયટીઓ જોવા મળે છે. આજે આપણે તેમની એક વેરાયટી શીખવાના છીએ, જેનું નામ છે રવા પકોડા (Rawa Pakoda). આ પકોડા સ્વાદમાં એકદમ સરસ અને સ્વાદિષ્ટ હોઈ છે. બાળકોથી માંડીને મોટાઓ સુધી તમામ લોકોને આ પકોડા પસંદ હોઈ છે. આ પકોડા બનાવવામાં એકદમ સરળ છે અને અન્ય પકોડાઓની સરખામણીમાં ઝડપથી પણ બની જ્સ્ય છે. આપ નાસ્તામાં કે ચા સાથે આ પકોડાઓને સર્વ કરી શકો છો.

રવા પકોડા સાથે આપને કોઈ અલગથી ચટની બનાવવાની જરૂર નહી પડે, કારણકે આપ આ પકોડા સાથે રેડીમેડ અથવા ઘર પર બનાવેલ ટોમેટો કેચપ સર્વ કરી શકો છો. રવા પકોડા બનવવા માટે આપને રવો, દહીં, ડુંગળી, કોબીજ, કેપ્સીકમ અને અન્ય કેટલાક મસાલાઓની જરૂર પડશે, જે ખુબજ આસાનીથી આપને બજારમાંથી કે સ્ટોર્સ પરથી મળી જશે. તો ચાલો મિત્રો જોઈએ રવા પકોડા બનાવવાની રીત.
રવા પકોડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૧૫૦ ગ્રામ રવો(semolina).
- ૩ ચમચી દહીં(curd).
- ૪ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(onion).
- ૨ ચમચી ઝીણી સમારેલ કોબીજ(cabbage).
- ૨ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ(capsicum).
- ૧ ચમચી સમારેલ કોથમીર(coriander leaves).
અન્ય સામગ્રીઓ:
- ૨ ચમચી સમારેલ લીલી મરચી(green chilies).
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
- ૧ ચમચી સુકા ધાણા(dry coriander seeds).
- ૧/૨ ચમચી કુકિંગ સોડા(cooking soda).
- નમક સ્વાદ અનુસાર(salt).
- તળવા માટે તેલ(oil).
સજાવટ માટે:
- ટોમેટો કેચપ(tomato ketchup).
રવાના પકોડા બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક મોટું બાઉલ લઇ તેમાં રવો, ડુંગળી, કોબીજ, કોથમીર, કેપ્સીકમ, લીલી મરચી, સુકા ધાણા, આદું-લસણ-મરચાંની પેસ્ટ, નમક, દહીં ઉમેરી બધુજ મિક્ષ કરી લો.
- હવે તેમાં કુકિંગ સોડા અને જરૂર અનુસાર પાણી નાંખી બેટર તૈયાર કરી લો. આ બેટરને ૫-૭ મિનીટ સુધી સેટ થવા મૂકી દો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં નાની સાઈઝના પકોડા મૂકી ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
- હવે તેને પ્લેટમાં કાઢી લઇ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Rawa Pakoda Recipe in Gujarati | રવા પકોડા | Indian Fritters Recipe
Ingredients
- ૧૫૦ ગ્રામ રવો semolina
- ૩ ચમચી દહીં curd
- ૪ ચમચી ઝીણી સમારેલ ડુંગળી onion
- ૨ ચમચી ઝીણી સમારેલ કોબીજ cabbage
- ૨ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ capsicum
- ૧ ચમચી સમારેલ કોથમીર coriander leaves
- ૨ ચમચી સમારેલ લીલી મરચી green chilies
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
- ૧ ચમચી સુકા ધાણા dry coriander seeds
- ૧/૨ ચમચી કુકિંગ સોડા cooking soda
- નમક સ્વાદ અનુસાર salt
- તળવા માટે તેલ oil
- ટોમેટો કેચપ tomato ketchup
Instructions