Quick Aloo Chaat Recipe in Gujarati | આલું ચાટ રેસીપી

0
305
Aloo Chaat Recipe. Spicy Aloo Chaat Recipe. Indian Chaat Recipe. Indian Street Food Recipe.
Aloo Chaat Recipe Photo.

Quick Aloo Chaat Recipe in Gujarati | આલું ચાટ રેસીપી.

જો ઉતર ભારતીય રાંધણકળાની વાત આવે ,ત્યારે સૌ પ્રથમ વાનગી આલું ચાટ (Quick Aloo Chaat Recipe) મનમાં ના આવે તેવું તો બનેજ નહીને મિત્રો?…. કારણ તે છે કે આ ચાટ એ ફક્ત ઉત્તર ભારતમાં જ નહી પરંતુ ભારતભર ઉપરાંત અન્ય દેશમાં પણ ઘણી એવી પ્રસિદ્ધિ મેળવી છે. ભારતીય લોકો દ્વારા આ ચાટ ખુબજ પસંદ કરવામાં આવે છે. આ ચાટ નાના થી લઈને મોટા સુધી ની તમામ લોકોની પ્રિય હોઈ છે અને આ ચાટ બનાવવા માટેની ઘણી અલગ પદ્ધતિઓ અને અલગ સામગ્રીઓ હોઈ છે. તેમાંથી આજ અમે સૌથી સ્વાદિષ્ટ ચાટ બનાવવા માટેની રીત લાવ્યા છીએ.

Quick Aloo Chaat Recipe. Spicy Aloo Chaat Recipe. Indian Chaat Recipe. Indian Street Food Recipe.
Quick Aloo Chaat Recipe Photo.

આ ચાટ આપ સૌએ ઘણી બધી રેક્ડીઓમાં, ફેરિયાઓ પાસે કે હોટલોમાં પણ જોઈજ હશે. આજે અમે આ આલું ચાટ ઘર પર કઈ રીતે સ્વાદિષ્ટ બનાવી શકાય તે શીખવીશું. આ ચાટ બનાવવી ખુબજ સરળ છે અને તમામ સામગ્રીઓ એકદમ ઘરેલું એવી જ છે. જેથી આપ આ ચાટ ઘર પણ આસાનીથી બનાવી શકો છો.

આલું ચાટ બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:
  • ૧૦-૧૨ નાના, છોલેલાં અને બાફેલા બટાટા(potatos)
  • ૧૦૦ ગ્રામ પોટેટો ચીપ્સ(potato chips)
  • ૨ સમારેલા ટામેટા(tomatos)
  • ૨ ચમચી લીલી ડુંગળીનો સફેદ ભાગ(white part of spring onions)
  • ૫૦ ગ્રામ નાયલોન સેવ(nylon sev)
અન્ય સામગ્રીઓ:
  • ૧ ચમચી જીરું(cumin seeds)
  • ૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste)
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૧ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ ચમચી લીંબુનો રસ(lemon juice)
  • ૩ ચમચી ટોમેટો કેચપ(tomato ketchup)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૧ ૧/૨ ચમચી તેલ(oil)
સજાવટ માટે:
  • કોથમીર(coriander leaves)
  • લીલી ડુંગળી(spring onion)

આલું ચાટ બનાવવાની રીત:

  • એક કડાઈમાં તેલ ગરમ કરી, ગરમ તેલમાં જીરું, નાંખી થોડી વાર પાકવા દો. જયારે જીરું ફૂટવા લાગે ત્યારે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી ૩૦ સેકન્ડ સુધી સાંતળો.
  • હવે તેમાં ટામેટાની સાથે નમક નાખો. હવે તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ નાંખી ૨ મિનીટ સુધી મધ્યમ તાપમાન પર પાકવા દો.
  • હવે તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને લીંબુનો રસ અને ટોમેટો કેચપ નાંખી બધુજ સરખી રીતે મિક્ષ કરી લો અને ૧ મિનીટ સુધી પકાવો.
  • હવે તેમાં બાફેલા બટાટા નાંખી મિક્ષ કરી લો અને ગેસ બંધ કરી દો. હવે તેમાં ઉપરથી સેવ અને પોટેટો ચીપ્સ ઉમેરી મિક્ષ કરી લો. આ આલું ચાટ ને લીલી ડુંગળી અને કોથમીર વડે સજાવી સર્વ કરો.

Aloo chaat recipe in gujarati(આલું ચાટ રેસીપી)

How to make easy aloo chaat/chaat.
Course: Fast Food
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રી:
  • ૧૦-૧૨ નાના છોલેલાં અને બાફેલા બટાટા(potatos)
  • ૧૦૦ ગ્રામ પોટેટો ચીપ્સ potato chips
  • સમારેલા ટામેટા tomatos
  • ચમચી લીલી ડુંગળીનો સફેદ ભાગ white part of spring onions
  • ૫૦ ગ્રામ નાયલોન સેવ nylon sev
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી જીરું cumin seeds
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી ધાણા પાવડર coriander powder
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી લીંબુનો રસ lemon juice
  • ચમચી ટોમેટો કેચપ tomato ketchup
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૧ ૧/૨ ચમચી તેલ oil
  • સજાવટ માટે:
  • કોથમીર coriander leaves
  • લીલી ડુંગળી spring onion

Instructions