Rasiya Muthiya Dhokla Recipe in Gujarati | રસિયા મુઠીયા ઢોકળા

0
353
Rasiya Muthiya Dhokla Recipe in Hindi, Bhat na Muthiya Recipe, Bhat na Rasawala Muthiya Recipe, Rasiya Dhokla Recipe, Gujarati Dhokla Recipe, Indian Snacks Recipe.
Rasiya Muthiya Dhokla Recipe in Hindi Photo.

Rasiya Muthiya Dhokla Recipe in Gujarati | રસિયા મુઠીયા ઢોકળા.

નમસ્તે મિત્રો, ઢોકળા એ ગુજરાતની ખુબજ પ્રખ્યાત વાનગીઓમાંની એક વાનગી છે. આ ઢોકળાના પણ હાલમાં અનેક નવીનીકરણ દ્વારા બનાવાયેલ વાનગીઓ જોવા મળે છે. આવીજ એક વાનગી છે રસિયા મુઠીયા ઢોકળા (Rasiya Muthiya Dhokla Recipe).જેને રસિયા મુઠીયા અથવા ભાતના મુઠીયા ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રસિયા મુઠીયા ઢોકળા એ મુઠીયા ઢોકળાનુજ એક અલગ વૈવિધ્ય છે. જે એકદમ સ્વાદિષ્ટ અને રસદાર છે. આ ઢોકળા બનાવવા ખુબજ સરળ, ઉપરાંત ઓછી મેહનત માંગે તેવા છે. આ ઢોકળા સામાન્ય રીતે ગ્રેવીમાં બનાવવામાં આવે છે. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

Rasiya Muthiya Dhokla Recipe, Rasiya Dhokla Recipe, Rasiya Muthiya Recipe, Gujarati Snacks Recipe, Gujarati Rasiya dhokla Recipe.
Rasiya Muthiya Dhokla Recipe Photo.

ખુબજ ટ્રેડીશનલ રીતે બનાવવામાં આવેલ આ ઢોકળા બનાવવા માટે બાફેલા ભાત અથવા વધેલા ભાત, ઘઉંનો લોટ, ચણાનો લોટ અને અન્ય કેટલાક મસાલાઓની જરૂર પડશે, જે લગભગ તમામ રસોડે આસાનીથી ઉપલબ્ધ હોઈ છે. આ રેસિપીને લેફ્ટઓવર સ્નેક રેસીપી પણ ખી કહી શકાય. કારણકે આ સ્વાદિષ્ટ વાનગી ને આગૌના દિવસના વધેલા ભાતમાંથી પણ બનાવી શકાય છે તો ચાલો મિત્રો જોઈ રસિયા મુઠીયા ઢોકળા બનવવાની રીત.

રસિયા મુઠીયા ઢોકળા બનાવવાની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧ કપ બાફેલા ભાત(rice).
  • ૩ ચમચી બરછટ દળેલો ઘઉંનો લોટ(coarsely grinded wheat flour).
  • ૨ ચમચી ચણાનો લોટ(gram flour).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ચમચી લસણ-મરચાંની પેસ્ટ(garlic-chili paste).
  • ૧ ચમચી આચાર મસાલા(aachar masala).
  • ૧ ચમચી ખાંડ(sugar).
  • ૨ ચપટી કુકિંગ સોડા(cooking soda).
  • ૧ ચમચી સમારેલ કોથમીર(coriander leaves).
  • ૧ ચમચી તેલ(oil).
  • નમક સ્વાદ અનુસાર(salt).

ગ્રેવી માટેની આવશ્યક સામગ્રીઓ:

  • ૧ કપ છાસ(butter milk).
  • ૧ કપ પાણી(water).
  • ૧ ચમચી લસણ-મરચાંની પેસ્ટ(garlic-chili paste).
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧ ચમચી જીરું(cumin seeds).
  • ૨ ચમચી તેલ(oil).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧ ચમચી સમારેલ કોથમીર(coriander leaves).

રસિયા મુઠીયા ઢોકળા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ એક બાઉલમાં રાઈસ લો હવે તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, લસણ-મરચાંની પેસ્ટ, હળદર પાવડર, નમક, આચાર મસાલા, લાલ મરચું પાવડર, ખાંડ, કુકિંગ સોડા, કોથમીર અને તેલ ઉમેરો.
  • હવે આ બધાજ મસાલાઓને સરખી રીતે મિક્ષ કરી તેમાંથી લોટ તૈયાર કરી લો. જો લોટ બનાવવામાં કઈ મુશ્કેલી પડે તો તો તેમાં ૧-૨ ચમચી પાણી ઉમેરો. ધ્યાન રાખો કે આ લોટ તમે ઢોકળા બનાવી શકો તેવો હોવો જોઈએ.
  • આ લોટમાંથી એકસરખા કદના ઢોકળા બનાવીને એકબાજુ મૂકી દો. હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું નાંખી ફૂટવા દો.
  • હવે તેમાં લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો. હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ૧ કપ પાણી, અને ઢોકળા ઉમેરો. તેને ઢાંકી દઈ આ ગ્રેવીને ૫-૬ મિનીટ સુધી પકાઓ. ૫-૬ મિનીટ બાદ આં ધોક્લાનું કદ વધી જશે,
  • હવે તેમાં છાસ ઉમેરી ફરીથી ઢાંકી દઈ ૩-૪ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પકાઓ. ૩-૪ મિનીટ બાદ ઢાંકણ ખોલી કોથમીર ઉમેરી રસિયા મુઠીયા ઢોકળાને સર્વ કરો.

Rasiya Muthiya Dhokla Recipe in Gujarati | રસિયા મુઠીયા ઢોકળા

How to make Rasiya muthiya dhokla/Rasiya dhokla/Muthiya dhokla at home.
Course: snacks
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રીઓ:
  • કપ બાફેલા ભાત rice
  • ચમચી બરછટ દળેલો ઘઉંનો લોટ coarsely grineded wheat flour
  • ચમચી ચણાનો લોટ gram flour
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી લસણ-મરચાંની પેસ્ટ garlic-chili paste
  • ચમચી આચાર મસાલા aachar masala
  • ચમચી ખાંડ sugar
  • ચપટી કુકિંગ સોડા cooking soda
  • ચમચી સમારેલ કોથમીર coriander leaves
  • ચમચી તેલ oil
  • નમક સ્વાદ અનુસાર salt
  • ગ્રેવી માટેની આવશ્યક સામગ્રીઓ:
  • કપ છાસ butter milk
  • કપ પાણી water
  • ચમચી લસણ-મરચાંની પેસ્ટ garlic-chili paste
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી જીરું cumin seeds
  • ચમચી તેલ oil
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી સમારેલ કોથમીર coriander leaves

Instructions