Quick Aloo Samosa Recipe in Gujarati | આલું સમોસા

0
1076
Quick Aloo Samosa Recipe in Hindi, Samosa Recipe in Hindi. How to Make Aloo Samosa, Easy Samosa Recipe, Indian Fast Food Recipe, Indian Street Food Recipe.
Aloo Samosa Recipe in Hindi Photo.

Quick Aloo Samosa Recipe in Gujarati | આલું સમોસા.

આલું સમોસા (Quick Aloo Samosa) એટલે ભારતના હરેક લોકોનો સૌથી મનપસંદ નાસ્તો. એ હર કોઈ જાણે અને મને પણ છે. કારણકે ભારતના ખૂણે ખૂણા માં પ્રસિદ્ધ અને સરળતાથી ઉપલબ્ધ થઇ જતો એવો કોઈ નાસ્તો હોઈ તો તે છે આલું સમોસા. રસ્તા પરની લારી હોઈ કે પછી મોટી હોટલો, બેકરી હોઈ કે પછી ફરશાણની દુકાનો, આ તમામ જગ્યાઓ પર જો કી એકસમાન ડીશ જોવા મળે તો તે છે આલું સમોસા. આલું સમોસાએ બાળકોથી લઈને વૃદ્ધ સુધીના તમામ ઉમરની લોકોનો પ્રિય એવો નાસ્તો છે.

Quick Aloo Samosa Recipe, Potato Samosa Recipe, Easy Samosa Recipe, How to Make Aloo Samosa, Indian Fast Food Recipe.
Quick Aloo Samosa Recipe Photo.

ભારતીય રાંધણકલામાં સમોસાઓના અઢળક એવા પ્રકાર છે જેમાં સામગ્રીઓમાં, બનાવટની રીત કે પછી કોઈકને  કોઈક  કારણોસર વૈવિધ્ય જોવાજ મળતું હોઈ છે. જેમાંથી આજે આપણે આલું સમોસા બનાવતા શીખીશું. આલું સમોસા બનાવવા ખુબજ સરળ છે જેથી આપ કોઈ પણ સમયે આલું સમોસા બનાવીને આપના મેહમાનો કે પછી પરિવારજનોને સર્વ કરી શકો છો. બાળકો તો આ સમોસા જોઇને જ આનંદ માં આવી જાય છે. તો ચાલો મિત્રો જોઈએ આલું સમોસા બનાવાવની રીત.

આલું સમોસા (Quick Aloo Samosa) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

આઉટર લેયર માટે:

 • ૪ કપ મેંદો.(all purpose flour)
 • ૧/૪ કપ દેસી ઘી(desi ghee)
 • નમક સ્વાદ અનુસાર(salt)

સ્ટફીંગ બનાવવા માટે:

 • ૮ મધ્યમ કદનાં બાફેલ અને છોલેલ બટાટા(potaos)
 • થોડા લીલા વટાણા(green peas)
 • ૧ ૧/૨ ઈંચનું સમારેલ આદું(ginger)
 • ૧ સમારેલ લીલી મરચી(green chilis)
 • થોડી કીસમીસ(raisins)
 • થોડા કાજુ નાના ટુકડાઓમાં કાપેલ(cashew nuts)
 • ૧ ચમચી જીરું(cumin seeds)
 • ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala)
 • ૧/૨ ચમચી આમચૂર પાવડર(Amchoor powder)
 • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
 • ૧ ચમચી ધાણા પાવડર(coriander powder)
 • ૧ ચમચી વરીયાળી પાવડર(fennel seeds)
 • ચપટી હીંગ(asafetida)
 • નમક સ્વાદ અનુસાર(salt)

આલું સમોસા (Quick Aloo Samosa) બનાવાવની રીત:

આઉટર લેયર માટે:

 • સૌ પ્રથમ ૧ ચમચી જેટલું નમક મેંદામાં ઉમેરી, ૧/૪ કપ દેસી ઘી ઉમેરી મિક્ષ કરી લો. મિશ્રણ થોડું બરડ હોવું જોઈએ જો ન હોઈ તો તેમાં ઘી વધુ અથવા ઓછુ ઉમેરેલ છે.
 • હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટ પુરીના લોટથી થોડો કઠણ એવો બાંધો. તેને હવે ૨૦ મિનીટ માટેનો રેસ્ટ આપી દો.

સ્ટફીંગ માટે:

 • હવે કડાઈમાં થોડું દેસી ઘી ગરમ કરી, ઘી ગરમ થઇ જાય ત્યારે તેમાં કાજુ ઉમેરી, તેને થોડી વાર તળી બાઉલમાં કાઢી લો. કાજુને ખુબજ ગરમ ઘી માં ન તળો.
 • હવે તેજ ઘીમાં જીરું, ધાણા પાવડર, વરીયાળી, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચપટી હીંગ નાંખી બધુજ મિક્ષ કરી લો. હવે તેમાં વટાણા, આદું, લીલા મરચા ઉમેરી મિક્ષ કરી લો.
 • બધીજ સામગ્રીઓને થોડી વાર માટે સાંતળો અને બટાટાને મેશ કરી લો. અને બન્નેને મિક્ષ કરી લઇ તેમાં નમક અને આમચૂર પાવડર ઉમેરો. હવે બટાટાને અન્ય મસાલાઓ સાથે મિક્ષ કરી થોડી મીનીટો માટે પકાઓ.
 • જયારે મિક્ષ્ચર સરખી રીતે પાકી જાય ત્યારે તેમાં કાજુ અને કીસમીસ ઉમેરી મિક્ષ કરી લો. અને ગેસ બંધ કરી બટાટાનું સ્ટફીંગ એકબાજુ કાઢી લો.
 • હવે સમોસા જેવડી સાઈઝના બનાવવા હોઈ તેટલો લોટ લઇ તેને લાંબુ વણી લો. હવે તેને બે ભાગમાં કાપી લો. હવે કિનારી પર મેંદાના લોટની સ્લરી લગાવી તેને સમોસાનો શેપ આપી દો.
 • કિનારીને સરખી રીતે દબાવો જેથી તે ચોંટી જાય. તેને કોન જેવો શેપ આપી વચ્ચે થોડું સ્ટફીંગ મૂકી તેને બંધ કરી દો. હવે સમોસા રેડી છે.
 • તો તેને તળવા માટે તેલ ગરમ કરી બધાજ સમોસાઓને મધ્યમ તાપમાન પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તેને દર મિનટે બધી બાજુ એથી ફેરવતા રહો જેથી તે બધીજ બાજુથી સરખી રીતે તળાઈ જાય.
 • તેને ૮-૧૦ મિનટ સુધી તળ્યા બાદ એક પ્લેટમાં કાઢી લઇ ટોમેટો કેચપ અથવા અનુ કોઈ ચટની સાથે સર્વ કરો.

Aloo samosa(આલું સમોસા)

How to make Aloo samosa/Samosa at home.
Course: Fast Food
Cuisine: Indian
Author: Neelima mittal

Ingredients

 • આઉટર લેયર માટે:
 • કપ મેંદો. all purpose flour
 • ૧/૪ કપ દેસી ઘી desi ghee
 • નમક સ્વાદ અનુસાર salt
 • સ્ટફીંગ બનાવવા માટે:
 • મધ્યમ કદનાં બાફેલ અને છોલેલ બટાટા potaos
 • થોડા લીલા વટાણા green peas
 • ૧ ૧/૨ ઈંચનું સમારેલ આદું ginger
 • સમારેલ લીલી મરચી green chilis
 • થોડી કીસમીસ raisins
 • થોડા કાજુ નાના ટુકડાઓમાં કાપેલ cashew nuts
 • ચમચી જીરું cumin seeds
 • ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
 • ૧/૨ ચમચી આમચૂર પાવડર Amchoor powder
 • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
 • ચમચી ધાણા પાવડર coriander powder
 • ચમચી વરીયાળી પાવડર fennel seeds
 • ચપટી હીંગ asafetida
 • નમક સ્વાદ અનુસાર salt

Instructions

 • આઉટર લેયર માટે:
 • સૌ પ્રથમ ૧ ચમચી જેટલું નમક મેંદામાં ઉમેરી, ૧/૪ કપ દેસી ઘી ઉમેરી મિક્ષ કરી લો. મિશ્રણ થોડું બરડ હોવું જોઈએ જો ન હોઈ તો તેમાં ઘી વધુ અથવા ઓછુ ઉમેરેલ છે.
 • હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટ પુરીના લોટથી થોડો કઠણ એવો બાંધો. તેને હવે ૨૦ મિનીટ માટેનો રેસ્ટ આપી દો.
 • સ્ટફીંગ માટે: