pav bhaji recipe in gujarati/ પાઉંભાજી

0
840
Pav Bhaji Recipe Gujarati, Fast Food Recipes, Indian Snack Recipes.
Pav Bhaji Recipe Gujarati Photo.

Pav bhaji Recipe Gujarati(પાઉ ભાજી)

પાઉંભાજી (Pav Bhaji Recipe Gujarati) એ મુંબઈનું એક અતિ પ્રચલિત અલ્પાહાર છે. કે જે, સામાન્ય રીતે મહાનગરોમાં જોવા મળે છે. પાઉંભાજી એટલે પાઉં અને ભાજીનું મિશ્રણ. સૌ પ્રથમ પાઉંભાજીનો ઉપયોગ કાપડની મિલો માં કામ કરતાં કારીગરો માટે અલ્પાહાર તરીકે પીરસવામાં થતો. પરંતુ આધુનિક સમયમાં હોટલોમાં, રસ્તા પરની રેકાડીયોમાં પણ નજરે પડવા માંડી છે. ભાજી એ બીજું કય નહિ પરંતુ સામાન્ય શાકભાજીઓનું મિશ્રણ છે કે, જેને શાકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જયારે પાઉં એ એક ડબલરોટી નું સ્વરૂપ છે. આ રસદાર, સ્વાદિષ્ટ પાઉંભાજી ને તમે ભોજન સમયે પણ પીરસી શકો છો. તો ચાલો જોઈએ પાઉભાજી બનાવવાની રીત.

Pav Bhaji Recipe Gujarati, Fast Food Recipes, Indian Snack Recipes.
Pav Bhaji Recipe Gujarati Photo.

પાઉભાજી બનાવવા માટેની સામગ્રી

મુખ્ય સામગ્રી

૧૨ પાઉં
૨૦૦ ગ્રામ બાફેલા બટાટા
૨૦૦ ગ્રામ બાફેલું ફ્લાવર
૨૦૦ ગ્રામ લીલા વટાણા
૨ સમારેલી ડુંગળી
૨ સમારેલ ટામેટા

મસાલાઓ/અન્ય સામગ્રીઓ

૩ ચમચી આદું-લસણની પેસ્ટ
૧૨ ચમચી તેલ
૩ ચમચી લાલ મરચું પાવડર
૧/૪ ચમચી હળદર પાવડર
૩ ચમચી પાઉભાજી મસાલા
નમક સ્વાદ અનુસાર
૩ ચમચી માખણ

સજાવટ માટે

તાજી સમારેલી કોથમીર

પાઉભાજી બનાવાવની રીત

  • સૌ પ્રથમ ૬ ચમચી તેલ ગરમ કરી તેમાં આદું લસણની પેસ્ટ નાંખી સારી રીતે સાતંડી લો.
  • ત્યારબાદ તેમાં હળદર પાવડર અને ટામેટા નાંખી સાંતળી લો.
  • ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર નામક લાલ મરચું પાવડર અને પાઉભાજી મસાલો નાખો.
  • ૩૦-૪૦ સેકંડ બાદ તેમાં બટાટા, ફ્લાવર, લીલા વટાણા અને થોડું પાણી નાંખી ફરીથી હલાવો ૩-૪ મિનીટ બાદ નાખેલ બધીજ શાકભાજીનો છુંદો કરી લો.
  • એક અલગ કડાઈમાં ૬ ચમચી તેલ ગરમ કરી ૧ચમચી  આદું લસણની પેસ્ટ, ૧ ચમચી લાલ મરચું પાવડર, નાંખી સાંતળી લો.
  • ગરમ તેલમાં આ લાલ પેસ્ટને નાખ્યા બાદ તેમાં ભાજી ઉમેરીને સાંતળી લો. તેલ ભાજીથી છુટું પડે ત્યાં સુધી રહેવા દો.
  • ત્યારબાદ ફરીથી ૧ ચમચી તેલ નાંખી છુંદી લો. હવે, ગેસ બંધ કરી દો અને થોડી કોથમીર ભભરાવી  સમારેલા ટામેટા ડુંગળી અને પાઉં સાથે ગરમાગરમ પીરસો.

pav bhaji recipe in gujarati/ પાઉંભાજી

pav bhaji is one of the most mouthwatering recipe which is very easy to make and contains many vegetables. it comes from western indian cuisine.
Prep Time15 mins
Cook Time10 mins
Total Time25 mins
Course: Fast Food
Cuisine: Indian
Author: Nikunj Vasoya

Ingredients

  • પાઉભાજી બનાવવા માટેની સામગ્રી
  • મુખ્ય સામગ્રી
  • ૧૨ પાઉં
  • ૨૦૦ ગ્રામ બાફેલા બટાટા
  • ૨૦૦ ગ્રામ બાફેલું ફ્લાવર
  • ૨૦૦ ગ્રામ લીલા વટાણા
  • સમારેલી ડુંગળી
  • સમારેલ ટામેટા
  • મસાલાઓ/અન્ય સામગ્રીઓ
  • ચમચી આદું-લસણની પેસ્ટ
  • ૧૨ ચમચી તેલ
  • ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૪ ચમચી હળદર પાવડર
  • ચમચી પાઉભાજી મસાલા
  • નમક સ્વાદ અનુસાર
  • ચમચી માખણ
  • સજાવટ માટે
  • તાજી સમારેલી કોથમીર

Instructions

  • પાઉભાજી બનાવાવની રીત