Quick Kadai Paneer Recipe in Gujarati | કડાઇ પનીર.
નમસ્તે મિત્રો, આજે અમે આપના માટે ભારતીય રાંધણકલામાંથી, પંજાબની ખુબજ પ્રખ્યાત એવી વાનગી લાવ્યા છીએ જેનું નામ છે કડાઇ પનીર (Quick Kadai Paneer Recipe). સામાન્ય રીતે પંજાબી વાનગીઓ તેના અલગ પ્રકારના મસાલાઓ અને સ્વાદથી ભરપુર હોવાને લીધે ખુબજ પ્રખ્યાત હોય છે આ રેસીપી તેમનીજ એક છે. પરંતુ આ રેસિપીમાં ખાસ એ છે કે આજે અમે આપને કડાઇ પનીર ખુબજ સરળ રીતે અને સ્વાદિષ્ટ બનાવવાનો નુસખો બતાવીશું.

કડાઇ પનીર બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ ખુબજ સરળતાથી બજારમાં ઉપલબ્ધ હોય છે. જેથી કરીને આપ ઈચ્છો ત્યારે કોઈ પણ સમયે આ રેસીપી પર હાથ અજમાવી શકો છો. લોકો સામાન્ય રીતે, પંજાબી રાંધણકલાનો સ્વાદ લેવા અવાર-નવાર હોટલો માં જતા હોય છે. પરંતુ આ રેસીપી નું સ્ટેપ બાય સ્ટેપ અનુસરણ કરીને આપ રેસ્ટોરન્ટ જેવી જ વાનગી ઘર પર જાતે બનાવી શકશો.
કડાઇ પનીર બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૨૦૦ ગ્રામ પનીરના ટુકડા(paneer)
- ૧ મોટું લીલું કેપ્સીકમ(ચોરસ ટુકડા કરેલા)(capsicum)
- ૧ મીડીયમ સાય્ઝનું પીળું કેપ્સીકમ(વૈકલ્પિક)(yellow capsicum)
- ૪ મીડીયમ સાય્ઝના કાપેલા ટામેટા(tomatoes)
અન્ય સામગ્રીઓ:
- ૧ ઇંચ સમારેલું આદું(ginger)
- ૧/૨ ચમચી જીરું(cumin seeds)
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ૩ ચમચી સિક્રેટ મસાલો(secret masala)
- નમક સ્વાદ અનુસાર(salt)
- ૨ ચમચી તેલ(oil)
સિક્રેટ મસાલો બનાવવાની રીત:
- એક ચમચી જીરું, ૧ ચમચી વરીયાળી, ૨ ચમચી ધાણા, ૭-૮ મરી અને આખા લાલ મરચા ૧-૨ મિનીટ સુધી શેકો.
- બધાજ મસાલાઓને મિક્ષ્ચર બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી મસાલો તૈયાર કરી લો.
કડાઇ પનીર બનાવવાની રીત:
- એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરી, જીરું નાંખી થોડી વાર સાંતળો. જયારે જીરું ફૂટવા લાગે ત્યારે તેમાં લાલ મરચું પાવડર, ટામેટા અને નમક નાંખી મિક્ષ કરી લો. ટામેટા ૩/૪ ભાગના થઇ જાય ત્યાં શુધી ઢાંકી દઈ પાકવા દો.
- હવે તેમાં ૨ ચમચી સિક્રેટ મસાલો ઉમેરી સરખી રીતે મિક્ષ કરો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ, આદું અને પનીર ઉમેરી સરખી રીતે મિક્ષ કરી લો.
- હવે ફરીથી ૧ ચમચી સિક્રેટ મસાલો ઉમેરી, ઢાંકી દઈ, ૫ મિનીટ સુધી પાકવા દો. ત્યારબાદ ચેક કરી લો. પનીરને લાંબા સમય સુધી ન પકાવો . કારણકે તેને લાંબા સમય સુધી પકાવવાથી તે કઠણ બની જશે.
- ગેસ બંધ કરી દઈ રોટી અથવા નાન સાથે ગરમા-ગરમ પીરસો.
Kadai paneer(કડાઇ પનીર)
How to make punjabi style kadai paneer.
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૨૦૦ ગ્રામ પનીરના ટુકડા paneer
- ૧ મોટું લીલું કેપ્સીકમ ચોરસ ટુકડા કરેલા(capsicum)
- ૧ મીડીયમ સાય્ઝનું પીળું કેપ્સીકમ વૈકલ્પિક(yellow capsicum)
- ૪ મીડીયમ સાય્ઝના કાપેલા ટામેટા tomatoes
- અન્ય સામગ્રીઓ:
- ૧ ઇંચ સમારેલું આદું ginger
- ૧/૨ ચમચી જીરું cumin seeds
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૩ ચમચી સિક્રેટ મસાલો secret masala
- નમક સ્વાદ અનુસાર salt
- ૨ ચમચી તેલ oil
Instructions
- ૨ ચમચી તેલ(oil)
- સિક્રેટ મસાલો બનાવવાની રીત:
- એક ચમચી જીરું, ૧ ચમચી વરીયાળી, ૨ ચમચી ધાણા, ૭-૮ મરી અને આખા લાલ મરચા ૧-૨ મિનીટ સુધી શેકો.
- બધાજ મસાલાઓને મિક્ષ્ચર બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી મસાલો તૈયાર કરી લો.
- કડાઇ પનીર બનાવવાની રીત: