Quick Sev Puri Recipe in Gujarati | સેવ પૂરી | Street Food.
હેલ્લો ફ્રેન્ડ્સ, સેવ પૂરી (Quick Sev Puri) એ મહારાષ્ટ્રની એક ખુબજ પ્રખ્યાત એવી ફાસ્ટ-ફૂડ રેસીપી છે. જે ન ફક્ત મહારાષ્ટ્રમાં, પરંતુ પુરા ભારતભરમાં પ્રસિદ્ધ છે. તમામ લોકો દ્વારા આ તીખી-મીઠી એવી સેવ પૂરી પસંદ કરવામાં આવે છે. રસ્તા પર ની લગભગ તમામ રેકડીઓ પર પાણીપુરીની સાથે સેવ પૂરી પણ જોવા મળી જાય છે. પરંતુ જો આપ ઘરનું કઈક હેલ્થી અને સ્વચ્છ ખાવા માંગતા હોઈ તો આપ બહાર જેવીજ સેવ પૂરી ઘર પર પણ બનાવી શકો છો. આ સે પૂરી બનાવવી ખુબ્જ સરળ અને સાદી છે. તમામ આવશ્યક સામગ્રીઓની મદદથી આપ બહાર જેવીજ સેવ પૂરી ઘર પર પણ બનાવી શકો છો.

આ સેવ પૂરીને જોતાજ મોમાં પાણી ચોક્કસપણે આવી જશે. કઈક લાઈટ વેઇટ નાસ્તો કરવો હોઈ તો પણ આપ આ સેવ પૂરી જાતે જ બનાવી ખાઈ શકો છો. બાળકોને પણ આ લાઈટ વેઇટ અને સ્વાદિષ્ટ એવો નાસ્તો પસદ પડશે. આ સેવ પૂરી એક એવી રેસીપી છે જે બનાવવા માટે ગેસ પણ શરુ નહી કરવો પડે અને ઝટપટ બની જશે. તો ચાલો મિત્રો જોઈએ સેવ પૂરી બનાવાવની રીત:
સેવ પૂરી બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
૧૦-૧૨ પાણીપુરીની પૂરી(puris of pani-puri)
જરૂર બેસન સેવ જરૂર અનુસાર(besan sev)
૨ નાના બાફેલા અને કાપેલા બટાટા(potato)
૨ ચમચી સમારેલ ડુંગળી(onion)
૨ ચમચી સમારેલ ટમેટું(tomato)
અન્ય સામગ્રીઓ:
૨-૩ ચમચી કાળા ચણા(black chana)
લીલી ચટની જરૂર અનુસાર(green chutney)
ગોળ-આંબલીની ચટની જરૂર અનુસાર(jiggery-tamrind chutney)
લીલી ચટની જરૂર અનુસાર(green chutney)
૧ ચમચી ચાટ મસાલો(chaat masala)
૧/૨ સંચર(rock salt)
સજાવટ માટે:
થોડી કોથમીર(coriander leaves)
સેવ પૂરી બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક સર્વિંગ પ્લેટમાં પૂરી લઇ, તેમાં વચ્ચે કાણા પાડી લો.
- હવે તેમાં સૌ પ્રથમ બટાટા, ત્યારબાદ ટામેટા, ડુંગળી, કાળા ચણા ભરો.
- હવે તેના પર થોડો ચાટ મસાલો, સંચર, છાંટો. હવે તેના પર લીલી ચટની, ગોળ-આંબલીની ચટની અને લસણ ચટની મુકો.
- અંતે તેના પર થોડી બેસન સેવ મૂકી કોથમીર વડે સજાવી સર્વ કરો.
Quick Sev Puri Recipe in Gujarati | સેવ પૂરી | Street Food
Ingredients
- ૧૦-૧૨ પાણીપુરીની પૂરી puris of pani-puri
- જરૂર બેસન સેવ જરૂર અનુસાર besan sev
- ૨ નાના બાફેલા અને કાપેલા બટાટા potato
- ૨ ચમચી સમારેલ ડુંગળી onion
- ૨ ચમચી સમારેલ ટમેટું tomato
- ૨-૩ ચમચી કાળા ચણા black chana
- લીલી ચટની જરૂર અનુસાર green chutney
- ગોળ-આંબલીની ચટની જરૂર અનુસાર jiggery-tamrind chutney
- લીલી ચટની જરૂર અનુસાર green chutney
- ૧ ચમચી ચાટ મસાલો chaat masala
- ૧/૨ સંચર rock salt
- થોડી કોથમીર coriander leaves
Instructions
- સૌ પ્રથમ એક સર્વિંગ પ્લેટમાં પૂરી લઇ, તેમાં વચ્ચે કાણા પાડી લો.
- હવે તેમાં સૌ પ્રથમ બટાટા, ત્યારબાદ ટામેટા, ડુંગળી, કાળા ચણા ભરો.
- હવે તેના પર થોડો ચાટ મસાલો, સંચર, છાંટો. હવે તેના પર લીલી ચટની, ગોળ-આંબલીની ચટની અને લસણ ચટની મુકો.
- અંતે તેના પર થોડી બેસન સેવ મૂકી કોથમીર વડે સજાવી સર્વ કરો.