Quick Idli Chaat Recipe in Gujarati | ઈડલી ચાટ રેસીપી

0
249
Idli Chaat Recipe in Hindi, Idli Masala Chaat Recipe, Chaat Recipes, Indian Fast Food Recipe, Indian Street Food Recipe. Quick Idli Chaat Recipe.
Idli Chaat Recipe in Hindi Photo.

Quick Idli Chaat Recipe in Gujarati | ઈડલી ચાટ રેસીપી.

નમસ્તે મિત્રો, આજે આપણે વધુ એક ખુબ સાધારણ વાનગીમાંથી એક અલગ ડીશ બનાવતા શીખીશું, જેનું નામ છે ઈડલી ચાટ (Quick Idli Chaat). આપ સૌને ખબરજ હશે, કે ઈડલી એ ભારતમાં કેટલી પ્રખ્યાત છે અને તે લગભગ તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. મુખ્યત્વે સાઉથ ઇન્ડિયન રાંધણકલામાંથી આવતી એવી આ ઈડલીને આજે આપણે ચાટ કઈ રીતે ચાટમાં ફેરવીને તેને કઈ રીતે વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય તે જોઈશું. આ ચાટ સ્વાદમાં એકદમ ટેસ્ટી અને યમ્મી એવી હોઈ છે સાથોસાથ હેલ્થી પણ છે. જેથી આપ આપના બાળકો માટે પણ આ ચાટ બનાવી શકો છો.

Idli Chaat Recipe, How to Make Idli Chaat, How to Cook Idli Chaat, Home Made Idli Chaat, Indian Fast Food Recipe, Street Food Recipe.
Quick Idli Chaat Recipe Photo.

આ ચાટ બનાવવી ખુબજ સરળ અને સિમ્પલ છે. આ ચાટ બનવવા માટે જોઈતી સામગ્રી પણ બજારમાં આસાનીથી મળી જાય છે. અગાઉના દિવસની વધેલી ઈડલી માંથી જો કોઈ નવીન ડીશ બનાવવી હોઈ તો ઈડલી ચાટ એ એકદમ બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો મિત્રો જોઈએ ઈડલી ચાટ બનાવવાની રીત.

ઈડલી ચાટ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રીઓ:

  • ૧૦-૧૨ ઈડલી(idli).

અન્ય સામગ્રીઓ:

  • ૧/૪ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(kashmiri red chili powder).
  • ૧/૨ ચમચી ચાટ મસાલો(chaat masala).
  • ૧ ચમચી લાલ ચટની(red garlic chutney).
  • ૧ ચમચી લીલી ચટની(green chutney)
  • ૧ ચમચી ગોળ-આંબલીની ચટની(jaggery-tamrind chutney).
  • જરૂર અનુસાર બેસન સેવ(besan sev).
  • થોડું દહીં(curd).
  • ૨ ચમચી મસાલા બી(masala peanuts).
  • ૧ ચમચી તેલ(oil).

સજાવટ માટે:

  • થોડી તાજી કોથમીર(coriander leaves).

ઈડલી ચાટ બનાવવાની રીત:

  • બધીજ ઈડલીને ચાર કટકામાં કાપી લો. હવે એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ થોડું ગરમ થઇ જાય ત્યારે તેમાં લાલ મરચું પાવડર, અને ચાટ મસાલો નાખો.
  • ધ્યાન રાખો કે મસાલાઓ નાખતી વખતે તેલ વધુ ગરમ ન હોઈ. નહી તો મસાલાઓ બડી જશે. હવે તેમાં ચાટ મસાલો ઉમેરી, તરતજ ઈડલી ઉમેરી દો. તેને ૨-૩ મિનીટ સુધી હલાવો.
  • હવે ૨-૩ મિનીટ બાદ ઈડલીને પ્લેટમાં લઇ લો અને ઠંડી પડવા દો. હવે આ ઈડલીને સર્વિંગ પ્લેટમાં લઇ લો અને તેમાં લાલ ચટની, લીલી ચટની, ગોળ-આંબલીની ચટની અને ઉપર દહીં ઉમેરો.
  • હવે તેના પર બેસન સેવ, મસાલા બી અને કોથમીર  સજાવી સર્વ કરો.

Quick Idli Chaat Recipe in Gujarati | ઈડલી ચાટ રેસીપી

How to make idli chaat at home.
Course: Fast Food
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • ૧૦-૧૨ ઈડલી idli
  • ૧/૪ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર kashmiri red chili powder
  • ૧/૨ ચમચી ચાટ મસાલો chaat masala
  • ચમચી લાલ ચટની red garlic chutney
  • ચમચી લીલી ચટની green chutney
  • ચમચી ગોળ-આંબલીની ચટની jiggery-tamrind chutney
  • જરૂર અનુસાર બેસન સેવ besan sev
  • થોડું દહીં curd
  • ચમચી મસાલા બી masala peanuts
  • ચમચી તેલ oil
  • સજાવટ માટે:
  • થોડી તાજી કોથમીર coriander leaves

Instructions