Ragda Recipe in Gujarati | રગડા

0
423
Ragda Patis Recipe in Hindi, Ragda Patties Recipe, Ragda Pattice Recipe, Indian Snacks Recipe, Indian Street Food Recipe.
Ragda Patis Recipe in Hindi Photo.

Ragda Recipe in Gujarati | રગડા.

રગડા (Ragda Recipe) એ ગુજરાત અને મહારાષ્ટ્રનો ખુબજ પોપ્યુલર એવો ખાણી-પીણી માટેની નાસ્તો છે જે તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવતો હોવાથી ગુજરાત અને મહારાષ્ટ્રની લગભગ તમામ ગલીઓમાં અને ખૂણે ખાચે જોવા મળીજ જતો હોઈ છે. આ રગડા પેટીસ જેટલી લોકો દ્વારા બહાર રોડ પર ઉભેલી રેકડીઓ પર ખાવામાં આવે છે તેટલીજ ઘર પર પણ બનાવવામાં આવે છે. કારણકે તે ખુબજ સ્વાદિષ્ટ અને રસદાર હોઈ છે. નાનાથી મોટી તમામ વયના લોકોને આ રગડા પેટીસ ચોક્સ્સ્પને પસંદ કરવામાં આવે છે જેથી કરીને ઘણી વખત મેહમાનો માટે પણ આવર-નવાર આ રગડા પેટીસ બનાવવામાં  આવતી હોઈ છે.

Ragda Patties Recipe, Ragda Pattice Recipe, Ragda Patis Recipe, Ragdo Patties Recipe, Indian Snacks Recipe.
Ragda Recipe Photo.

આજે આપણે આ રગડા પેટીસ ઘર પર કઈ રીતે બનાવી શકાય તે શીખીશું. આ વાનગી એ પેટીસ અને રગડાનું મિશ્રણ છે. આ બન્ને વસ્તુઓને મિક્ષ કરીને એક સ્વાદિષ્ટ ડીશ તૈયાર કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓ બનાવવા માટે અલગ અલગ સામગ્રીઓની જરૂર પડશે. જે ખુબજ ઘરેલું અને બજારમાં પણ આસાનીથી મળી જાય તેવી છે. તો ચાલો મિત્રો જોઈએ રગડા પેટીસ બનાવવાની રીત.

રગડા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

રગડો બનાવવા માટે:

  • ૧૦૦ ગ્રામ સુકેલા તુવેર(dried pigeon peas).
  • ૧ મધ્યમ કદની જીણી સમારેલી ડુંગળી(onion).
  • ૧ મધ્યમ કદનું સમારેલું ટમેટું(tomato).
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૪ ચમચી ગરમ મસાલો(garam masala).
  • ૧ ચમચી કોથમીર(coriander leaves).
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-chili-garlic paste).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૨-૩ ચમચી ઘી(ghee).

પેટીસ બનાવવા માટે:

  • ૨૦૦ ગ્રામ બાફેલા બટાટા(potato).
  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(garlic-ginger-chili paste).
  • ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • ૧/૨ ચમચી ચાટ મસાલો(chaat masala).
  • ૨-૩ ચમચી કોર્ન ફ્લોર(corn flour).
  • ૧ ચમચી બ્રેડ ક્રમબ(bred crumbs).
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red. chili powder).
  • ૨-૩ ચમચી તેલ(oil).
  • નમક સ્વાદ અનુસાર(salt).

સજાવટ માટે:

  • જરૂર અનુસાર ગોળ-આંબલીની ચટની(jaggery-tamarind chutney).
  • જરૂર અનુસાર લીલી ચટની(green chutney).
  • જરૂર અનુસાર લસણની ચટની(garlic paste).
  • જરૂર અનુસાર સમારેલ ડુંગળી(onion).
  • જરૂર અનુસાર નાયલોન સેવ(nylon sev).
  • સજાવટ માટે થોડી કોથમીર(coriander leaves).

રગડા બનાવવાની રીત:

  • સૂકેલી તુવેરને આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાં થોડું નમક અને હળદર પાવડર નાંખી તેને કુકરમાં નાંખી ૧-૨ સીટી પડી લો.
  • હવે એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાંખી લાઈટ પિંક કલરની થઇ જાય ત્યાં  સુધી પકાઓ. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર માટે સાંતળો.
  • હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બની જાય ત્યાં સુધી પકાઓ. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, નમક, અન્ય મસાલાઓ નાંખી તેને થોડી વાર પકાઓ.
  • હવે તેમાં તુવેર, ગરમ મસાલો, જરૂર અનુસાર પાણી ઉમેરી થોડી વાર પકાઓ. આ રીતે રગડો તૈયાર કરી લો.
  • પેટીસ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાટા લઇ તેને છુંદી લો. હવે તેમાં હળદર પાવડર, નમક, આદું-લસણ-મરચાંની પેસ્ટ, ચાટ મસાલો, બ્રેડ ક્રમબ, લાલ મરચું પાવડર નાંખી બધુજ મિક્ષ કરી લો.
  • હવે આ મિશ્રણ માંથી સરખી સાઈઝની પેટીસ બનાવી તને કોર્ન ફલોરમાં રગદોળી લો. હવે આ પેટીસને બન્ને બાજુથી ઘીમાં શેકી લો અને શેકાય ગયા બાદ તેને પ્લેટમાં કાઢી લો.
  • હવે એક બાઉલ લઇ તેમાં પ્રથમ રગડો નાખો અને ત્યારબાદ તેમાં પેટીસ નાખો. તેમાં થોડી લીલી ચટની, થોડી ગોળઆંબલીની ચટની, લસણની ચટની ઉમેરો. તેને નાયલોન સર્વ, ડુંગળી, કોથમીર સાથે સજાવી સર્વ કરો.

Ragda Recipe in Gujarati | રગડા

How to make ragda patties at home.
Course: snacks
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૧૦૦ ગ્રામ સુકેલા તુવેર dried pigeon peas.
  • મધ્યમ કદની જીણી સમારેલી ડુંગળી onion.
  • મધ્યમ કદનું સમારેલું ટમેટું tomato.
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder.
  • ૧/૪ ચમચી ગરમ મસાલો garam masala.
  • ચમચી કોથમીર coriander leaves.
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder.
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-chili-garlic paste.
  • નમક સ્વાદ અનુસાર salt.
  • ૨-૩ ચમચી ઘી ghee.
  • ૨૦૦ ગ્રામ બાફેલા બટાટા potato.
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ garlic-ginger-chili paste.
  • ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder.
  • ૧/૨ ચમચી ચાટ મસાલો chaat masala.
  • ૨-૩ ચમચી કોર્ન ફ્લોર corn flour.
  • ચમચી બ્રેડ ક્રમબ bred crumbs.
  • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder.
  • ૨-૩ ચમચી તેલ oil.
  • નમક સ્વાદ અનુસાર salt.
  • જરૂર અનુસાર ગોળ-આંબલીની ચટની jaggery-tamarind chutney.
  • જરૂર અનુસાર લીલી ચટની green chutney.
  • જરૂર અનુસાર લસણની ચટની garlic paste.
  • જરૂર અનુસાર સમારેલ ડુંગળી onion.
  • જરૂર અનુસાર નાયલોન સેવ nylon sev.
  • સજાવટ માટે થોડી કોથમીર coriander leaves.

Instructions