Pav Bhaji Dosa Recipe in Gujarati | પાઉં ભાજી ઢોસા | South Indian.
હેલ્લો ફ્રેન્ડ્સ, આ રેસીપીનું નામ સાંભળીને થોડું અજુગતું લાગશે, પરંતુ પાઉં ભાઈ ઢોસા (Pav Bhaji Dosa Recipe) એ સાઉથ ઇન્ડિયન ઢોસાની એક અલગ વેરાયટી છે. આ પાઉં ભાજી ઢોસા સાઉથ ઇન્ડિયન ઢોસા અને મહારાષ્ટની પોપ્યુલર એવી પાઉં ભાજીનું મિશ્રણ છે. આ ઢોસા સ્વાદમાં એકદમ ટેસ્ટી હોઈ છે, કારણકે આ ઢોસામાં સાદા મસાલાની જગ્યાએ ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. આપ ભોજન સમયે મૈન કોર્સ ડીશ તરીકે આ પાઉં ભાજી ઢોસાને સર્વ કરી શકો છો. મેહમાનોને પણ આ પાઉં ભાજી ઢોસા સર્વ કરી શકાય છે.

નાનાથી મોટા સુધીની તમામ ઉમરના લોકોને પસંદ પડે તેવા આ ઢોસા હોટલ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે. નામ પરથી તેની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીઓનું તારણ મેળવી શકાય છે. આ રેસિપીમાં તમામ ભાજી અને ઢોસામાં જ ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો મિત્રો જોઈએ પાઉં ભાજી ઢોસા બનાવવાની રીત.
પાઉં ભાજી ઢોસા (Pav Bhaji Dosa Recipe) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:
મુખ્ય સામગ્રીઓ:
- ૨૫૦ ગ્રામ બાફેલ ગાજર, કેપ્સીકમ, કોબીજ, બટાટા અને ફ્લાવર (carrots, capsicum, cabbage, potatoes and cauliflower).
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી(onion).
- ૨ ચમચી ઝીણા સમારેલ ટામેટા(tomatoes).
- ૧ ચમચી પાઉં ભાજી મસાલો(pav bhaji masala).
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ(ginger-garllic-chili paste).
- ૧/૪ ચમચી હળદર પાવડર(turmeric powder).
- ૧ ચમચી લાલ મરચું પાવડર(red chili powder).
- ૧ ચમચી કોથમીર(coriander leaves).
- ૧ ચમચી લીંબુનો રસ(lemon juice).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૨ ચમચી તેલ(oil).
લસણની ગ્રેવી માટેની સામગ્રીઓ:
- ૧ ચમચી લસણની પેસ્ટ(garlic paste).
- ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર(Kashmiri red chili powder).
- ૧ ચમચી તીખું લાલ મરચું પાવડર(spicy red chili powder).
- ૧ ચમચી પાઉં ભાજી મસાલો(pav bhaji masala).
- ૧/૮ ચમચી હળદર પાવડર(turmeric powder).
- નમક સ્વાદ અનુસાર(salt).
- ૨ ચમચી તેલ(oil).
અન્ય સામગ્રીઓ:
- ૩૦૦ ગ્રામ ઢોસાનું ખીરું(dosa batter).
- સજાવટ માટે થોડી કોથમીર(coriander leaves).
- ડુંગળી, ટામેટા અને લીંબુની સ્લાઈસ (lemon slices).
પાઉં ભાજી ઢોસા (Pav Bhaji Dosa Recipe) બનાવવાની રીત:
- સૌ પ્રથમ લસણની ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં લસણની પેસ્ટ નાંખી તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું પાવડર, પાઉં ભાજી મસાલો, નમક, હળદર પાવડર અને તેલ ઉમેરો.
- આ બધીજ સામગ્રીઓ મિક્ષ કરી ગેસ બંધ કરી દો અને ગ્રેવી તલ છોડવા લાગે ત્યાં સુધી પકાઓ. તેને વધુ ન પકાઓ, નહી તો તે બળવા લાગશે.
- હવે ગ્રેવીમાં થોડું પાણી ઉમેરી તેને ૫ મિનીટ સુધી પકાઓ અથવા તે તેલ છોડવા લાગે ત્યાં સુધી પકાઓ. ત્યારબાદ ગેસ બંધ કરી દો. ગ્રેવી તૈયાર છે.
- હવે પાઉં ભાજી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ડુંગળી નાંખી થોડી વાર પકાઓ. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો.
- હવે તેમાં ટામેટા ઉમેરી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાઓ. હવે તેમાં નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, પાઉં ભાજી મસાલો ઉમેરી બધાજ મસાલાઓને થોડી વાર પકાઓ.
- હવે તેમાં બાફેલ શાકભાજીઓ નાંખી તેને સ્મેશરની મદદથી સ્મેશ કરી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરી ૨-૩ ચમચી જેટલું પાણી ઉમેરો. ધ્યાન રાખો શાકભાજીની ઘટ્ટતા તે આસાનીથી ફેલાય શકે તેવી હોવી જોઈએ.
- ત્યારબાદ તેના પર થોડી કોથમીર ભભરાવી ગેસ બંધ કરી દો. હવે પાઉં ભાજી તૈયાર છે. હવે પાઉં ભાજી ઢોસા તૈયાર કરવા માટે તવા ઉપર ઢોસાનું ખીરું રેડી, તેને ઢોસાનો આકાર આપી દો.
- હવે તેના પર થોડું તેલ લગાવી ઢોસાને સરખી રીતે પકાઓ. હવે તેના પર ૧ ચમચી જેટલી લસણની ગ્રેવી લગાવી, તેના પર પાઉં ભાજી ફેલાવી દો.
- હવે ઢોસાને વાળી તેને પ્લેટમાં લઇ લો. આ રીતે બધાજ પાઉં ભાજી ઢોસા બનાવી લો. હવે એક ઢોસાને સર્વિંગ પ્લેટમાં લઇ તેના ૨-૩ ભાગમાં કાપી લો. અંતે તેને કોથમીર, ટામેટા અને ડુંગળી વડે સજાવી સર્વ કરો.
Pav Bhaji Dosa Recipe in Gujarati | પાઉં ભાજી ઢોસા | South Indian
Ingredients
- મુખ્ય સામગ્રીઓ:
- ૨૫૦ ગ્રામ બાફેલ ગાજર કેપ્સીકમ, કોબીજ, બટાટા અને ફ્લાવર
- ૩ ચમચી ઝીણી સમારેલ ડુંગળી onion
- ૨ ચમચી ઝીણા સમારેલ ટામેટા tomatoes
- ૧ ચમચી પાઉં ભાજી મસાલો pav bhaji masala
- ૧ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ ginger-garllic-chili paste
- ૧/૪ ચમચી હળદર પાવડર turmeric powder
- ૧ ચમચી લાલ મરચું પાવડર red chili powder
- ૧ ચમચી કોથમીર coriander leaves
- ૧ ચમચી લીંબુનો રસ lemon juice
- નમક સ્વાદ અનુસાર salt
- ૨ ચમચી તેલ oil
- લસણની ગ્રેવી માટેની સામગ્રીઓ:
- ૧ ચમચી લસણની પેસ્ટ garlic paste
- ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર Kashmiri red chili powder
- ૧ ચમચી તીખું લાલ મરચું પાવડર spicy red chili powder
- ૧ ચમચી પાઉં ભાજી મસાલો pav bhaji masala
- ૧/૮ ચમચી હળદર પાવડર turmeric powder
- નમક સ્વાદ અનુસાર salt
- ૨ ચમચી તેલ oil
- અન્ય સામગ્રીઓ:
- ૩૦૦ ગ્રામ ઢોસાનું ખીરું dosa batter
- સજાવટ માટે થોડી કોથમીર coriander leaves
- ડુંગળી ટામેટા અને લીંબુની સ્લાઈસ
Instructions