Punjabi Style Baingan Bharta Recipe in Gujarati | બૈગન ભરતા રેસીપી

0
73
Punjabi Style Baingan Bharta Recipe. Punjabi Baingan ka Bharta Recipe. Baingan Bharta Recipe. Indian Curry Recipe.
Punjabi Style Baingan Bharta Recipe Photo.

Punjabi Style Baingan Bharta Recipe in Gujarati | બૈગન ભરતા રેસીપી.

બૈગન ભરતા એ ભારતની ખ્બુજ પારંપરિક અને ખુબજ ફેમસ એવી ડીશ છે જે ઉત્તર ભારત અને તેમાં પણ ખાસ કરીને પંજાબમાં ખુબજ પ્રસિદ્ધ છે. આ ડીશ બનાવવી ખુબજ સરળ છે અને આ ડીશને રોટલા, રોટલી સાથે સર્વ કરી શકાય છે. બૈગન ભરતાના (Punjabi Style Baingan Bharta Recipe) ફક્ત પંજાબમાંજ નહી પરંતુ ભારતભરમાં તેના ચાહકો છે અને આમ પણ પંજાબી રાંધ્ય તેના સ્વાદિષ્ટ વ્યંજનોને લીધે આખા વિશ્વમા પ્રસિદ્ધ છે. આ શાક બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે રીંગણ અને અન્ય મસાલાઓનો ઉપયોગ થાય છે.

Punjabi Style Baingan Bharta Recipe. Punjabi Baingan ka Bharta Recipe. Baingan Bharta Recipe. Indian Curry Recipe.
Punjabi Style Baingan Bharta Recipe Photo.

આ શાક ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર બનાવવામાં આવતું હોઈ છે. આ પંજાબી શાકને ભોજન સમયે પણ સર્વ કરી શકાય છે અને ડીનરમાં માં પણ સર્વ કરી શકાય છે. આ શાક બનાવવું ઘણુંજ સરળ છે જેથી આપ આ શાક કોઈ પણ મૂંઝવણ વિના આપના પરિવાર જનો, મિત્રો અને મેહમાનો માટે બનાવી શકો છો.તો ચાલો મિત્રો જોઈએ બૈગન ભરતા બનાવવાની રીત.

બૈગન ભરતા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી;

  • ૨ મોટા રીંગણ(brinjles)
  • ૧ ૧/૨ કપ સમારેલી ડુંગળી(onions)
  • ૨ કપ સમારેલા ટામેટા(tomatos)

અન્ય સામગ્રીઓ:

  • ૧ ચમચી સમારેલું લસણ(garlic)
  • ૧ ચમચી સમારેલ આદું(ginger)
  • ૫-૬ લીમડાના પાંદ(curry leaves)
  • ૧ ચમચી મેથીના દાણા અથવા રાઈ દાણા(mustard seeds or rai dana)
  • ૧ ચમચી જીરું(cumin seeds)
  • ચપટી હીંગ(asafetida)
  • ૧ ૧/૨ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
  • ૨ ચમચી ધાણા પાવડર(coriander powder)
  • ૧/૨ ચમચી હળદર પાવડર(turmeric powder)
  • ૧ ચમચી ગરમ મસાલો(garam masala)
  • ૨ ચમચી સમારેલી કોથમીર(coriander leaves)
  • નમક સ્વાદ અનુસાર(salt)
  • ૫-૬ ચમચી તેલ(oil)

સજાવટ માટે:

  • કોથમીર(coriander leaves)

પંજાબી સ્ટાઈલ બૈગન ભરતા બનાવવાની રીત:

  • સૌ પ્રથમ રરીંગણને પાણીના ચાલુ પ્રવાહે ધોઈ અને કપડાની મદદથી સુકવી લો. હવે બધાજ રીંગણ પર ૬-૭ કાપા લગાવી તેના પણ તેલ લગાવી લો.
  • હવે આ રીંગણને ગેસ પર ૨-૩ મિનીટ માટે શેકી લો. થોડી વારે બાજુ બદલાવતા રહો જેથી રીંગણ બળે નહી. હવે ગેસ બંધ કરી તેને પાણીમાં રાખી ઠંડા પડવા દો. જયારે તે ઠંડા પડી જાય ત્યારે તેની છાલ ઉતારી તેના ટુકડા કરી લો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું, મેથીના દાણા અને હીંગ નાંખી ફૂટવા દો. હવે તેમાં ડુંગળી, લસણ અને લીંબડો નાંખી સાંતડો જેથી ડુંગળી એકદમ પાકી જાય.
  • હવે તેમાં ટામેટા ની સાથે નમક નાંખી ટામેટા સોફ્ટ બની જાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો અને આદું નાખો.
  • હવે બધાજ મસાલાઓ મિક્ષ કરી ૨ મિનીટ સુધી માધ્યમ તાપમાન પકાવો.હવે શેકેલા રીંગણ ને તેમાં નાખી બધાજ મસાલાઓ સાથે તેને મિક્ષ કરી લો અને ૧૦ મિનીટ માટે મધ્યમ તાપમાન પર પકાઓ.
  • હવે ગેસ બંધ કરી કોથમીરથી ગાર્નીશ કરી રોટલી, અથવા જીરા રાઈસ સાથે સર્વ કરો.

Punjabi style baingan bharta recipe in gujarati(બૈગન ભરતા રેસીપી)

How to make punjabi style baingan bharta at home.
Course: Curries
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • મુખ્ય સામગ્રી;
  • મોટા રીંગણ brinjles
  • ૧ ૧/૨ કપ સમારેલી ડુંગળી onions
  • કપ સમારેલા ટામેટા tomatos
  • અન્ય સામગ્રીઓ:
  • ચમચી સમારેલું લસણ garlic
  • ચમચી સમારેલ આદું ginger
  • ૫-૬ લીમડાના પાંદ curry leaves
  • ચમચી મેથીના દાણા અથવા રાઈ દાણા mustard seeds or rai dana
  • ચમચી જીરું cumin seeds
  • ચપટી હીંગ asafetida
  • ૧ ૧/૨ ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ચમચી ધાણા પાવડર coriander powder
  • ૧/૨ ચમચી હળદર પાવડર turmeric powder
  • ચમચી ગરમ મસાલો garam masala
  • ચમચી સમારેલી કોથમીર coriander leaves
  • નમક સ્વાદ અનુસાર salt
  • ૫-૬ ચમચી તેલ oil
  • સજાવટ માટે:
  • કોથમીર coriander leaves

Instructions