Rava Idli Recipe in Gujarati | રવા ઈડલી રેસીપી | Rava ni Idli

0
304
Rava Idli Recipe in Hindi, Rawa Idli Recipe, Semolina Idli Recipe, Suji Idli Recipe, Instant Idli Recipe, Breakfast Recipe. Rava ni Idli Recipe.
Rava Idli Recipe in Hindi Photo.

Rava Idli Recipe in Gujarati | રવા ઈડલી રેસીપી | Rava ni Idli.

નમસ્તે મિત્રો, રવા ઈડલી (Rava ni Idli) એ વધુ એક હેલ્થી અને યમ્મી એવી બ્રેકફાસ્ટ રેસીપી છે. જે મુખ્યત્વે રવા માંથી અને અન્ય સામગ્રીઓના મિશ્રણમાંથી બનાવવામા આવેલ છે. આ ઈડલી અન્ય ઈડલીની સરખામણીએ ખુબજ હેલ્થી માનવામાં આવે છે. ઉપરાંત આ ઈડલી તેટલીજ સ્વાદિષ્ટ પણ લાગે છે. જેથી બાળકોને તો ચોક્કસપણે પસંદ પડશે. આપ આ ઈડલી આપના બાળકોના લંચ બોક્ષમાં પણ આપી શકો છો. સામાન્ય રીતે, અન્ય ઈડલી બનાવવામાં સમય ખુબજ જતો હોઈ છે જયારે આ ઈડલી બનાવવામાં ખુબજ ઓછો સમય લાગે અને જડપથી પણ બની જશે. જેથી આ ઈડલીને એક ઈન્સ્ટન્ટ ઈડલી પણ કહી શકાય.

Rava Idli Recipe, Rawa Idli Recipe, Instant Rava Idli Recipe, Quick Rava Idli Recipe, Homemade Rava Idli Recipe, Breakfast Recipe.
Rava ni Idli Recipe Photo.

આ ઈડલી બનવવા માટેની તમામ સામગ્રીઓ ખુબજ ઘરેલું અને આસાનીથી મળી જાય તેવીજ છે. તેથી આપ કોઈ પણ સમયે આ ઇસ્ટનટ ઈડલી આપના પરિવારજનો, મિત્રો અને બાળકો માટે બનાવી શકો છો. આપ ઈડલી બ્રેકફાસ્ટ ઉપરાંત નાસ્તા તરીકે પણ લઇ શકો છો. તો ચાલો મત્રો જોઈએ રવા ઈડલી બનાવવાની રીત.

રવા ઈડલી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ રવો(semolina).
  • ૧ ચમચી સમારેલ ગાજર(carrot).
  • ૧ ચમચી સમારેલ કોબીજ(cabbage).
  • ૧ ચમચી સમારેલ કેપ્સીકમ(capsicum).
  • ૧ ચમચી દહીં(curd).

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ(ginger-chili paste).
  • ૧ પાઉચ ઈનો(eno).
  • ૧ ચમચી રાઈ(mustard seeds).
  • ૧ ચમચી અડદની દાળ(black gram).
  • ૬-૭ લીમડાના પાંદ(curry leaves).
  • ૭-૮ કાજુ(cashew nuts).
  • ૭-૮ બી(peanuts).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧ ચમચી તેલ(oil).

રવા ઈડલી બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ રવાને એક બાઉલમાં લઇ તેમાં દહીં અને જરૂર અનુસાર પાણી ઉમેરો. તેને ઢાંકી દઈ ૧૦ મિનીટ સુધી રાખી દો. ૧૦ મિનીટ બાદ તેમાં સમારેલ ગાજર, કોબીજ, કેપ્સીકમ, નમક, આદું-મરચાંની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે એક તડકા પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી તેને ફૂટવા દો. હવે તેમાં અડદની દાળ, લીમડાના પાંદ ઉમેરી આ તડકાને બેટરમાં ઉમેરી દો.
  • હવે ઈડલી મોલ્ડને તેલ વડે ગ્રીસ કરી, તૈયાર કરેલા બેટરમાં ઈનો ઉમેરો. હવે આ બેટરને ઈડલી મોલ્ડમાં ઉમેરો. હવે તેના પર તળેલા કાજુ અને બી લગાવો.
  • હવે આ ઈડલીને ૮-૧૦ મિનીટ સુધી સ્ટીમ કરી મોલ્ડમાંથી ઈડલીને બહાર કાઢી અને સર્વ કરો.

Rawa idli recipe in gujarati(રવા ઈડલી રેસીપી)

How to make Rawa idli at home.
Course: Breakfast
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • કપ રવો semolina
  • ચમચી સમારેલ ગાજર carrot
  • ચમચી સમારેલ કોબીજ cabbage
  • ચમચી સમારેલ કેપ્સીકમ capsicum
  • ચમચી દહીં curd
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી આદું-મરચાંની પેસ્ટ ginger-chili paste
  • પાઉચ ઈનો eno
  • ચમચી રાઈ mustard seeds
  • ચમચી અડદની દાળ black gram
  • ૬-૭ લીમડાના પાંદ curry leaves
  • ૭-૮ કાજુ cashew nuts
  • ૭-૮ બી peanuts
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil

Instructions