Pinwheel Samosa Recipe in Gujarati | પીન્વ્હીલ સમોસા | Indian Snacks.
હેલ્લો ફ્રેન્ડ્સ, પીન્વ્હીલ સમોસા (Pinwheel Samosa) એ સમોસામાંથી બનતી એક નવીન વાનગી છે, જે સમોસા કરતા પણ વધુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવા હોઈ છે. પીન્વ્હીલ સમોસાએ બનાવવામાં સરળ છે. ઉપરાંત ઝડપથી પણ બની જાય છે. જેથી આપ કોઈ પણ સમયે આ સમોસા બનાવીને સર્વ કરી શકો છો. ઘર પર આવેલા મેહમાનોને આપ પીન્વ્હીલ સમોસા તુરંત જ બનાવીને સર્વ કરી શકો છો. આપ આ સમોસા સાથે ટોમેટો કેચપ અથવા કોઈ પણ ચટની સર્વ કરી શકો છો. પીન્વ્હીલ સમોસા બનાવવા માટે આપને મેંદાનો લોટ, બટાટા, લીલા વટાણા અને અન્ય કેટલાક મસાલાઓની જરૂર પડશે.

આ રેસીપી એક ખુબજ ઝડપથ બની જનાર આસાન રેસીપી છે, જે આપ ઘર પર જ બનાવીને બર્થડે પાર્ટીમાં, એનીવર્સરીમાં કે અન્ય કોઈ તેહવાર પર સર્વ કરી શકો છો. આ સમોસા ટેસ્ટી હોવાની સાથોસાથ ખુબજ હેલ્થી પણ છે. નીચે દર્શાવેલ આસન રીતને અનુસરીને આપ કોઈ પણ સમયે પીન્વ્હીલ સમોસા તૈયાર કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પીન્વ્હીલ સમોસા બનાવવાની રીત.
પીન્વ્હીલ સમોસા બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨૦૦ ગ્રામ બાફેલ બટાટા(boiled potatoes).
- ૨-૩ ચમચી બાફેલ લીલા વટાણા(green peas).
- ૧ કપ બાંધેલો મેંદાનો લોટ(all purpose flour).
અન્ય સામગ્રીઓ:
- ૨-૩ ચમચી મેંદાનો લોટ(all purpose flour).
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garlic-chili paste).
- ૧ ચમચી રાઈ(mustard seeds).
- ૧ ચમચી આમચૂર પાવડર(amchur powder).
- ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૧ ચમચી તેલ(oil).
- તળવા માટે તેલ(oil).
પીન્વ્હીલ સમોસા બનાવવા માટેની રીત:
- સૌ પ્રથમ એક કડાઈમાં ૧ ચમચી જેટલું તેલ ગરમ કરી, તેમાં રાઈ નાંખી તેને ત્ડ્તડવા દો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો.
- હવે ગેસ ધીમો કરી તેમા હળદર પાવડર, નમક, લાલ મરચુ પાવડર, બાફેલા બટાટા અને લીલા વટાણા ઉમેરો.
- હવે ગેસ બંધ કરી તેમાં આમચૂર પાવડર ઉમેરી બધાજ મસાલાઓ મિક્ષ કરી લો અને આ સ્ટફીંગને ઠંડું પડવા મૂકી દો.
- હવે બાંધેલા મેંદાના લોટમાંથી નાના બોલ્સ બનાવી તેને પૂરી અથવા રોટલીની જેમ વણી લો. હવે એક પૂરી લઇ તેમાં વચ્ચે સ્ટફીંગ મૂકી તેનો ટાઈટ રોટ વાડી લો. આ રીતે બધા પીન્વ્હીલ સમોસા બનાવી લો.
- હવે આ સમોસાને ૧-૨ ઇંચ જેટલા લાંબા ટુકડામાં કાપી લો. આ રીતે ગોળ શેપના પીન્વ્હીલ સમોસા બનાવી લો. હવે આ પીન્વ્હીલ સમોસા પર પાણી લગાવી, તેના પર થોડો મેંદાનો લોટ છાંટી દો.
- હવે તેને ૨-૩ મિનીટ સુધી એકબાજુ મૂકી દો, જેથી લોટ તેના પર સરખી રીતે ચોંટી જાય. હવે કડાઈમાં તેલ ગરમ મૂકી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે ત્યારે તેમાં સમોસા ગોલ્ડન બ્રાઉન થઇ જાય ત્યાં સુધી તળી લો.
- હવે પીન્વ્હીલ સમોસાને તળી લઇ સર્વિંગ પ્લેટમાં લઇ લો અને ગરમા ગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Pinwheel Samosa Recipe in Gujarati | પીન્વ્હીલ સમોસા | Indian Snacks
Ingredients
- ૨૦૦ ગ્રામ બાફેલ બટાટા boiled potatoes
- ૨-૩ ચમચી બાફેલ લીલા વટાણા green peas
- ૧ કપ બાંધેલો મેંદાનો લોટ all purpose flour
- ૨-૩ ચમચી મેંદાનો લોટ all purpose flour
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garlic-chili paste
- ૧ ચમચી રાઈ mustard seeds
- ૧ ચમચી આમચૂર પાવડર amchur powder
- ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧/૪ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- નમક સ્વાદ અનુસાર salt
- ૧ ચમચી તેલ oil
- તળવા માટે તેલ oil
Instructions