Punjabi Chole Recipe in Gujarati | પંજાબી છોલે રેસીપી.
પંજાબી રાંધણકળાની ખુબજ પ્રખ્યાત એવી ડીશો માં જો કોઈ નામ પ્રથમ મો પર આવે તો તે છે પંજાબી છોલે (Punjabi Chole). આપણે સૌ જાણીએ છીએ કે પંજાબી રાંધણકળા તેના મસાલેદાર ટેસ્ટ ને લીધે ભારતના તમામ લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. આજે આપણે પંજાબી છોલે ઘર પર કઈ રીતે આસાનીથી અને સ્વાદિષ્ટ બનાવી શકાય તે શીખીશું.

આ ડીશને આપ કોઈ પણ ખાસ પ્રસંગ પર કે તેહવાર પર સર્વ રકી શકો છો. મેહમાનોને પણ એક સ્પેસીઅલ સર્વ માટે પંજાબી છોલે એ એક ઉત્તમ વિકલ્પ છે તો ચાલો મિત્રો જોઈએ પંજાબી છોલે બનાવવાની રીત.
પંજાબી છોલે બનાવવા માટેની આવશ્યક સામગ્રી:
મુખ્ય સામગ્રી:
- ૩૫૦ ગ્રામ બાફેલા ચણા(chickpea)
- ૨ ટામેટા અને ૧ ઇંચ આદુની પેસ્ટ(tomato and ginger paste)
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી શેકેલ જીરું(roasted cumin seeds)
- ૧/૨ ચમચી વરીયાળી પાવડર(fennel seeds powder)
- ૧/૨ચમચી ધાણા પાવડર(coriander powder)
- ૧/૨ ચમચી ગરમ મસાલો(garam masala)
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder)
- ૧/૨ ચમચી જીરું(cumin seeds)
- ૧/૨ ચમચી અજમો(ajwain)
- ૧/૨ ચમચી આમચૂર(amchoor powder)
- ૨ સમારેલ લીલા મરચા(green chili)
- ચપટી હીંગ(asafetida)
- નમક સ્વાદ અનુસાર(salt)
સજાવટ માટે:
- બે ભાગમાં કાપેલ એક લીલું મરચું(green chili)
- થોડા આદુની કતરણ(ginger)
પંજાબી છોલે બનાવવા માટેની રીત:
- એક કડાઈમાં ૨ ૧/૨ ચમચી તેલ ગરમ કરી, તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું, અજમો, વરીયાળી પાવડર, ધાણા પાવડર, હીંગ, લાલ મરચું પાવડર, લીલા મરચા અને ટામેટાની પ્યુરી ઉમેરો.
- આ બધીજ વસ્તુને મિક્ષ કરી લઇ તેમાં નમક નાંખી ટામેટા સરખી રીતે પાકી જાય ત્યાં સુધી પકાઓ. જયારે ટામેટા પાકી જાય ત્યારે તેમાં ચણા નાંખી મિક્ષ કરી લો.
- હવે તેમાં આમચૂર પાવડર, ગરમ મસાલો, પાણી ઉમેરી મિક્ષ કરી લો. ચણાને થોડા મેશ કરી લો જેથી ગ્રેવી ઘટ્ટ બને. હવે તેમાં શેકેલ જીરું નાંખી મિક્ષ કરી લો.
- હવે તેને ઢાંકી દઈ ૫ મિનીટ સુધી, મધ્યમ તાપમાન પર પકાઓ. ૧-૨ મીનીટે વચ્ચે વચ્ચે હલાવતા રહો. ૫ મિનીટ બાદ ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી લઇ લીલી મરચી અને આદું વડે સજાવી સર્વ કરો.
Punjabi Chole Recipe in gujarati(પંજાબી છોલે રેસીપી)
How to make Punjabi chole at home.
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૩૫૦ ગ્રામ બાફેલા ચણા chickpea
- ૨ ટામેટા અને ૧ ઇંચ આદુની પેસ્ટ tomato and ginger paste
- અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી શેકેલ જીરું roasted cumin seeds
- ૧/૨ ચમચી વરીયાળી પાવડર fennel seeds powder
- ૧/૨ ચમચી ધાણા પાવડર coriander powder
- ૧/૨ ચમચી ગરમ મસાલો garam masala
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧/૨ ચમચી જીરું cumin seeds
- ૧/૨ ચમચી અજમો ajwain
- ૧/૨ ચમચી આમચૂર amchoor powder
- ૨ સમારેલ લીલા મરચા green chili
- ચપટી હીંગ asafetida
- નમક સ્વાદ અનુસાર salt
- સજાવટ માટે:
- બે ભાગમાં કાપેલ એક લીલું મરચું green chili
- થોડા આદુની કતરણ ginger
Instructions