Pineapple Upside Down Cake Recipe | પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક.
નમસ્તે મિત્રો, આજે ફરી એક વખત એક સ્વાદિષ્ટ અને મજેદાર એવી કેક રેસીપી લાવ્યા છીએ જેનું નામ છે પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક (Pineapple Upside Down Cake Recipe). આ અપસાઈડ ડાઉન કેક એ ખુબ ચર્ચિત અને લોકોની પ્રિય એવી કેક માનવામાં આવે છે. તેનું કારણ છે તેનું આકર્ષક દેખાવ અને ફ્રૂટી સ્વાદ. જેમ આ કેક નું નામ તેનું પરિચય આપે છે તેમ, આ કેક મુખ્યત્વે પાઈનેપલ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવી છે. જે આજ કાલ બધેજ ખુબજ આસાનીથી મળી જાય છે. જેથી આપણે બનાવવામાં પણ સરળતા રહેશે.

ઉપરાંત આ એગ લેસ કેક ઘણા બધા લોકોને ઘર પર બનાવવામાં મુશ્કેલી પડતી હોઈ છે. પરંતુ આજ અમે આ કેક કઈ રીતે ઘર પર આસાનીથી અને તમે ઈચ્છો છો તેવી જ બનાવી શકાય તેની રીત શીખવીશું. આ કેક ઘર બનાવવી ઘણી સરળ છે અને આ કેક ને આપ આપના મેહમાનોને, પરિવારજનો અને બાળકોને સર્વ કરી છો. તો ચાલો મિત્રો જોઈએ પાઈનેપલ કેક બનાવવાની રીત.
પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક બનાવવાની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રી:
- ૧૭૦ ગ્રામ મેંદો(plain flour)
- ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક(conadensed milk)
- ૪-૫ પાઈનેપલ રીંગ(pineapple ring)
- ૯૦ ગ્રામ માખણ(butter)
- ૧૮૦ml દૂધ(milk)
અન્ય સામગ્રીઓ:
- ૫૦ ગ્રામ સૂકાયેલ નારીયેલ(desiccated coconut)
- ૧ ચમચી બેકિંગ પાવડર(baking powder)
- ૧/૨ ચમચી બેકિંગ સોડા(baking soda)
- ૨ ચમચી ઓગળેલું માખણ(melted butter)
- ૩ ચમચી બ્રાઉન સુગર(brown sugar)
- ૨-૩ ટીપાં વેનીલા એસેન્સ(vanilla essence)
સજાવટ માટે:
- થોડી ચેરી(few cherries)
- પાઈનેપલ ક્રશ(pineapple crush)
- વીપડ ક્રીમ(whipped cream)
પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક બનાવવાની રીત:
- કન્ડેન્સ્ડ મિલ્ક અને માખણને બીટ કરી, તેમાં દૂધ નાંખી ફરી બીટ કરો. હવે મેંદો, બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને ચાળી તેને કન્ડેન્સ્ડ મીલ્ક્વાળા મિશ્રણમાં ઉમેરી લો.
- હવે તેમાં વેનીલા એસેન્સ અને સુકેલું નારીયેલ ઉમેરી મિક્ષ કરી લો. હવે ૭ ઇંચના ટીનને માખણ વડે ગ્રીસ કરી તેમાં ઓગળેલું માખણ અને બ્રાઉન સુગર નાખો.
- હવે પાઈનેપલ ને સરખી રીતે ગોઠવી, તેના પર કેકનું મિશ્રણ રેડો. તેને ૧૬૦ ડિગ્રી સેલ્સિયસ પર પ્રિ હીટેડ ઓવનમાં ૨૦-૨૫ મિનીટ માટે મુકો.
- જયારે કેક બની જાય ત્યારે તેને બહાર કાઢી લઇ ઠંડી પાડવા દો અને ચેરી, પાઈનેપલ ક્રશ અને ક્રીમ વડે સજાવો.
Pineapple upside down cake recipe(પાઈનેપલ અપસાઈડ ડાઉન કેક)
Ingredients
- મુખ્ય સામગ્રી:
- ૧૭૦ ગ્રામ મેંદો plain flour
- ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક conadensed milk
- ૪-૫ પાઈનેપલ રીંગ pineapple ring
- ૯૦ ગ્રામ માખણ butter
- ૧૮૦ ml દૂધ milk
- અન્ય સામગ્રીઓ:
- ૫૦ ગ્રામ સૂકાયેલ નારીયેલ desiccated coconut
- ૧ ચમચી બેકિંગ પાવડર baking powder
- ૧/૨ ચમચી બેકિંગ સોડા baking soda
- ૨ ચમચી ઓગળેલું માખણ melted butter
- ૩ ચમચી બ્રાઉન સુગર brown sugar
- ૨-૩ ટીપાં વેનીલા એસેન્સ vanilla essence
- સજાવટ માટે:
- થોડી ચેરી few cherries
- પાઈનેપલ ક્રશ pineapple crush
- વીપડ ક્રીમ whipped cream
Instructions