Quick Papdi Chaat Recipe in Gujarati | પાપડી ચાટ | No Fire Recipe

0
729
Papdi Chaat Recipe, Papri Chaat Recipe, Chaat Recipes, Indian Street Food Recipe, Indian Fast Food Recipe, 5 Minutes Recipe. Quick Papdi Chaat Recipe.
Papdi Chaat Recipe Photo.

Quick Papdi Chaat Recipe in Gujarati | પાપડી ચાટ | No Fire Recipe.

હેલ્લો ફ્રેન્ડ્સ, આજે આપણે વધુ એક ચાટ રેસીપી બનાવતા શીખવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પાપડી ચાટ (Quick Papdi Chaat). આપ સૌએ કદાચ નામ તો સાંભળ્યુંજ હશે. આ ચાટ ખુબજ ફેમસ એવી ચાટ રેસીપી છે જેમાં પાપડી પર અલગ-અલગ સામગ્રીઓ મુકીને તેમાંથી એક સુંદર અને સ્વાદિષ્ટ ડીશ તૈયાર કરવામાં આવે છે. પાપડી ચાટ બાળકોને ખુબજ પસંદ પડે તેવી ડીશ છે કારણકે આ ચાટમાં અલગ-અલગ ચટણીઓનો ઉપયોગ કરાયો હોવાથી તે વધુ ટેસ્ટી લાગશે. આ ચાટ ખુબજ ઝડપથી અને ટૂંક સમયમાં ઘર પર બનાવી શકો છો. જેથી આપ આપના બાળકો માટે થોડીજ વારમાં એક ટેસ્ટી અને યમ્મી નાસ્તો તૈયાર કરી શકશો.

Papdi Chaat Recipe, Papri Chaat Recipe, Chaat Recipes, Indian Street Food Recipe, Indian Fast Food Recipe, 5 Minutes Recipe.
Quick Papdi Chaat Recipe Photo.

આપ આ પાપડી ચાટ ન કેવળ બાળકો માટે પરંતુ મેહમાનો માટે પણ બનાવી શકો છો અને તેમની સામે એક સુંદર સ્ટાર્ટર ડીશ રજુ કરી શકો છો. આપ એ ચાટનો આનંદ પીકનીક પર માણવા માટે પાપડી લઇ જઈ શકો છો અને ત્યાં પણ આ જ રીતે એક ટેસ્ટી ડીશ તૈયાર કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પાપડી ચાટ બનાવવાની રીત.

પાપડી ચાટ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧૦-૧૨ પાપડી પૂરી(papadi puri).
  • ૨ નાના બાફેલા બટાટા(boiled potatoes).
  • ૨ ચમચી કાળા ચણા(black chana).
  • ૨ ચમચી સમારેલ ડુંગળી(chopped onions).
  • ૨ ચમચી સમારેલ ટામેટા(chopped tomatoes).

અન્ય સામગ્રીઓ:

  • ૨ ચમચી ચાટ મસાલો(chaat masala).
  • ૧/૨ ચમચી સંચર(rock salt).
  • લીલી ચટની જરૂર અનુસાર(green chutney).
  • ગોળ-આંબલીની ચટની(jaggery-tamrind chutney).
  • લસણ વાળી લાલ ચટની જરૂર અનુસાર(garlic red chutney).
  • બેસન સેવ જરૂર અનુસાર(besan sev).

સજાવટ માટે:

  • થોડી કોથમીર(coriander leaves).

પાપડી ચાટ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બાફેલા બટાટાને એક બાઉલમાં લઇ તેમાં બાફેલા કાળા ચણા, સંચર, ચાટ મસાલો ઉમેરી મિક્ષ કરી લો અને બટાટાને સરખી રીતે મેશ કરી લો.
  • હવે પાપડી પૂરીને એક પ્લેટમાં લઇ તેના પર આ બટાટા વાળું મિશ્રણ મુકો. હવે તેના પર લીલી ચટની, ગોળ-આંબલીની ચટની, લસણ વાળી લાલ ચટની, મુકો.
  • હવે તેના પર થોડા ટામેટા અને ડુંગળી મુકો. હવે તેના પર થોડી બેસન સેવ રાખી, ચાટ મસાલો છાંટો. અંતે તેને કોથમીર વડે સજાવી સર્વ કરો.

Quick Papadi Chaat Recipe in Gujarati | પાપડી ચાટ | No Fire Recipe

How to make papadi chaat at home.
Course: Fast Food
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૧૦-૧૨ પાપડી પૂરી papadi puri
  • નાના બાફેલા બટાટા boiled potatoes
  • ચમચી કાળા ચણા black chana
  • ચમચી સમારેલ ડુંગળી chopped onions
  • ચમચી સમારેલ ટામેટા chopped tomatoes
  • ચમચી ચાટ મસાલો chaat masala
  • ૧/૨ ચમચી સંચર rock salt
  • લીલી ચટની જરૂર અનુસાર green chutney
  • ગોળ-આંબલીની ચટની jaggery-tamrind chutney
  • લસણ વાળી લાલ ચટની જરૂર અનુસાર garlic red chutney
  • બેસન સેવ જરૂર અનુસાર besan sev
  • થોડી કોથમીર coriander leaves

Instructions

  • સૌ પ્રથમ બાફેલા બટાટાને એક બાઉલમાં લઇ તેમાં બાફેલા કાળા ચણા, સંચર, ચાટ મસાલો ઉમેરી મિક્ષ કરી લો અને બટાટાને સરખી રીતે મેશ કરી લો.
  • હવે પાપડી પૂરીને એક પ્લેટમાં લઇ તેના પર આ બટાટા વાળું મિશ્રણ મુકો. હવે તેના પર લીલી ચટની, ગોળ-આંબલીની ચટની, લસણ વાળી લાલ ચટની, મુકો.
  • હવે તેના પર થોડા ટામેટા અને ડુંગળી મુકો. હવે તેના પર થોડી બેસન સેવ રાખી, ચાટ મસાલો છાંટો. અંતે તેને કોથમીર વડે સજાવી સર્વ કરો.