Puran Podi Recipe in Gujarati | પુરણ પોળી.
નમસ્તે મિત્રો, આજે આપણે એક અત્યંત સુંદર અન સરળ એવી મહારાષ્ટ્રિયન મીઠાઈ શીખવાના છીએ જેનું નામ છે પુરણ પોળી (Puran Podi). તેનો પરિચય આપવા પુરણ પોળીનું નામ માત્ર કાફી છે કારણકે પૂરણ પોળી એ મહારાષ્ટ્રિયન રાંધણકલામાંથી આવતી એક એવી મીઠાઈ છે જે આખા ભારતભરમાં પ્રસિદ્ધ છે. તે જેટલી પ્રસિદ્ધ છે તેટલીજ લોકો દ્વારા પસંદ પણ કરવામાં આવે છે. આજે આપણે આ પુરણ પોળી ઘર પર કઈ રીતે આસાનીથી બનાવી શકાય તે શીખીશું. પૂરણ પોળી બનવવા ઘણીજ સરળ છે. તમામ આવશ્યક સામગ્રીઓની મદદથી અને તેને બનવવાની ચોક્કસ રીતથી આપ મહારાષ્ટ્રિયન રાંધણકળાની આ મીઠાઈ ઘર પર બનાવી શકશો.

ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ એવી આ મીઠાઈ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે ઘઉંનો લોટ, ચણા દાળ અને ગોળની જરૂર પડશે. આ મીઠાઈને એક જાતની મીઠી બ્રેડ પણ કહી શકાય કારણકે આ મીઠાઈ સામાન્ય બ્રેડ થી ઘણી મિલતી-ઝૂલતી આવે છે. આપ મીઠી બ્રેડ આપના પરિવારજનો, મિત્રો કે મેહમાનો માટે ચોક્ક્પને બનાવી શકો છો. ઉપરાંત કોઈ ખાસ પ્રસંગે કે પછી બર્થડે પાર્ટીમાં સર્વ કરી શકો છો.તો ચાલો મિત્રો જોઈએ પૂરણ પોળી બનાવવાની રીત
પુરણ પોળી બનાવવ માટેની આવશ્યક સામગ્રીઓ;
મુખ્ય સામગ્રીઓ;
- ૧ કપ ઘઉંનો બાંધેલો લોટ(wheat flour dough).
- ૧ કપ ચણા દાળ(chana dal).
અન્ય સામગ્રીઓ;
- ૧/૨ કપ ગોળ(jaggery).
- ૧ ચમચી એલચી પાવડર(cardamom powder).
- ચોખ્ખું ઘી(pure ghee).
પૂરણ પોળી બનાવવાની રીત;
- સૌ પ્રથમ બાફેલી ચણા દાળને એક નોન-સ્ટીક કડાઈમાં લઇ, ગેસ શરુ કરી તેમાં ગોળ ઉમેરો. ચણા દાળ અને ગોળ મિક્ષ થઇ જાય ત્યારે તેમાં ૧ ચમચી ઘી ઉમેરો.
- જયારે મિક્ષ્ચર કડાઇમાંથી છુટ્ટું પડવા લાગે તો તેનો મતલબ છે કે મિક્ષ્ચર તૈયાર છે. હવે તેમાં એલચી પાવડર ઉમેરી મિક્ષ કરી લો. હવે ગેસ બંધ કરી મિક્ષ્ચર થોડી મીનીટો માટે ઠંડુ પડવા દો.
- હવે બાંધેલો ઘઉંનો લોટ લઇ તેમાંથી નાના બોલ્સ બનાવી લો. હવે તેમાંથી ક બોલ લઇ તેને પૂરી કે રોટલીની જેમ વણી લો. હવે તેની વચ્ચે સ્ટફીંગ મૂકી બધીજ બાજુથી વાળી લો.
- હવે તેને ફરીથી પુરીની જેમ વણી લો. આ રીતે બધીજ પુરણ પોળી તૈયાર કરી લો. હવે ગેસ પર તવાને ગરમ કરી તેના પર પૂરણ પોળી મુકો.
- ગેસ ધીમો કરી બધુજ બાજુથી પુરણ પોળીને સરખી રીતે શેકી લો. હવે તેના પર ઘી લગાવી સરખી રીતે પકાવી, સર્વિંગ પ્લેટમાં લઇ ગરમા ગરમ સર્વ કરો.
Puran Podi Recipe in Gujarati | પુરણ પોળી
Ingredients
- ૧ કપ ઘઉંનો બાંધેલો લોટ wheat flour dough.
- ૧ કપ ચણા દાળ chana dal.
- ૧/૨ કપ ગોળ jaggery.
- ૧ ચમચી એલચી પાવડર cardamom powder.
- ચોખ્ખું ઘી pure ghee.
Instructions