Quick Chinese Bhel Recipe in Gujarati | ચાઈનીસ ભેલ | Fast Food.
નમસ્તે મિત્રો, ચાઈનીસ રાંધણકળાની ડીશો ભારતીય લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવતી હોઈ. દરેક લોકોને પસંદ પડે તેવી આ ચાઇનીસ ડીશો ભારતના લગભગ તમામ ખૂણે ઉપલબ્ધ હોઈ છે, તે પછી હોટલ હોઈ કે રસ્તા પરની લારીઓ. તમમાં જગ્યાઓ પર ચાઈનીસ રાંધણકળાની એક ડીશ તો જોવા મળીજ જાય છે. આજે આપણે ચાઈનીસ રાંધણકળાની અને સૌની મનપસંદ એવી ચાઈનીસ ભેલ (Quick Chinese Bhel Recipe) બનાવતા શીખવાના છીએ. જે બનાવવી ઘણા લોકો માટે કઠીન કામ છે. પરંતુ ચોક્કસ પદ્ધતિની મદદથી હોટલો જેવી જ ભેલ ઘર પર બનાવી શકાય છે.

આ ભેલ બનાવવા માટે આપને થોડા નુડલ્સ, શાકભાજીઓ અને અન્ય મસાલાઓની જરૂર રહેશે. જે એકદમ આસાનીથી બજારમાંથી મળી જશે. આચાઈનીસ ભેલ નાનાથી મોટી ઉમરના તમામ લોકોને પસંદ પડે તેવી છે, જેથી આપ આપના ડીનરમાં પણ સાઈડ ડીશ તરીકે અથવા મુખ્ય ડીશ સર્વ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ ચાઈનીસ ભેલ બનાવવાની રતી.
ચાઈનીસ ભેલ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- થોડા તળેલા નુડલ્સ(fried noodles).
- ૩ ચમચી ઝીણું સમારેલું કોબીજ(chopped cabbage).
- ૩ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ(chopped capsicum).
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(chopped onions).
- ૩ ચમચી ઝીણું સમારેલ ગાજર(chopped carrots).
અન્ય સામગ્રીઓ:
- ૨-૩ ટીપાં ઓરેન્જ ફૂડ કલર(orange food color).
- ૧ ચમચી આજીનો મોટો(ajinomoto).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૧ ચમચી તેલ(oil).
- થોડું સમારેલ ગાજર, ડુંગળી, કોબીજ અને કેપ્સીકમ સલાડ.
સોસ માટેની સામગ્રીઓ:
- ૧ ચમચી આદું-લસણની પેસ્ટ(gingr-garlic paste).
- ૩ ચમચી ટોમેટો કેચપ(tomato ketchup).
- ૧ ચમચી રેડ ચીલી સોસ(red chili sauce).
- ૧ ચમચી વિનેગર(vinegar).
- ૧ ચમચી સોયા સોસ(soya sauce).
- ૧ ચમચી ખાંડ(sugar).
- ૧ ચમચી તેલ(oil).
ચાઈનીસ ભેલ બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં આદું-લસણની પેસ્ટ નાંખી સાંતળો. હવે તેમાં ટોમેટો કેચપ, વિનેગર, સોયા સોસ અને ખાંડ ઉમેરી તેમાં ૨-૩ ચમચી પાણી ઉમેરી દો.
- જયારે તે ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. સોસ તૈયાર છે. હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલ કોબીજ, કેપ્સીકમ, ગાજર અને ડુંગળી નાંખી મિક્ષ કરી લો.
- હવે તેમાં આજીનો મોટો, નમક, ઓરેન્જ ફૂડ કલર ઉમેરી મિક્ષ કરી લો. શાકભાજીઓને થોડી વાર પકાવી, તેમાં સોસ તરત ઉમેરી દો હવે તેને ૧ મિનીટ સુધી પકાવી એસ બંધ કરી દો.
- આ ભેલને થોડી વાર સુધી ઠંડી પડવા દો. જયારે તે ઠંડી પડી જાય ત્યારે તેમાં તળેલા નુડલ્સ ઉમેરી મિક્ષ કરી લો. નુડલ્સ ઉમેર્યા બાદ તરતજ તેને સલાડ સાથે સર્વ કરી દો નહી તો નુડલ્સ સોફ્ટ બની જશે અને ટેસ્ટ સારો નહી લાગે.
Quick Chinese Bhel Recipe in Gujarati | ચાઈનીસ ભેલ | Fast Food
Ingredients
- થોડા તળેલા નુડલ્સ fried noodles
- ૩ ચમચી ઝીણું સમારેલું કોબીજ chopped cabbage
- ૩ ચમચી ઝીણું સમારેલ કેપ્સીકમ chopped capsicum
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી chopped onions
- ૩ ચમચી ઝીણું સમારેલ ગાજર chopped carrots
- ૨-૩ ટીપાં ઓરેન્જ ફૂડ કલર orange food color
- ૧ ચમચી આજીનો મોટો aaji no moto
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી તેલ oil
- થોડું સમારેલ ગાજર ડુંગળી, કોબીજ અને કેપ્સીકમ સલાડ
- ૧ ચમચી આદું-લસણની પેસ્ટ gingr-garlic paste
- ૩ ચમચી ટોમેટો કેચપ tomato ketchup
- ૧ ચમચી રેડ ચીલી સોસ red chili sauce
- ૧ ચમચી વિનેગર vinegar
- ૧ ચમચી સોયા સોસ soya sauce
- ૧ ચમચી ખાંડ sugar
- ૧ ચમચી તેલ oil
Instructions