Pita Bread Pocket Recipe in Gujarati | પીતા બ્રેડ પોકેટ | Fast Food Recipe

0
205
Pita Bread Pocket Recipe, How to Make Pita Bread Pocket, How to Cook Pita Bread Pocket, Bread Pocket Recipe, Homemade Pita Bread Pocket Recipe, Indian Fast Food Recipe.
Pita Bread Pocket Recipe Photo.

Pita Bread Pocket Recipe in Gujarati | પીતા બ્રેડ પોકેટ | Fast Food Recipe.

નમસ્તે મિત્રો, પીટા બ્રેડ પોકેટ (Pita Bread Pocket Recipe) એ ખુબજ હેલ્થી એવી શાકભાજી, ટીક્કી અને સેન્ડવીચનું મિશ્રણ છે, જે ખુબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સરળ હોઈ છે. આ પીટા બ્રેડ પોકેટ એક ઇન્ડિયન ફાસ્ટ ફૂડ રેસીપી છે અને તમામ લોકોને આ ફાસ્ટ ફૂડ ડીશ ખુબજ પસંદ હોઈ છે. ખાસ કરીને બાળકોને આ પીટા બ્રેડ પોકેટસ ખુબજ પસંદ હોઈ છે. પીટા બ્રેડ પોકેટમાં સામાન્ય રીતે, સેન્ડવીચ, શાકભાજી અને ટિક્કીને બનાવીને તેને સાથે સર્વ કરવામાં આવે છે, જેથી તે ખુબજ સ્વાદિષ્ટ પણ લાગે અને સાથોસાથ હેલ્થી પણ બની રહે.

Pita Bread Pocket Recipe, How to Make Pita Bread Pocket, How to Cook Pita Bread Pocket, Bread Pocket Recipe, Homemade Pita Bread Pocket Recipe, Indian Fast Food Recipe.
Pita Bread Pocket Recipe Photo.

આ ડીશ બનાવવા માટેની તમામ આવશ્યક સામગ્રીઓ ખુબ જ આસાનીથી આપને બજાર માંથી કે કોઈ પણ સ્ટોર પરથી મળી રહેશે. આપ આ ફાસ્ટ ફૂડ ડીશ મેહમાનોને સામે પણ સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકો છો. બાળકોને પણ લંચબોક્ષમાં આ હેલ્થી ડીશ આપ આપી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પીટા બ્રેડ પોકેટ બનાવવાની રીત.

પીટા બ્રેડ પોકેટ (Pita Bread Pocket Recipe) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

પીટા બ્રેડ બનાવવાની સામગ્રીઓ:

  • ૧ કપ મેંદાનો લોટ(all purpose flour).
  • ૧ ચમચી યીસ્ટ(yeast).
  • ૧ ચમચી ખાંડ(sugar).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧ ચમચી તેલ(oil).
  • ૩ ચમચી ગરમ કરેલ પાણી અથવા દુધ(lukewarm water or milk).
  • ટોમેટો કેચપ(tomato ketchup).

ટીક્કી બનવવા માટેની સામગ્રીઓ:

  • ૧૫૦ ગ્રામ બાફેલ બટાટા(potato).
  • ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
  • ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
  • ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
  • નમક સ્વાદ અનુસાર(salt).
  • ૧ ચમચી લીંબુનો રસ અથવા આમચૂર(lemon juice or amchur powder).
  • ૩-૪ ચમચી કોર્ન ફ્લોર(corn flour).
  • તેલ(oil).

સલાડ માટેની સામગ્રી:

  • ૨ ચમચી પાતળા સમારેલ ગાજર(carrots)
  • ૨ ચમચી પાતળી સમારેલ કોબીજ(cabbage)
  • રીંગ શેપમાં કાપેલ એક ટમેટું(tomato)
  • રીંગ શેપમાં કરેલ ૧ કાકડી(cucumber)
  • ૧ ચમચી ચાટ મસાલો(chaat masala)

પીટા બ્રેડ પોકેટ (Pita Bread Pocket Recipe) બનાવવાની રીત:

પીટા બ્રેડ બનાવવાની રીત:

  • સૌ પ્રથમ મેંદાના લોટને ચાળી લઇ, એક બાઉલમાં લઇ લો. હવે એક બીજા બાઉલમાં થોડું ગરમ કરેલ પાણી અથવા દુષ લઇ તેમાં ખાંડ, યીસ્ટ ઉમેરી આ મિક્ષ્ચર ને ૪-૫ મિનીટ સુધી એકબાજુ મૂકી દો.
  • હવે મેંદાના લોટમાં નમક અને તેલ ઉમેરી સરખી રીતે મિક્ષ કરી, યીસ્ટ વાળા મિક્ષ્ચરને આ મિક્ષ્ચરમાં નાંખી, પાણી ઉમેરી લોટ બાંધી લો.
  • હવે આ લોટને ૫-૬ કલાક માટે ગરમ જગ્યાએ મૂકી રાખો. ૫-૬ કલાક બાદ તેમાં થોડો મેંદાનો લોટ નાંખી ફરીથી લોટ બાંધી લો હવે આ લોટમાંથી અડધા ઈંચની રોટલી વણી લો અને આ વણેલી રોટલીઓને ગરમ જગ્યાએ ૧-૨ કલાક સુધી મૂકી દો.
  • ૧-૨ કલાક બાદ આ રોટલીને બન્ને બાજુ તવા પર શેકી લો. હવે તવાને ગેસ પરથી ઉતારી લઇ, રોટલીને સળગતા ગેસ પર જ શેકી લો. જેથી તે એકદમ ફ્લ્ફી બને.
  • આ રીતે બધીજ રોટલી બનાવી થઇને થોડી અર ઠંડી પડવા દો અને તેને વચ્ચેથી કાપી લઇ પીટા બ્રેડના પોકેટ્સ બનાવી લો.

ટીક્કી બનાવવાની રીત:

  • સૌ પ્રથમ બાફેલ બટાટાને મેશ કરી, તેને એક બાઉલમાં લઇ લો અને તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો. હવે તેમાં નમક, લાલ મરચું પાવડર, હળદર પાવડર, લીંબુનો રસ અથવા આમચૂર ઉમેરી મિક્ષ કરી લો.
  • હવે આ મિક્ષ્ચરમાંથી ટીક્કી બનાવી લો અને કોર્ન્ફ્લોરમાં રગદોળી તવા પર લાઈટ ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકી લો. હવે તેને એક પ્લેટમાં લઇ લો.
  • હવે સલાડ બનાવવા માટે કોબીજ, ગાજર અને ટામેટાને એક બાઉલમાં લઇ તેના પર થોડો ચાટ મસાલો છાંટો. તો સલાડ તૈયાર છે.
  • હવે પીટા બ્રેડ પોકેટ લઇ તેમાં વચ્ચે જગ્યા બનાવી તેના પર ટોમેટો કેચપ લગાવી લો. હવે તેમાં થોડું સલાડ મૂકી, તે પર એક ટીક્કી મૂકી પીટા બ્રેડ પોકેટને સર્વ કરો.

Pita Bread Pocket Recipe in Gujarati | પીતા બ્રેડ પોકેટ | Fast Food Recipe

Pita bread pocket recipe in gujarati.
Course: Fast Food
Cuisine: Indian
Author: Rakesh prajapati

Ingredients

  • પીટા બ્રેડ બનાવવાની સામગ્રીઓ:
  • કપ મેંદાનો લોટ all purpose flour
  • ચમચી યીસ્ટ yeast
  • ચમચી ખાંડ sugar
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી તેલ oil
  • ચમચી ગરમ કરેલ પાણી અથવા દુધ lukewarm water or milk
  • ટોમેટો કેચપ tomato ketchup
  • ટીક્કી બનવવા માટેની સામગ્રીઓ:
  • ૧૫૦ ગ્રામ બાફેલ બટાટા potato
  • ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
  • ચમચી લાલ મરચું પાવડર red chili powder
  • ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
  • નમક સ્વાદ અનુસાર salt
  • ચમચી લીંબુનો રસ અથવા આમચૂર lemon juice or amchur powder
  • ૩-૪ ચમચી કોર્ન ફ્લોર corn flour
  • તેલ oil
  • સલાડ માટેની સામગ્રી:
  • ચમચી પાતળા સમારેલ ગાજર carrots
  • ચમચી પાતળી સમારેલ કોબીજ cabbage
  • રીંગ શેપમાં કાપેલ એક ટમેટું tomato
  • રીંગ શેપમાં કરેલ ૧ કાકડી cucumber
  • ચમચી ચાટ મસાલો chaat masala

Instructions

  • પીટા બ્રેડ બનાવવાની રીત:
  • સૌ પ્રથમ મેંદાના લોટને ચાળી લઇ, એક બાઉલમાં લઇ લો. હવે એક બીજા બાઉલમાં થોડું ગરમ કરેલ પાણી અથવા દુષ લઇ તેમાં ખાંડ, યીસ્ટ ઉમેરી આ મિક્ષ્ચર ને ૪-૫ મિનીટ સુધી એકબાજુ મૂકી દો.
  • હવે મેંદાના લોટમાં નમક અને તેલ ઉમેરી સરખી રીતે મિક્ષ કરી, યીસ્ટ વાળા મિક્ષ્ચરને આ મિક્ષ્ચરમાં નાંખી, પાણી ઉમેરી લોટ બાંધી લો.
  • હવે આ લોટને ૫-૬ કલાક માટે ગરમ જગ્યાએ મૂકી રાખો. ૫-૬ કલાક બાદ તેમાં થોડો મેંદાનો લોટ નાંખી ફરીથી લોટ બાંધી લો હવે આ લોટમાંથી અડધા ઈંચની રોટલી વણી લો અને આ વણેલી રોટલીઓને ગરમ જગ્યાએ ૧-૨ કલાક સુધી મૂકી દો.
  • ૧-૨ કલાક બાદ આ રોટલીને બન્ને બાજુ તવા પર શેકી લો. હવે તવાને ગેસ પરથી ઉતારી લઇ, રોટલીને સળગતા ગેસ પર જ શેકી લો. જેથી તે એકદમ ફ્લ્ફી બને.
  • આ રીતે બધીજ રોટલી બનાવી થઇને થોડી અર ઠંડી પડવા દો અને તેને વચ્ચેથી કાપી લઇ પીટા બ્રેડના પોકેટ્સ બનાવી લો.
  • ટીક્કી બનાવવાની રીત:
  • સૌ પ્રથમ બાફેલ બટાટાને મેશ કરી, તેને એક બાઉલમાં લઇ લો અને તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો. હવે તેમાં નમક, લાલ મરચું અવ્દ્ર, હળદર પાવડર, લીંબુનો રસ અથવા આમચૂર ઉમેરી મિક્ષ કરી લો.